પીયૂષ વ્યાસ

ઑસ્કાર એવૉર્ડ

ઑસ્કાર એવૉર્ડ : ચલચિત્રજગતમાં શ્રેષ્ઠ પ્રદાન માટે દર વર્ષે એનાયત કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રથમ કક્ષાના ગૌરવવંતા એવૉર્ડ. સ્થાપના અમેરિકામાં 1929માં. વર્ષ – દરમિયાન રજૂ થયેલી ફિલ્મોમાંથી ઉત્તમ ફિલ્મોની પસંદગી કરીને એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ તરફથી પારિતોષિક રૂપે જે સુવર્ણપ્રતિમા આપવામાં આવે છે તેને ‘ઑસ્કાર’ નામે ઓળખવામાં…

વધુ વાંચો >

ઑસ્ટિન, ફ્રાંઝ

ઑસ્ટિન, ફ્રાંઝ (જ. 23 ડિસેમ્બર 1876, મ્યુનિખ; અ. 2 ડિસેમ્બર 1956, જર્મની) : સુપ્રસિદ્ધ જર્મન ફિલ્મસર્જક. મૂંગી ફિલ્મોના જમાનામાં સંઘર્ષ કરી ચૂકેલા પણ પછી વીસરાઈ ગયેલા ફિલ્મસર્જકોમાંના એક ફ્રાંઝ ઑસ્ટિન છે. તે હિમાંશુ રાયની જાણીતી ફિલ્મ ‘લાઇટ ઑવ્ એશિયા’ના દિગ્દર્શક હતા. 1937માં તેમણે બોલતી ફિલ્મ ‘અછૂત કન્યા’નું દિગ્દર્શન કર્યું હતું.…

વધુ વાંચો >

કર્નાડ ગિરીશ રઘુનાથ

કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

કલિયુગ

કલિયુગ (1981) : લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ફિલ્મવાલાઝ; નિર્માતા : શશી કપૂર; દિગ્દર્શક : શ્યામ બેનેગલ; સંગીત : વનરાજ ભાટિયા; છબીકલા : ગોવિંદ નિહલાની; પટકથા : ગિરીશ કર્નાડ, શ્યામ બેનેગલ; સંવાદ : પંડિત સત્યદેવ દુબે; ધ્વનિ-મુદ્રણ : હિતેન્દ્ર ઘોષ; સંકલન : ભાનુ દાસ; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

કારંથ, બી. વી.

કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા. નાટ્યનિર્માણ અને ભજવણીના સઘન સંસ્કાર તેમને અહીં સાંપડ્યા. પણ નાટ્યપ્રવૃત્તિનું આ…

વધુ વાંચો >

કાસરવલ્લી, ગિરીશ

કાસરવલ્લી, ગિરીશ (જ. 1949, કાસરવલ્લી, કર્ણાટક) : કન્નડ સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના અપાવનાર કન્નડ ફિલ્મસર્જક. ધાર્મિક, સંસ્કારી ખેડૂત પિતાનું એ ત્રીજું સંતાન હતા. ફાર્મસીમાં ઊંડા રસના કારણે 1971માં ફાર્મસીની ડિગ્રી સાથે સ્નાતક થયા. હૈદરાબાદમાં આવેલી ઇન્ડિયન ડ્રગ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તાલીમ માટે પ્રવેશ લીધો. પરંતુ થિયેટર અને ફિલ્મો…

વધુ વાંચો >

કિન્સકી ક્લાઉસ

કિન્સકી, ક્લાઉસ (જ. 1926, ઝોપોટ, પૉલેન્ડ; અ. 19 નવેમ્બર 1991) : વિખ્યાત જર્મન ચલચિત્રઅભિનેતા. મૂળ નામ ક્લાઉસ ગુન્થરે નાક્ઝીન્સ્કી. પિતા ઑપેરા-ગાયક. 16 વર્ષની વયે જર્મનીના લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ લશ્કરે તેમને યુદ્ધબંદી બનાવ્યા. યુદ્ધની સમાપ્તિ પછી રંગમંચના કલાકાર તરીકે તેમણે જર્મન અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ કરી. શરૂઆતમાં તેમને…

વધુ વાંચો >

કિંગ્સલી, બેન

કિંગ્સલી, બેન (જ. 1944) : ઍંગ્લો-બ્રિટિશ ચલચિત્ર-અભિનેતા. મૂળ નામ ક્રિશ્ના બાનજી. માતા ભારતીય મૂળનાં તો પિતા ઇંગ્લૅન્ડના મૂળ વતની. 1972માં નિર્મિત ‘ફિયર ઇઝ ધ કી’ ફિલ્મથી અભિનય-કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી 1990 સુધીમાં કુલ દસ ફિલ્મોમાં ભૂમિકા ભજવી. પસંદગીની ભૂમિકાઓ જ સ્વીકારવાના આગ્રહી હોવાથી અત્યાર સુધી જૂજ ફિલ્મોમાં અભિનય કર્યો…

વધુ વાંચો >

કીટન બસ્ટર

કીટન, બસ્ટર (જ. 1895; અ. 1966) : અમેરિકન હાસ્યનટ. મૂળ નામ જોસેફ ફ્રાન્સિસ કીટન. મૂક અમેરિકન ફિલ્મોના યુગના આ વિદૂષક અથાગ પરિશ્રમના પરિણામે વિશ્વભરમાં ઉચ્ચ કોટિના હાસ્યનટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા છે. તેમના ભાવવિહીન ચહેરાના કારણે શરૂઆતમાં ફિલ્મોમાં કામ મળ્યું નહિ. ફિલ્મોમાં તક મળતાં જ તેમના મુખ અને તેમની…

વધુ વાંચો >

કુબ્રિક સ્ટેન્લી

કુબ્રિક, સ્ટેન્લી (જ. 26 જુલાઈ 1928, ન્યૂયૉર્ક) : અમેરિકન ફિલ્મસર્જક. શરૂઆતનું શિક્ષણ ન્યૂયૉર્ક શહેરની જાહેર શાળામાં લીધું. 1945માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીની સિટી કૉલેજમાં સાંજના વર્ગોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પ્રથમ લગ્ન 1947માં તોબા મેટ્ઝ સાથે જેનો 1952માં અંત આવ્યો. 1952માં રુથ સોલોત્કા નામની નર્તકી સાથે લગ્ન કર્યાં. તેનાથી કૅથેરિનનો જન્મ થયો. ત્યારબાદ…

વધુ વાંચો >