પુરાતત્ત્વ

અગ્રવાલ, ડી. પી.

અગ્રવાલ, ડી. પી. (જ. 15 માર્ચ 1933, અલ્મોડા, હાલનું ઉત્તરાખંડ) : જાણીતા પુરાતત્ત્વવિદ્. નામ ધરમપાલ. પુરાતત્ત્વવિદ્યાનો ડિપ્લોમા તથા એ વિષયમાં પીએચ.ડી. ઉપાધિ મેળવી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા. 1973માં અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(Physical Research Laboratory)માં સ્થળાંતર કર્યું. એમણે પુરાતત્ત્વવિષયક છ પુસ્તકો લખ્યાં છે જેમાં મુખ્ય છે : ‘પ્રાચીન…

વધુ વાંચો >

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર…

વધુ વાંચો >