પ્રવીણચંદ્ર પરીખ

ગઢડા (સ્વામીના)

ગઢડા (સ્વામીના) : ભાવનગર જિલ્લાનું સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય તીર્થધામ તરીકે જાણીતું શહેર અને તે જ નામ ધરાવતો તાલુકો. ભૌગોલિક સ્થાન : 22o 25´ ઉ. અ. અને 70o 25´ પૂ. રે.. તાલુકાનો વિસ્તાર 898.5 ચોકિમી. અને વસ્તી 2,18,372 (2022) છે. સમગ્ર તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાની ઘેલો…

વધુ વાંચો >

ગર્વ

ગર્વ : તેત્રીસમાંથી એક સંસારી ભાવ. વાગ્ભટને મતે બીજાઓનો અનાદર તે ગર્વ છે. આ લક્ષણ વાસ્તવમાં ગર્વના ભાવથી વ્યક્તિગત સ્વાભિમાન અને બીજા પર તેની અભિવ્યક્તિનો સંક્ષેપ માત્ર છે. અગ્નિપુરાણ કહે છે કે ગર્વ એટલે પોતાના ઉત્કર્ષની ભાવનાથી અન્યોની અવજ્ઞા કરવી. વસ્તુતઃ ગર્વ એ એક પ્રકારનો મનોવિકાર છે. ગર્વની ભાવનાથી અભિભૂત…

વધુ વાંચો >

ગળતેશ્વર (1)

ગળતેશ્વર (1) : ગુજરાત રાજ્યમાં સરનાલ (તા. ઠાસરા, જિ. ખેડા) ગામની સીમમાં ગામથી લગભગ દોઢ કિમી. દૂર ગલતી નદી અને મહીસાગરના સંગમસ્થાને આવેલું મહાદેવનું પ્રાચીન મંદિર. કહેવાય છે કે આ સ્થાને પ્રાચીન કાળમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો. આ મંદિર પુરાતત્વખાતાનું રક્ષિત સ્મારક છે. ચાલુક્યકાળમાં લગભગ દશમી સદીમાં બંધાયેલ આ શિવાલયની…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુપ્ત, પરમેશ્વરીલાલ

ગુપ્ત, પરમેશ્વરીલાલ (જ. 14 ઑક્ટોબર 1914, આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 29 જુલાઈ 2001, મુંબઈ) : ભારતીય સિક્કાશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન અને સ્વાતંત્ર્ય-સૈનિક. વૈશ્ય બાબુ ગોપાલદાસ અગ્રવાલને ત્યાં જન્મ. 1930માં તેઓ વેસ્લી હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે જવાહરલાલ નહેરુની ધરપકડનો વિરોધ કરવા માટે સંગઠન કરવાથી શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. તે પછી તેઓ…

વધુ વાંચો >

ગુપ્ત મન્મથનાથ

ગુપ્ત, મન્મથનાથ (જ. 7 ફેબ્રુઆરી 1908 વારાણસી, અ. 26 ઑક્ટોબર 2000, દિલ્હી) : ક્રાંતિકારી આંદોલનના સક્રિય સભ્ય. 1937માં એમણે પ્રકાશિત કરેલ ક્રાંતિયુગ કે સંસ્મરણમાંથી તત્કાલીન સ્વાતંત્ર્યચળવળની કેટલીક મહત્ત્વની ઘટનાઓની જાણકારી મળે છે. એમણે ક્રાંતિકારી આંદોલનનો પ્રમાણભૂત ઇતિહાસ ‘ભારતમેં સશસ્ત્ર ક્રાંતિકારી ચેષ્ટાકા ઇતિહાસ’ 1939માં પ્રસ્તુત કર્યો હતો. ગુપ્તજીના હિંદીમાં 80 જેટલા…

વધુ વાંચો >

ગુર્જર પ્રતિહારો

ગુર્જર પ્રતિહારો : શિલાલેખો પ્રમાણે રઘુવંશી રાજા રામચંદ્રના પ્રતિહાર બનેલા લક્ષ્મણના મનાતા વંશજો. વસ્તુત: તેઓ હરિચન્દ્ર નામે કોઈ પ્રતિહારના વંશજ હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતનકાળે અનેક રાજસત્તાઓ સ્થપાઈ તેના ઉપક્રમમાં દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. આ ગુર્જરો હૂણોની સાથે વિદેશથી આવેલા હોવાનું અનુમાન છે;…

વધુ વાંચો >

ગુલાબરાય

ગુલાબરાય (જ. 17 જાન્યુઆરી 1888 ઈટાવા અ. 13 એપ્રિલ 1963, આગ્રા) : હિંદી સાહિત્યના કાવ્યશાસ્ત્રકાર, સમીક્ષક, નિબંધકાર, દાર્શનિક લેખક. દર્શનશાસ્ત્રમાં એમ.એ. અને પછી એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી ડિ. લિટ્ની ઉપાધિ મેળવી. જોકે આઠમી કક્ષા સુધી ફારસી ભણ્યા ત્યાર બાદ સંસ્કૃત લઈ બી.એ. થયા અને ઘેર રહીને કાવ્યશાસ્ત્ર અને…

વધુ વાંચો >

ગોપસખા

ગોપસખા : શ્રીકૃષ્ણની સખાભાવની ભક્તિ કરનારા મોટા-નાના સખાઓ. જેમ ગોપીભાવની ભક્તિ પોતાને સખી રૂપે કલ્પીને કરવામાં આવે છે તેમ સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપ-સખાના રૂપે કલ્પીને કરે છે. શ્રીકૃષ્ણની બાળલીલા અને કિશોરલીલાના ગોપસખાઓ વય પ્રમાણે ત્રણ પ્રકાર મનાય છે. શ્રીકૃષ્ણથી વયમાં થોડા મોટા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે સખાભાવે ગોચારણ…

વધુ વાંચો >

ગોપી

ગોપી : પશુપાલક જાતિની સ્ત્રી. ઋગ્વેદ(1-155-5)માં વિષ્ણુ માટે પ્રયોજાયેલ ‘ગોપ’, ‘ગોપતિ’ અને ‘ગોપા’ શબ્દ ગોપ-ગોપી પરંપરાનું પ્રાચીનતમલિખિત પ્રમાણ છે. એમાં વિષ્ણુને ત્રિપાદ-ક્ષેપી કહ્યા છે. મેકડૉનલ્ડ, બ્લૂમફિલ્ડ વગેરે વિદ્વાનોએ આથી વિષ્ણુને સૂર્ય માન્યો છે જે પૂર્વ દિશામાં ઊગીને અંતરીક્ષને માપીને ત્રીજા પાદ-ક્ષેપ વડે આકાશમાં ફેલાઈ જાય છે. આના અનુસંધાનમાં કેટલાક વિદ્વાનોએ…

વધુ વાંચો >