પ્રવીણચંદ્ર પરીખ

કુમાર (મૂર્તિકલા)

કુમાર (મૂર્તિકલા) : દેવસેનાનો પતિ, અગ્નિ અને ગંગાનો પુત્ર. તે વિરાટપ્રાણ કે જીવનતત્વનું પ્રતીક છે. એની સંજ્ઞા સ્કંદ છે. કુમારને ‘ષણ્માતુર’ એટલે કે છ માતાઓનો પુત્ર કહ્યો છે. એના કલા-વિધાનમાં એને છ મસ્તક દેખાડવામાં આવે છે. એનું વાહન કૂકડો અને મયૂર છે અને આયુધશક્તિ (ભાલો) છે. સ્કંદ અને તારકાસુર વચ્ચેની…

વધુ વાંચો >

કુરુ

કુરુ : પૌરાણિક પરંપરા અનુસાર પુરુ શાખાનો રાજા. તેનું પૂરું નામ કુરુશ્રવણ, તેના પૂર્વજ ત્રસદસ્યુના નામ પરથી તે ‘ત્રાસદસ્યવ’ને નામે પણ ઓળખાતો. તેનાથી કુરુવંશ ચાલ્યો. તે સરસ્વતીથી ગંગા સુધીના પ્રદેશ પર શાસન કરતો હતો. તેની રાજધાની આસંદીવંતમાં હતી. આ કુરુશ્રવણના નામ પરથી સમય જતાં હસ્તિનાપુરનો પ્રાચીન ભારત-વંશ ‘કૌરવ-વંશ’ તરીકે ઓળખાયો…

વધુ વાંચો >

કુલ, અકુલ

કુલ, અકુલ : કૌલમાર્ગ અનુસાર કુલનો અર્થ છે ‘શક્તિ’ અને અકુલનો અર્થ છે ‘શિવ’. કુલ અને અકુલનો સંબંધ સ્થાપિત કરવાનું નામ ‘કૌલમાર્ગ’ છે. કુલના બીજા પણ અર્થો થાય છે. જેમાં એક અર્થ ‘વંશ’ કે વંશપરંપરા થાય છે. જ્યારે અકુલનો અર્થ વંશ કે વંશ-પરંપરા રહિતપણું થાય છે. આ દૃષ્ટિએ શિવની ‘અકુલ’…

વધુ વાંચો >

કુશાણ – શિલ્પકલા

કુશાણ – શિલ્પકલા : શક-કુશાણ કાલ (ઈ. સ. રજીથી 4થી સદીનો પૂર્વાર્ધ) દરમિયાન મથુરા, તક્ષશિલા, અમરાવતી અને નાગાર્જુનીકોંડાનો નૂતન કાલાકેન્દ્રો તરીકે વિકાસ થયો. મથુરામાં મથુરા શૈલી, તક્ષશિલા અને ત્યાંથી સ્વાત નદીની ખીણ સુધીના પ્રદેશમાં ગંધારશૈલી અને અમરાવતી તથા નાગાર્જુનીકોંડાના વિસ્તારને આવરી લેતા પ્રદેશમાં વૅંગી(આંધ્ર)શૈલી વિકસી. આ કાલમાં ગુજરાતમાં પણ ગંધાર…

વધુ વાંચો >

કુંડલિત ચિત્રો (Scroll Painting)

કુંડલિત ચિત્રો (Scroll Painting) : ભૂંગળાંની જેમ વાળવામાં આવતાં સચિત્ર ઓળિયાં કે ટીપણાં. આમાંનાં ચિત્રોને કુંડલિત ચિત્રો કહેવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષો દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં પંચાંગ અને જન્મકુંડળીઓ કાગળના લાંબા પટ્ટા પર તૈયાર કરવાની પ્રથા પ્રચલિત હતી. આવા સચિત્ર ઓળિયામાં દરેક માસના વાર, તિથિ, રાશિ, નક્ષત્ર વગેરેની માહિતી…

વધુ વાંચો >

કુંભ (પૂર્ણકુંભ)

કુંભ (પૂર્ણકુંભ) : ફૂલપત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ, જે સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલપત્તાં જીવનના વિવિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે. એ જ રીતે વિરાટ વિશ્વ પણ પૂર્ણ કુંભ છે. ઋગ્વેદમાં જેને પૂર્ણ અથવા…

વધુ વાંચો >

કુંભનદાસ

કુંભનદાસ (જ. 1468, મથુરા – અ. 1582, ગોવર્ધન) : પુષ્ટિમાર્ગના પ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓ પૈકીના પ્રથમ કવિ. સાંપ્રદાયિક દીક્ષા 1492માં મહાપ્રભુશ્રી વલ્લભાચાર્ય પાસે લીધી હતી. શ્રીનાથજીના મંદિરમાં કીર્તનકારના પદ ઉપર તેમની નિયુક્તિ થઈ હતી. સાત પુત્રો, સાત પુત્રવધૂઓ અને એક ભત્રીજીના બહોળા પરિવારનું પોષણ પોતાની નાનકડી જમીનની ઊપજમાંથી જ કરતા અને સ્વયં…

વધુ વાંચો >

કૂર્મનાડી

કૂર્મનાડી : શ્વાસનળી. અંગ્રેજીમાં એને bronchial tube (બ્રોંકિઅલ ટ્યૂબ) કહે છે. સંભવતઃ એનો આકાર-પ્રકાર કાચબા જેવો હોવાથી તેને કૂર્મનાડી કહે છે. પતંજલિએ આ નાડીનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. તેમને મતે આ નાડી પર સંયમ સાધવાથી શરીરમાં સ્થિરતા સિદ્ધ થાય છે અને શરીરની સ્થિરતા સિદ્ધ થતાં ચિત્તની સ્થિરતા સધાય છે. પ્રવીણચંદ્ર…

વધુ વાંચો >

કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા)

કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા) : ચારણ કવિ ગોપાલદાસ(1815–1885)રચિત વીરરસાત્મક ગ્રંથ. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર ભારતમાં ફેલાયેલી અરાજકતાની ઝલક આ ગ્રંથમાંથી મળે છે. આ કૃતિમાં પાંચ પ્રસંગોમાં અમીરખાં પઠાણ પિંડારી અને કછવાહ ક્ષત્રિયોની નરૂકા શાખાના વીર રાજપૂતો વચ્ચે થયેલાં યુદ્ધોનું વર્ણન અપાયું છે. આ યુદ્ધ લાવા નામના સ્થાને…

વધુ વાંચો >

કૃતિ-કૃતિત્વ

કૃતિ-કૃતિત્વ : કલાત્મક રચના. લેખક, કવિ કે કલાકારના કર્તૃત્વથી રચાયેલ સાહિત્ય, સંગીત, મૂર્તિ કે ચિત્ર. પ્રત્યેક કલાત્મક કૃતિ એ વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓનું પ્રકટીકરણ છે, જેનું વ્યક્ત સ્વરૂપ જુદાં જુદાં માધ્યમો દ્વારા વિશિષ્ટ સંકેત રૂપે વ્યક્ત થાય છે. આ વ્યક્ત સ્વરૂપ પ્રતીક બનીને ભોક્તા કે ભાવકના મનમાં કલાકારના વિચારો, તેની…

વધુ વાંચો >