પ્રમોદ રતિલાલ શાહ

એડેન્સોનિયન વર્ગીકરણ

એડેન્સોનિયન વર્ગીકરણ : અઢારમી સદીમાં માઇકલ એડેન્સને (1727-1806) આપેલી વનસ્પતિઓની વિભિન્ન જાતિઓના સામ્ય પર આધારિત વર્ગીકરણપદ્ધતિ. માઇકલ એડેન્સન ફ્રેંચ વનસ્પતિવિજ્ઞાની અને ‘‘Academie des Sciences’’ સોર્બોન, પૅરિસના સભ્ય હતા. તેઓ ઉષ્ણકટિબંધના અગ્રિમ વનસ્પતિ-અન્વેષક હતા. તેમણે આ વર્ગીકરણપદ્ધતિ બે ખંડના બનેલા ‘Families des plantes’ (1763) નામના ગ્રંથમાં આપી છે. આ પદ્ધતિ ભૌતિક…

વધુ વાંચો >

એન્ટૅમીબા

એન્ટૅમીબા (Entamoeba) : સાર્કોડિના (sarcodina) વર્ગનો અમીબા જેવો, અનિશ્ચિત આકારનો પ્રજીવ. તે પ્રચલન તેમજ ખોરાક ગ્રહણ કરવા ખોટા પગોનો ઉપયોગ કરે છે. પાચન કોષાંતરીય પ્રકારનું. પ્રજનન બે રીતે : (1) અલિંગી દ્વિભાજન અને કોષ્ઠનિર્માણથી અને (2) લિંગી-સંયુગ્મનથી. જીવનચક્ર દરમિયાન બે અવસ્થાઓ : (1) સક્રિય ટ્રૉપોઝૉઇટ (Tropozoite) અવસ્થા (આ અવસ્થામાં તે…

વધુ વાંચો >

એન્ટેરો વિષાણુ

એન્ટેરો વિષાણુ (Entero-virus) : પિકાર્ના કુળના વિષાણુઓની એક પ્રજાતિ. આ વિષાણુઓ મનુષ્યના પાચનતંત્ર અને અન્ય ભાગને ચેપ લગાડે છે. આ વિષાણુઓનો વ્યાસ 20થી 30 ને.મી. જેટલો હોય છે. તેના પ્રભાવક (infective) કૅપ્સિડની રચના વીસ ફલકીય (icosahedral) હોય છે; જ્યારે તેના એકમો તરીકે આવેલા કૅપ્સોમિયરની સંખ્યા 32 જેટલી હોય છે. તેનો…

વધુ વાંચો >

એલ. ફૉર્મ (L. form)

એલ. ફૉર્મ (L. form) : ગ્રામધની (gram positive) કે ગ્રામઋણી (gram nagative) બૅક્ટેરિયાનું કોષદીવાલરહિત સ્વરૂપ. લંડનની લિસ્ટર ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન કરતાં ક્લીન બર્જર નામના નોબેલ વિજ્ઞાનીએ સૌપ્રથમ 1935માં Streptobacillus monitiformis બૅક્ટેરિયામાં એલ ફૉર્મની શોધ કરી હતી. લિસ્ટર વૈજ્ઞાનિકના નામ પરથી બૅક્ટેરિયાના આ રૂપાંતરિત સ્વરૂપને L – Form નામ આપવામાં આવ્યું છે.…

વધુ વાંચો >

કોઍગ્યુલેઝ કસોટી

કોઍગ્યુલેઝ કસોટી : વિશિષ્ટ જાતના બૅક્ટેરિયાથી થતી લોહીની જમાવટ (coagulation) તપાસવાની કસોટી. લોહીની જમાવટ કોઍગ્યુલેઝ ઉત્સેચકને લીધે થાય છે. આ ઉત્સેચકનું નિર્માણ સ્ટૅફિલોકૉકસ ઑરિયસ બૅક્ટેરિયા કરતા હોય છે. તેથી આ બૅક્ટેરિયાને ભાવાત્મક કોઍગ્યુલેઝ (coagulase-positive) તરીકે ઓળખવામાં આવે છે. સ્ટૅફિલોકૉકસ ઑરિયસને લીધે સસ્તન પ્રાણીઓ ગૂમડું કે ખરજવા જેવા રોગથી પીડાય છે…

