પુરાતત્વ
રસેલ ગુફા
રસેલ ગુફા : યુ. એસ.ના ઈશાન ભાગમાં આવેલી રાષ્ટ્રીય સ્મારકરૂપ ગુફા. તે આલાબામા-ટેનેસી સીમાની નજીકમાં દક્ષિણે બ્રિજ પૉર્ટથી વાયવ્યમાં માત્ર 6 કિમી.ને અંતરે આવેલી છે. તે 1953માં શોધાયેલી. તેની લંબાઈ 64 મીટર, પહોળાઈ 32 મીટર અને ઊંચાઈ 8 મીટર જેટલી છે. તેમાંથી ઈ. પૂ. 7000 વર્ષના અરસામાં માનવવસ્તી ત્યાં રહેતી…
વધુ વાંચો >રંગપુર
રંગપુર : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુકભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 71° 58´ પૂ. રે. . તે લીંબડીથી ઈશાનકોણમાં અને નળસરોવરથી 24 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અવશેષો માટે જાણીતું બન્યું છે. 1931માં લીંબડી-ધંધુકા માર્ગનું બાંધકામ હાથ…
વધુ વાંચો >રાઠોડ, રામસિંહજી
રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…
વધુ વાંચો >રાલ્ફ લિંટન
રાલ્ફ લિંટન (જ. 1893; અ. 1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ પુરાતત્વવિદ તરીકે કર્યો. તેમને 1920-22 દરમિયાન માર્કેસઝ ટાપુ (Marquesas Island) પર મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ટાપુ પર રહેતા લોકો વિશે રસ જાગ્યો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રમાં જોડાયા. ત્યારપછી તેમણે નૃવંશશાસ્ત્રમાં ખાસ કરીને વ્યક્તિત્વ, સામાજિક સંરચના, સાંસ્કૃતિક…
વધુ વાંચો >રાવ, એસ. આર.
રાવ, એસ. આર. (જ. 1922) : ભારતના જાણીતા પુરાતત્વવિદ. મૈસૂર યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું. 1947માં વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. 1948માં આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. સિંધુ સંસ્કૃતિનાં લગભગ 50 સ્થળોની શોધનો યશ તેમને જાય છે. વિશેષ કરીને ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલની એમની શોધ નોંધપાત્ર…
વધુ વાંચો >રુપર
રુપર : પંજાબના અંબાલા જિલ્લામાં સતલજ નદીના કાંઠે આવેલું હડપ્પાકાલીન સભ્યતાનું એક નોંધપાત્ર કેન્દ્ર. આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના આશ્રયે ડૉ. વાય. ડી. શર્માના માર્ગદર્શન નીચે 195૩થી 1955 દરમિયાન અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હડપ્પાકાલથી માંડીને મુઘલકાલ સુધીના પુરાવશેષો અહીંથી પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલથી વર્તમાનકાલ સુધીના જુદા જુદા છ સ્તર અવશેષોને…
વધુ વાંચો >રૈવતક
રૈવતક : પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રમાં આવેલો પર્વત. ‘મહાભારત’ના આદિપર્વમાં એને પ્રભાસ તથા દ્વારકા પાસે આવેલો જણાવ્યો છે. ‘હરિવંશ’માં રૈવતકને દ્વારકાની પૂર્વ દિશામાં જણાવ્યો છે. આ રૈવતક જૂનાગઢથી ઘણો દૂર આવેલો હોવાનું સ્પષ્ટ છે. જૂનાગઢ પાસે આવેલા ગિરનારને અગાઉ ઊર્જયત્ ઉજ્જયંત કહેતા. જૈન અનુશ્રુતિ પણ તીર્થંકર નેમિનાથના સંદર્ભમાં ઉજ્જયંત અને રૈવતકને…
વધુ વાંચો >રોઝડી
રોઝડી : હરપ્પીય સંસ્કૃતિની ગુજરાતના રાજકોટ જિલ્લાની વસાહત. દેશના ભાગલા પડ્યા તે પહેલાં સૌરાષ્ટ્રમાં હરપ્પીય સંસ્કૃતિની એક જ વસાહત પ્રકાશમાં આવી હતી, જે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર પાસે આવેલી હતી. હરપ્પા અને મોહેં-જો-દડો પાકિસ્તાનમાં હોઈ, ભારતના પ્રદેશોમાં હરપ્પીય સંસ્કૃતિની વસાહતો શોધવાનું યોજાયું. 1954માં અમદાવાદ જિલ્લામાં લોથલની વસાહત શોધાઈ ને આગળ જતાં…
વધુ વાંચો >લક્ષ્મણસેન સંવત
લક્ષ્મણસેન સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >લલિતપત્તન
લલિતપત્તન : નેપાળમાં આવેલું પ્રાચીન શહેર. તે અત્યારે ‘પાટણ’ તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરમાંથી લિચ્છવી શાસકોના કેટલાક અભિલેખો મળ્યા છે. નેપાળમાં લિચ્છવીઓના શાસનકાળ દરમિયાન આ શહેરનું ઘણું મહત્વ હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી
વધુ વાંચો >