પૂરવી ઝવેરી

સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.)

સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.) (જ. 10 મે 1930 વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ (CCD-સેન્સર–સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર  મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ જ્યૉર્જ સ્મિથ તથા વિલાર્ડ બૉઇલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ ચાર્લ્સ કે. કાઓને…

વધુ વાંચો >

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.)

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.) (જ. 14 સપ્ટેમ્બર 1951, લંડન, યુનાઇટેડ કિન્ગ્ડમ) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને માઇકલ…

વધુ વાંચો >

હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus)

હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus) (જ. 25 ઑક્ટોબર 1931, હૅમ્બર્ગ, જર્મની) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ ક્લાઉઝ હાસૅલ્માન તથા સ્યુકુરો માનાબેને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…

વધુ વાંચો >

હિગ્સ પીટર

હિગ્સ પીટર (Higgs, Peter) (જ. 29 મે, 1929, ન્યૂ કૅસલ અપૉન ટાઈન, યુનાઇટેડ કિંગ્ડમ) : હિગ્સ બોઝોન કણની શોધ-આગાહી માટે 2013નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રાન્સવા ઑન્ગ્લે સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અથવા તો વિભાજિત થયો હતો. પીટર હિગ્સે 1954માં કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા…

વધુ વાંચો >

હિન્ટન, જેફ્રી

હિન્ટન, જેફ્રી (Hinton, Geoffrey) (જ. 6 ડિસેમ્બર 1947, વિમ્બલડન, લંડન, યુનાઇટેડ કિંગ્ડમ) : કૃત્રિમ ચેતાતંતુની જાળ અથવા માળખા દ્વારા યંત્રશિક્ષણ (મશીન લર્નિંગ) શક્ય બન્યું, આ પાયાની શોધ અને આવિષ્કાર માટે 2024નો ભૌતિકશાસ્ત્રનો  નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જ્હૉન હૉપફિલ્ડ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જેફ્રી હિન્ટન બ્રિટિશ–કૅનેડિયન કમ્પ્યૂટર…

વધુ વાંચો >

હેરોચે, સર્જ (Haroche, Serge)

હેરોચે, સર્જ (Haroche, Serge) (જ. 11 સપ્ટેમ્બર 1944, કાસાબ્લાન્કા, મોરોક્કો) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સર્જ હેરોચે તથા ડેવિડ જે. વાઇનલૅન્ડને પ્રાપ્ત થયો હતો. સર્જ હેરોચેનાં માતા અને પિતા યહૂદી મૂળના હતાં.…

વધુ વાંચો >

હૉપફિલ્ડ, જ્હૉન જે.

હૉપફિલ્ડ, જ્હૉન જે. (Hopfield, John J.)  (જ. 15 જુલાઈ 1933, શિકાગો, ઇલિનૉય, યુ.એસ.એ.) : કૃત્રિમ ચેતાતંતુની જાળ અથવા માળખા દ્વારા યંત્રશિક્ષણ (મશીન લર્નિંગ) શક્ય બન્યું, આ પાયાની શોધ અને આવિષ્કાર માટે 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જેફ્રી હિન્ટન સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. જ્હૉન હૉપફિલ્ડનાં માતા-પિતા…

વધુ વાંચો >