વધુ વાંચો >

કોલસીન

કોલસીન : ઇ. કોલી અને અન્ય કૉલિફૉર્મ વર્ગના જીવાણુ દ્વારા ઉત્પન્ન થતો જીવાણુઘાતક, ઝેરી પદાર્થ. રાસાયણિક ર્દષ્ટિએ તે સાદો અથવા સંયુક્ત નત્રલ (પ્રોટીન) પદાર્થ છે. એક જીવાણુ દ્વારા ઉત્પન્ન થતું કોલસીન તે જીવાણુના ગાઢ સંબંધી એટલે કે તે જીવાણુની સાથે સામ્ય ધરાવતા અન્ય જીવાણુનો નાશ કરે છે. કોલસીનના અણુઓ અન્ય…

વધુ વાંચો >

ક્લૅમાયડિયા

ક્લૅમાયડિયા : ક્લૅમાયડિએસી કુળના બૅક્ટેરિયાની એક પ્રજાતિ. માનવસહિત અન્ય સસ્તનો અને પક્ષીઓમાં કોષાંત્રીય (intracellular) પરોપજીવી જીવન પસાર કરનાર આ સૂક્ષ્મ જીવો સામાન્યપણે વાઇરસ કરતાં સહેજ મોટા, જ્યારે સામાન્ય બૅક્ટેરિયા કરતાં નાના એટલે કે 0.2 mmથી 1.5 mm કદના હોય છે. ક્લેમાયડિયા અચલ, ગોળાકાર અને ગ્રામઋણી(gram negative) હોય છે અને તે…

વધુ વાંચો >

ક્ષારરાગીઓ

ક્ષારરાગીઓ (halophiles) : ઊંચી સાંદ્રતાવાળા ક્ષારયુક્ત માધ્યમમાં જીવવા માટે અનુકૂલન પામેલા બૅક્ટેરિયા. ક્ષારની સાંદ્રતા સહન કરવાની ર્દષ્ટિએ ક્ષારરાગી બૅક્ટેરિયાના ચાર પ્રકાર છે : (1) અલ્પ (slight) ક્ષારરાગી (મીઠાનું પ્રમાણ 1.2 %થી 3 %); દા.ત., દરિયાઈ સૂક્ષ્મ જીવો; (2) મધ્યમ ક્ષારરાગી (મીઠાનું પ્રમાણ 3 %થી 15 %); દા.ત., Vibrio costicola; (3)…

વધુ વાંચો >

ખૂણાવાળાં પર્ણટપકાં

ખૂણાવાળાં પર્ણટપકાં (angular leaf spots) : કપાસ, કેરી, તમાકુ વગેરેના પાકમાં બૅક્ટેરિયા દ્વારા થતો મહત્ત્વનો રોગ. પાનનાં વાયુરંધ્રો (stomata) દ્વારા અથવા તો કીટકોએ પાડેલાં કાણાં દ્વારા બૅક્ટેરિયા પાંદડાંમાં દાખલ થઈને શરૂઆતમાં પાણી-પોચાં ટપકાં કરે છે જે સમય જતાં સુકાઈને કથ્થાઈ કે કાળાં બને છે. ટપકાં મોટે ભાગે નસથી આગળ વધતાં…

વધુ વાંચો >

ગંધક જીવાણુઓ

ગંધક જીવાણુઓ (sulphur bacteria) : ગંધક અને ગંધકયુક્ત સંયોજનો પર પ્રતિક્રિયા કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓના વિવિધ પ્રકારોનો સમૂહ. કુદરતમાં ગંધક ચક્ર (sulphur cycle) માટે તે અગત્યના છે. પ્રોટીન તેમજ કોષમાંના વિવિધ એમીનો ઍસિડ જેવા કે સિસ્ટીન, સિસ્ટેઇન, મેથિઓનિન અને વિટામિન ‘બી’માં ગંધક રહેલો હોય છે. જીવાણુઓ દ્વારા તેમનું વિઘટન થતાં…

વધુ વાંચો >