પુરાતત્વ

એલન, જૉન

એલન, જૉન (જ. 8 ઑગસ્ટ 1884, સ્કોટલેન્ડ; અ. 29 ઑગસ્ટ 1955, એડિનબર્ગ, યુ. કે.) : ભારતીય સિક્કાશાસ્ત્ર અને સંસ્કૃતના અંગ્રેજ વિદ્વાન. એડિનબરો અને લિપઝિક વિશ્વવિદ્યાલયોમાં પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો. 1907માં તે બ્રિટિશ મ્યુઝિયમમાં જોડાયા અને ચાર દાયકા સુધી કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન તેમણે લંડનની સ્કૂલ ઑવ્ ઑરિયેન્ટલ ઍન્ડ…

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

કડિયો ડુંગર

કડિયો ડુંગર : ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે ભરૂચથી 57 કિમી. દૂર ક્ષત્રપકાલીન ગુફાઓવાળો 500 ફૂટ ઊંચો ડુંગર. ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલો એક સિંહસ્તંભ છે. આસપાસ ઈંટેરી સ્થાપત્યના અવશેષો છે. ગુજરાત રાજ્ય પુરાતત્વખાતા મારફત પ્રથમ વાર 1966-69માં તપાસ થયેલી. 1969-70માં રાજ્યરક્ષિત પ્રાચીન સ્મારક તરીકે જાહેર થયેલ. ડુંગર ઉપર…

વધુ વાંચો >

કથિક સંવત : જુઓ સંવત

કથિક સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કનિંગહૅમ ઍલેક્ઝાંડર (સર)

કનિંગહૅમ, ઍલેક્ઝાંડર (સર) (જ. 23 જાન્યુઆરી 1814, લંડન; અ. 28 નવેમ્બર 1893, લંડન) : ભારતીય પુરાતત્ત્વ ખાતાના પ્રથમ વડા તથા પ્રાચ્યવિદ્યા, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર અને પુરાવસ્તુવિદ્યાના જાણીતા વિદ્વાન. 1833માં ભારતના ભૂમિસૈન્યમાં ઇજનેર તરીકે જોડાયા તથા 1861માં મેજર જનરલના ઉચ્ચ હોદ્દા સાથે લશ્કરની સેવામાંથી નિવૃત્ત થયા. ભારત સરકાર હેઠળની તેમની સેવાના કાર્યકાળ…

વધુ વાંચો >

કમ્બોડિયા

કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965…

વધુ વાંચો >

કલચુરી સંવત : જુઓ સંવત

કલચુરી સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કલિયુગ સંવત : જુઓ સંવત

કલિયુગ સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

કસિયા

કસિયા : ઉત્તરપ્રદેશમાં દેવરિયા જિલ્લામાં આવેલું સ્થાન. પ્રાચીન નામ કુશીનગર. બૌદ્ધ ધર્મનાં મુખ્ય સ્થાનોમાં એની ગણના થાય છે. અહીં બુદ્ધ મહાનિર્વાણ પામ્યા હતા. શયનમુદ્રાની બુદ્ધની વિશાળ પ્રતિમાનાં અહીં દર્શન થાય છે. તેની નિકટ મોટા નિર્વાણ-સ્તૂપ તથા જૂના વિહારો અને મંદિરોના ભગ્નાવશેષો નજરે પડે છે. અહીં બુદ્ધની શ્યામશિલામાં કંડારેલી મધ્યકાલીન મૂર્તિ…

વધુ વાંચો >

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)

કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972, મુંબઈ) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા. તેમણે…

વધુ વાંચો >