પીયૂષ વ્યાસ

ગૅબલ, ક્લાર્ક

ગૅબલ, ક્લાર્ક (જ. 1 ફેબ્રુઆરી 1901, કૅડીઝ, ઓહાયો, યુ.એસ.; અ. 16 નવેમ્બર 1960, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : હૉલિવુડના વિખ્યાત અમેરિકન ચલચિત્ર અભિનેતા. તેલના વ્યાપારીના આ પુત્ર શરૂઆતમાં પ્રવાસી થિયેટર ગ્રૂપમાં એક સામાન્ય સેલ્સમૅન હતા. નાટકના તખતાથી તેમની કારકિર્દી શરૂ થઈ ને તેમને ધીમે ધીમે હૉલિવુડ સુધી ખેંચી ગઈ. ત્રીસ…

વધુ વાંચો >

ગૉડફાધર, ધ

ગૉડફાધર, ધ : રાજકીય, સામાજિક અને નૈતિક વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતી બહુચર્ચિત લોકપ્રિય અમેરિકન ફિલ્મ. પૅરેમાઉન્ટ પિક્ચર્સ દ્વારા પ્રથમ 1972માં નિર્મિત તથા ફ્રાન્સિસ ફૉર્ડ કોપોલા દ્વારા દિગ્દર્શિત આ ચલચિત્રની કથાના કેન્દ્રસ્થાને બે હરીફ માફિયા ટોળીઓ છે. આમાં કાર્લિયન કુટુંબના વડા તરીકે ડૉન વિટો છે. જે લોકો કે સંસ્થાઓને રાજકીય…

વધુ વાંચો >

ગોદાર્દ, ઝાં-લૂક

ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું. પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ…

વધુ વાંચો >

ગોધૂલિ

ગોધૂલિ : ભારતીય સંસ્કૃતિમાં મહત્વ પામેલ ગાયના મહિમા વિશેની ફિલ્મ. ગ્રામજીવનની સંસ્કૃતિ અને શહેરની ‘સભ્યતા’ વચ્ચેનું અંતર પણ આમાં જોવા મળે છે. હેતુપુર:સર નિર્માણ થયેલી આ ફિલ્મ સાથે બુદ્ધિજીવીઓનો એક મોટો વર્ગ સંકળાયેલો છે. ફિલ્મનિર્માણને લગતી વિગતો આ પ્રમાણે છે : નિર્માણસંસ્થા : મહારાજા મૂવીઝ; નિર્માણવર્ષ : 1977; પટકથા-દિગ્દર્શન :…

વધુ વાંચો >

ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ, ધ

ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ, ધ : ચાર્લ્સ ડિકન્સની ખ્યાતનામ સાહિત્યિક કૃતિ પર આધારિત ઑસ્કારવિજેતા ચલચિત્ર. નિર્માણવર્ષ 1947. નિર્માતા-દિગ્દર્શક ડેવિડ લિન. ફિલ્મના મુખ્ય પાત્ર પિપ તરીકે જ્હૉન મિલ્સ, બાળક પિપ તરીકે ઍન્થની વેજર, નાયિકા એસ્ટેલા તરીકે વાલેરી હૉબ્સન, બાળ એસ્ટેલા તરીકે ખ્યાતનામ બ્રિટિશ અભિનેત્રી જિન સિમન્સ, મૅગવિચના પાત્રમાં ફિનલે કરી, મિસ હાવિશમ તરીકે…

વધુ વાંચો >

ગ્રેટ ડિક્ટેટર, ધ

ગ્રેટ ડિક્ટેટર, ધ : ચાર્લી ચૅપ્લિનની પહેલી સવાક ફિલ્મ. નિર્માણ-સંસ્થા : યુનાઇટેડ આર્ટિસ્ટ. નિર્માણવર્ષ : 1940. નિર્માતા-દિગ્દર્શક-પટકથાલેખક : ચાર્લી ચૅપ્લિન. સંગીત : મેરેડિથ વિલ્સન. કલાકારો : ચાર્લી ચૅપ્લિન, પાઉલેટી ગોદાર્દ, જૅક ઓકી, રેજિનાલ્ડ ગાર્ડિનર, હેન્રી ડૅનિયલ, બિલી ગિલ્બર્ટ. આ પહેલી ફિલ્મ છે, જેની પટકથા અગાઉથી ચૅપ્લિને લખી હતી. બે દાયકાની…

વધુ વાંચો >

ઘટક, ઋત્વિક

ઘટક, ઋત્વિક (જ. 4 નવેમ્બર 1925, ઢાકા; અ. 6 ફેબ્રુઆરી 1976, કૉલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રસર્જક. સામાજિક ક્રાંતિ માટે ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરનાર ડાબેરી વિચારસરણી ધરાવતા આ ફિલ્મસર્જકનાં જીવન અને કાર્ય પર તત્કાલીન રાજકીય ઘટનાઓની ઘેરી અસર થઈ હતી. ઘટક યુવાન હતા ત્યારે તેમનું કુટુંબ ઢાકાથી કૉલકાતા આવ્યું. 1943થી 1945ના…

વધુ વાંચો >

ઘટશ્રાદ્ધ

ઘટશ્રાદ્ધ : વિશિષ્ટ પ્રકારની કન્નડ ફિલ્મ. નિર્માણવર્ષ 1977, પટકથા-દિગ્દર્શન : ગિરીશ કાસરવલ્લિ; સંગીત : બી. વી. કારંથ; પ્રમુખ કલાકારો : પીના કુતપ્પા, અજિતકુમાર, નારાયણ ભાટ, રામકૃષ્ણ અને શાંતા. આ ચલચિત્ર જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા યુ. આર. અનંતમૂર્તિની એક ટૂંકી વાર્તા પર આધારિત છે. બ્રાહ્મણ સમાજમાં જીવિત વ્યક્તિ માટે મૃત્યુ-સંસ્કાર કરવામાં આવે…

વધુ વાંચો >

ઘોષ, ગૌતમ

ઘોષ, ગૌતમ (જ. 24 જુલાઈ 1950, કોલકાતા) : વિખ્યાત ભારતીય ફિલ્મસર્જક. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી થોડો સમય થિયેટરમાં અને થોડો સમય ફોટો-જર્નાલિસ્ટ તરીકે તે સક્રિય રહ્યા. 1973થી તેમણે દસ્તાવેજી ફિલ્મો બનાવવાની શરૂ કરી. 1973ની ‘ન્યૂ અર્થ’ અને 1974ની ‘હંગ્રી ઑટમ’ને ઑબરહોસેન અને લાઇપ્ઝિગના ફિલ્મ મહોત્સવમાં પારિતોષિકો પ્રાપ્ત…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >