પ્રવીણચંદ્ર પરીખ
અમલેશ્વર (તા. ભરૂચ)
અમલેશ્વર (તા. ભરૂચ) : ગુજરાત રાજ્યમાં નર્મદા-પરિક્રમાના માર્ગ પાસે આવેલું ધર્મસ્થાન. વિશાળ તળાવને કાંઠે અમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં પરિક્રમા-યાત્રીઓ દર્શને આવે છે. મૂળ સોલંકીકાલીન શિવલિંગ ધરાવતા આ મંદિરમાં અનેક વાર જીર્ણોદ્ધાર થયાનું જણાય છે. મંદિર પૂર્વાભિમુખ છે અને રચના પરત્વે તે ગર્ભગૃહ તથા ગૂઢમંડપ ધરાવે છે. અહીં ચણતર…
વધુ વાંચો >અમાત્ય
અમાત્ય : પ્રાચીન ભારતીય શાસનપરંપરાનો એક પદાધિકારી. દેશ, કાલ તેમજ કાર્યને અનુલક્ષીને તેની નિમણૂક થતી. અમાત્યોની ધર્મોપધા, અર્થોપધા, કામોપધા અને ભયોપધા – એમ ચાર પ્રકારે ઉપધા (પરખ) થતી, અને જે અમાત્ય પૂર્ણપણે ધાર્મિક હોય, ધનલોભી ન હોય, કામને વશીભૂત ન હોય તેમજ નિર્ભય હોય અર્થાત્ ‘સર્વોપધાશુદ્ધ’ હોય તેને મંત્રીપદ પર…
વધુ વાંચો >અમૃતવર્ષિણી વાવ
અમૃતવર્ષિણી વાવ (1723) : અમદાવાદમાં પાંચકૂવા દરવાજા પાસે આવેલી વાવ. આ નંદાપ્રકારની વાવમાં એક પ્રવેશ અને ત્રણ કૂટ (મંડપ) છે. જોકે તેમાં કાટખૂણાકાર રચના કરેલી હોઈ તે આ પ્રકારની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશતાં બે કૂટ વટાવ્યા પછી બીજો ચોરસ પડથાર આવે છે. ત્યાંથી વાવ કાટખૂણે…
વધુ વાંચો >અમેરિકા
અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…
વધુ વાંચો >અય 1-2
અય 1-2 : શક કુલનો વાયવ્ય ભારતનો રાજા. તે સ્પલિરિષનો પુત્ર અને મોઅનો જમાઈ હતો. એ દક્ષિણ અફઘાનિસ્તાન પર સત્તા ધરાવતો હતો. તેણે યવન રાજા એઉથિદિમની રાજસત્તા નષ્ટ કરી, પૂર્વ પંજાબ પર પોતાની સત્તા પ્રવર્તાવી, ઈ. પૂ. 5થી ઈ. સ. 30 સુધી શાસન કર્યું હતું. તે ‘રાજાધિરાજ’ અને ‘મહાન’નું બિરુદ…
વધુ વાંચો >અયિલિષ
અયિલિષ (Ayilises) : ગંધાર પ્રદેશનો શક રાજા. તેણે ઈ. સ. 28થી 40 સુધી શાસન કર્યું હતું. એ વંશના અય પહેલા સાથે તેના સંયુક્ત સિક્કા મળ્યા છે, તે પરથી તે અય પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હોવાનું જણાય છે. તેના અને અય બીજાના સંયુક્ત સિક્કા મળ્યા છે, તે પરથી સમજાય છે કે…
વધુ વાંચો >અર્જુન ભગત
અર્જુન ભગત (1856–1912) : ગડખોલ (તા.અંકલેશ્વર)ના નિર્ગુણમાર્ગી સંતપુરુષ. કોળી જ્ઞાતિમાં જન્મેલા અર્જુનદાસનું હૈયું નાનપણથી જ હરિરંગી હતું. મોટા થયે ગૃહસ્થાશ્રમ માંડ્યો અને 4 પુત્રો થયા, પણ જીવન ભગવદ્ભક્તિમાં વ્યતીત થતું રહ્યું. સૂરતના નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે ગુરુમંત્ર લીધેલો. નામસ્મરણ અને મંત્રજપને લઈને ગુરુગમ પ્રાપ્ત થતાં આત્માનંદની ઝાંખી થઈ…
વધુ વાંચો >અર્થશાસ્ત્ર-1
અર્થશાસ્ત્ર-1 (ઈ. પૂ. ચોથી સદી) : પૃથ્વીનાં પ્રાપ્તિ અને પાલનનો ઉપદેશ આપતું શાસ્ત્ર. સંસ્કૃતમાં ‘અર્થશાસ્ત્ર’ શબ્દ રાજ્યશાસ્ત્રના અર્થમાં પ્રયોજાયો છે. એમાં સર્વજનની વૃત્તિરૂપ અર્થ, એટલે કે દ્રવ્યનો પુરુષાર્થ નહિ પણ રાજાની વૃત્તિરૂપ અર્થ એટલે કે પૃથ્વીના લાભ અને પાલનના ઉપાય અભિપ્રેત છે. અર્થશાસ્ત્રને લગતા ગ્રંથોમાં ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ અર્થાત્ કૌટિલ્ય-કૃત’અર્થશાસ્ત્ર’ સુપ્રસિદ્ધ…
વધુ વાંચો >અર્ધનારીશ્વર
અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…
વધુ વાંચો >અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ
અશોક મૌર્યનું સારનાથ સ્તંભશીર્ષ : ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. વસ્તુતઃ અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા.…
વધુ વાંચો >