પ્રવીણચંદ્ર પરીખ

ઢોલામારૂ

ઢોલામારૂ : રાજસ્થાનની અત્યંત પ્રસિદ્ધ લોકકથા. હેમચંદ્રાચાર્યે પ્રાકૃત-વ્યાકરણમાં જે અપભ્રંશના ઉદાહરણ આપેલાં છે તેમાં ઢોલા શબ્દપ્રયોગ મળે છે. આ શબ્દ ત્યાં નાયકના અર્થમાં પ્રયોજાયો છે, જે આ લોકગાથાના નાયકની સુપ્રસિદ્ધિને કારણે નાયકની સંજ્ઞા ઢોલા પ્રચલિત થઈ હોવાનું જણાય છે. ઢોલામારૂની ગાથા ઐતિહાસિક આધાર ધરાવે છે. ઢોલા પોતે કછવાહા વંશના રાજા…

વધુ વાંચો >

તાડકા

તાડકા : મારીચ-સુબાહુની માતા, સુકેતુ નામના યક્ષની પુત્રી, જે અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસી બની ગઈ હતી. તે સરયૂ નદીને કાંઠે તાડકાવનમાં રહીને ઋષિઓનાં યજ્ઞોમાં વિઘ્નો નાખતી હતી. તેના અત્યાચારોથી પીડિત થયેલા વિશ્વામિત્રે તેના વધ માટે અયોધ્યાના રાજા દશરથ પાસે રામ-લક્ષ્મણની માંગણી કરી અને પોતાના આશ્રમે લઈ આવ્યા હતા. સ્ત્રી જાણીને…

વધુ વાંચો >

તાંત્રિક મત

તાંત્રિક મત : ઈ. સ. 600થી 1200 દરમિયાન ભારતમાં પ્રચલિત મોટા-નાના તાંત્રિક-સાધનાપરક સંપ્રદાયો. બહારથી વિવિધતા ધરાવતા છતાં તત્વચિંતનને બદલે સાધના-પદ્ધતિ પર આવા સંપ્રદાયો ભાર મૂકતા હતા. કોઈ એક દેવતા કે શક્તિને સૃષ્ટિના મૂળ તત્વ તરીકે માની, તેની ઉપાસનાપદ્ધતિનો પ્રચાર કરવો, વિશિષ્ટ બીજાક્ષરો અને તેના વિધિવિધાન તથા મહિમા પ્રગટ કરવો, યંત્રો…

વધુ વાંચો >

ત્રિક્ (સાહિત્ય)

ત્રિક્ (સાહિત્ય) : કાશ્મીરના શૈવ સાહિત્યને ‘ત્રિક’ કહે છે. એમાં આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞશાસ્ત્રનો બોધ થાય છે. સાથોસાથ પરા, અપરા અને પરાત્પરા – આ ત્રણ અવસ્થાનો પણ બોધ થાય છે. એમાં શૈવદર્શનના અભેદ, ભેદ અને ભેદાભેદ – આ ત્રણે પક્ષો પણ પ્રતિબિંબિત થાય છે. એમાં ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા-શક્તિઓ તેમજ…

વધુ વાંચો >

દત્તાત્રેયી યોગપદ્ધતિ

દત્તાત્રેયી યોગપદ્ધતિ : મહામુનિ દત્તાત્રેયે પ્રબોધેલી યોગ-પરંપરા. પ્રાચીન ભારતમાં યોગની અનેક પરંપરાઓ પ્રચારમાં હતી. આમાં મુનિ દત્તાત્રેયની યોગપરંપરા એમાં અનેક પૂર્વકાલીન પદ્ધતિઓનો સમન્વય થયેલો હોઈ, અલગ તરી આવે છે. આ યોગપદ્ધતિનું વિશદ પણ સારગ્રાહી નિરૂપણ યોગશાસ્ત્ર  નામના આ પરંપરાને સર્વાંગે વ્યક્ત કરતા સંસ્કૃત ગ્રંથમાં થયું છે. એમાં સંસ્કૃતિ નામના મુનિની…

વધુ વાંચો >

દયાબાઈ (18મી સદી)

દયાબાઈ (18મી સદી) : સંત કવયિત્રી. દિલ્હીના સંત ચરણદાસની શિષ્યા અને સંત સહજોબાઈની ગુરુભગિની. જન્મ  મેવાત(રાજસ્થાન)ના ડેહરા ગામમાં થયો હતો અને ગુરુ સાથે દિલ્હી જઈ ત્યાં સંતજીવન વ્યતીત કરવા લાગ્યાં. ‘દયાબોધ’ (રચના 1761) અને ‘વિનયમાલિકા’ એમની મુખ્ય હિંદી રચનાઓ છે. આ રચનાઓમાં ‘દયા’, ‘દયાકુંવર’ તો ક્યાંક ‘દયાદાસ’ નામ-છાપ પણ મળે…

વધુ વાંચો >

દરસની

દરસની : નાથપંથીઓનો મુખ્ય સંપ્રદાય. આ ગોરખનાથી યોગીઓ કાનને ફાડીને તેમાં ‘દર્શન’ નામની મુદ્રા ધારણ કરે છે, તેથી તેમને દરસની સાધુ કહે છે. આ મુદ્રા અનેક ધાતુઓની બનેલી હોય છે. એમાં હાથીદાંત પણ જોડવામાં આવે છે. મોટા ભાગે આ મુદ્રા કુંડલ રૂપે ધારણ કરવામાં આવે છે. કુંડલને પવિત્રી પણ કહેવામાં…

વધુ વાંચો >

દરિયાખાનનો રોજો

દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર…

વધુ વાંચો >

દરિયાદાસ

દરિયાદાસ (જ. 1734, ધરકંધાનગર, જિ. શાહબાદ, બિહાર; અ. 1780, ધરકંધા) : નિર્ગુણોપાસક હિંદી સંતકવિ. એમનો જન્મ પૃથુદેવસિંહ નામના  દરજીના કુટુંબમાં થયો હતો. નવમા વર્ષે તેમનાં લગ્ન થયાં, પરંતુ તેઓ વિરક્ત થઈ સાધુઓ, સંતો સાથે ફરવા લાગ્યા. દરિયાદાસ મુસલમાન હતા, એવો કેટલાક અભ્યાસીઓનો મત છે; છતાં દરિયાદાસના શિષ્યો તેમને હિંદુ માને…

વધુ વાંચો >

દશ-દ્વાર

દશ-દ્વાર : મનુષ્ય શરીરનાં દશ છિદ્રો. મુખનું એક છિદ્ર, નાસિકાનાં બે છિદ્રો, બે આંખો, બે કાન, એક પાયુ(ગુદા)નું છિદ્ર, એક ઉપસ્થનું છિદ્ર અને એક મસ્તક પરની મધ્યનું બ્રહ્મરંધ્ર. આ દશ દ્વારોને ‘પિંડસ્થદ્વાર’ કહેવામાં આવે છે. સંત સાહિત્યમાં જ્યાં એક મહેલને દસ દરવાજાનો ઉલ્લેખ કરે છે તેનું તાત્પર્ય પણ આ શરીરના…

વધુ વાંચો >