પ્રવીણચંદ્ર પરીખ

કાલાવડ

કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો…

વધુ વાંચો >

કાલિન્જર

કાલિન્જર : ઉત્તર પ્રદેશના ભાગરૂપ બુંદેલખંડના બાંદા જિલ્લામાં 1230 ફૂટ ઊંચી પહાડી પરનો અજેય ગણાતો કિલ્લો. ચંદેલા રાજા ચંદ્રવર્માએ આ દુર્ગ બંધાવ્યો હતો અને કીર્તિવર્માએ તેનો વિસ્તાર કર્યો હતો. 1202માં કુત્બ-ઉદ્-દીને કાલિન્જર ઉપર હુમલો કરી, બુંદેલા રાજા પરમર્દીના પ્રધાન અજયદેવને પાણીની તંગીને કારણે હાર સ્વીકારવા ફરજ પાડી હતી. શેરશાહ સુરે…

વધુ વાંચો >

કાલીગુલા

કાલીગુલા (જ. 31 ઑગસ્ટ 12, એન્ટિયમ, ઇટાલી; અ. 24 જાન્યુઆરી 41, રોમ) : તરંગી અને આપખુદ રોમન સમ્રાટ. તે સમ્રાટ ઑગસ્ટસનો પ્રપૌત્ર અને જર્મેનિક્સ તથા એગ્રીપીના ધ એલ્ડરનો પુત્ર હતો. તેનું નામ ગેયસ સીઝર હતું. બાળક હતો ત્યારે તે લશ્કરી બૂટ પહેરતો, તેથી તેના પિતાના સૈનિકો તેને ‘કાલીગુલા’ (Little Boot)…

વધુ વાંચો >

કાંપિલ્ય

કાંપિલ્ય : ઉત્તર પ્રદેશમાં ફરૂખાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં મળે છે. પહેલાં તે ગંગાને કાંઠે વસેલું હતું. હવે એની નીચેના ભાગમાંથી ‘બૂઢી ગંગા’ નામની ધારા વહે છે. એ દક્ષિણ પાંચાલના રાજા દ્રુપદનું પાટનગર હતું. અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. અહીંના એક ઊંચા ટેકરાને દ્રુપદનો કોટ કહે…

વધુ વાંચો >

કિરાત (મૉંગોલોઇડ)

કિરાત (મૉંગોલોઇડ) :  પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…

વધુ વાંચો >

કિંદરખેડાનું સૂર્યમંદિર

કિંદરખેડાનું સૂર્યમંદિર : કિંદરખેડા(જિ. જૂનાગઢ)નું પૂર્વાભિમુખ સૂર્યમંદિર. તે ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, ગૂઢમંડપ અને મુખમંડપનું બનેલું છે. તેના સમચોરસ ગર્ભગૃહમાં સૂર્ય અને સૂર્યાક્ષીની મૂર્તિઓના અવશેષ નજરે પડે છે. ગૂઢમંડપ અને મુખમંડપ લંબચોરસ છે. મંડપની બંને બાજુની દીવાલોમાં જાળીની રચના છે. તેમાં પૂર્ણવિકસિત કમળની ઊભી તથા આડી ત્રણ ત્રણ હરોળ છે. ગર્ભગૃહ પર…

વધુ વાંચો >

કુકુરમુત્તા

કુકુરમુત્તા : 1942માં પ્રકાશિત સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ની વ્યંગ્યાત્મક કવિતાઓનો સંગ્રહ. આમાં ‘કુકુરમુત્તા’ ઉપરાંત અન્ય છ કવિતાઓ – ‘ગર્મ પકોડી’, ‘પ્રેમ સંગીત’, ‘રાની ઔર કાની’, ‘ખજોહરા’, ‘માસ્કો ડાયલાગ્જ’ અને ‘સ્ફટિક શિલા’– સંગૃહીત છે. પ્રૌઢરચનાઓ કર્યા બાદ ‘નિરાલા’ના જીવનમાં પરિવર્તન આવતાં તેઓ અવસાદભરી અને વ્યંગ્યાત્મક રચનાઓ કરવા લાગ્યા. ‘કુકુરમુત્તા’ રચના પરત્વે આજ…

વધુ વાંચો >

કુણાલ

કુણાલ : મૌર્ય સમ્રાટ અશોકનો પુત્ર. અશોકની યુવાન પત્ની તિષ્યરક્ષિતા આ સાવકા પુત્રના પ્રેમમાં પડી હતી. અનુશ્રુતિ અનુસાર રાણીએ રાજપુત્ર સાથે અનૈતિક સંબંધોની માગણી કરી, જેનો કુમારે અસ્વીકાર કરતાં રાણીએ બદલો લઈ એને અંધ કરાવ્યો. અંધ રાજપુત્રે બોધિગયામાં બૌદ્ધ અર્હત ઘોષની પ્રેરણાથી ધ્યાન કરીને ગયેલી દૃષ્ટિ પાછી મેળવેલી. યુઆન શ્વાંગે…

વધુ વાંચો >

કુતુબન

કુતુબન (ઈ. સ.ની 15મી શતાબ્દીનો અંત અને 16મી શતાબ્દીનો પ્રારંભ) :  સૂફી કવિ. મૃગાવતી તેમની પ્રસિદ્ધ રચના છે. એમાં પોતાના રચના-સમયના શાસકનું નામ હુસેનશાહ જણાવેલું છે. હુસેનશાહ જૌનપુરના શાસક હતા. કુતુબન શેખ બુઢનના શિષ્ય હતા. તેમણે મૃગાવતીની રચના 1503માં કરી હતી. આ રચનાનો જેટલો અંશ પ્રાપ્ત થયો છે તે પરથી જણાય…

વધુ વાંચો >

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો

કુત્બુદ્દીન મુહમ્મદખાનનો મકબરો : ગુજરાતના એક મુસ્લિમ સંતની દરગાહ. ગુજરાતના છેલ્લા સુલતાન મુજફ્ફરશાહે મીરઝા અજીજ કોકાના કાકા કુત્બુદ્દીન મુહમ્મદખાનનો 1583માં વધ કરાવેલો. એ સંતપુરુષની કબર પર કરેલો ઈંટેરી મકબરો વડોદરામાં મકરપુરા પૅલેસ તરફ જવાના રસ્તે આવેલો છે. ઊંચી પીઠ પર બાંધેલ આ અષ્ટકોણ ઇમારત દિલ્હીના તત્કાલીન મકબરાને મળતી આવે છે.…

વધુ વાંચો >