પારુલ માંકડ
લોલ્લટ
લોલ્લટ : નવમી સદીમાં થઈ ગયેલા કાશ્મીરી આલંકારિક અને ટીકાકાર. ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ પર સંસ્કૃતમાં ટીકાના રચયિતા તરીકે લોલ્લટ જાણીતા છે. કમનસીબે તેમની એ ટીકા ઉપલબ્ધ નથી. ફક્ત અનુગામી ટીકાકારોએ તેમના મતોનું ખંડન કરવા આપેલાં તેમની ટીકાનાં ઉદ્ધરણો જ આપણને મળે છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સંકેત’ નામની ટીકા લખનારા માણિક્યચંદ્રે…
વધુ વાંચો >વિશ્વામિત્ર
વિશ્વામિત્ર : પ્રાચીન ભારતના વેદપ્રસિદ્ધ ઋષિ. વાલ્મીકિ રામાયણ અનુસાર વિશ્વામિત્રનો વંશક્રમ છે પ્રજાપતિ-કુશ-કુશનામ-ગાથિન-વિશ્વામિત્ર. આરણ્યક ગ્રંથોમાં ‘વિશ્વનો મિત્ર તે વિશ્વામિત્ર’ એવી વ્યુત્પત્તિ આપવામાં આવી છે. કાન્યકુબ્જ દેશના કુશિક નામના પ્રખ્યાત કુળમાં એમનો જન્મ થયો હતો. રાજવંશી હોવા છતાં તેમણે ‘બ્રાહ્મણત્વ’ પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો હતો. આથી જ્ઞાનોપાસના, તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા અંતે…
વધુ વાંચો >વિશ્વેદેવા
વિશ્વેદેવા : પ્રાચીન ભારતીય વૈદિક યજ્ઞમાં આવતો દેવસમૂહ. આ સમૂહની વિશ્વેદેવા રૂપે પૂજા થાય છે. ભાષાશાસ્ત્રની દૃદૃષ્ટિએ ‘વિશ્વેદેવા’ શબ્દ સામાસિક નથી, પરંતુ विश्वे + देवा એ બંને શબ્દો મળીને એ બન્યો છે અને એ રીતે સંયુક્ત શબ્દ છે. આથી એને ‘સર્વદેવ’ એમ પણ નામભેદે કહેવાય છે. ઋગ્વેદમાં એના 40થી પણ…
વધુ વાંચો >વૈશમ્પાયન
વૈશમ્પાયન : મહાભારતકાલીન કૃષ્ણ યજુર્વેદ પ્રવર્તક ઋષિ અને મહર્ષિ વ્યાસના શિષ્ય. તેઓ ‘વિશમા’ના વંશજ હોવાથી વૈશમ્પાયન કહેવાયા. વ્યાસના ચાર વેદપ્રવર્તક શિષ્યો(સુમન્તુ, પૈલ અને જૈમિનિ)માંના એક. કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય સંહિતાના જનક. ઋગ્વેદનાં નવાં અર્થઘટનોમાં તેમનું પ્રદાન છે. વૈશમ્પાયને 86 સંહિતાઓ રચી અને યાજ્ઞવલ્ક્ય સહિત 86 શિષ્યોમાં વહેંચી દીધી. વૈશમ્પાયનને તેમના શિષ્ય…
વધુ વાંચો >વ્યાસ
વ્યાસ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા મહર્ષિ. ભગવાન વેદવ્યાસ તરીકે વિખ્યાત. ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે પણ સુશ્રુત. મહર્ષિ પરાશરના પુત્ર. માતાનું નામ સત્યવતી અથવા કાલી. કાલીના પુત્ર હોવાથી ‘કૃષ્ણ’ કહેવાયા અથવા શ્યામવર્ણના હોવાથી કૃષ્ણ કહેવાયા. એમનો જન્મ યમુનાદ્વીપમાં થયો હતો એટલે ‘દ્વૈપાયન’ કહેવાયા. આથી ‘કૃષ્ણદ્વૈપાયન’ વ્યાસ તરીકે પરંપરામાં ઓળખાય છે.…
વધુ વાંચો >શતકકાવ્યો
શતકકાવ્યો : સો શ્ર્લોકો ધરાવતો સંસ્કૃત કાવ્ય-પ્રકાર. ઉપલબ્ધ સામગ્રી અનુસાર સંસ્કૃત સાહિત્યમાં ‘શતક’ કાવ્યની પરંપરા ઈ. સ.ની 7મી સદીથી આરંભાય છે. ‘શતક’ એટલે સો કે તેથી થોડાં વધારે પદ્યોવાળું કાવ્ય. શતકમાં ઓછામાં ઓછાં 100 પદ્યો તો હોય જ. શતક કોઈ નિશ્ચિત વિષયને અનુલક્ષીને પણ રચાયું હોય અથવા જેને ‘મુક્તક’ કહેવાય…
વધુ વાંચો >શ્રીકંઠ
શ્રીકંઠ : સંસ્કૃત ભાષાના કવિ અને પંડિત. શ્રીકંઠ ઉદીચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ મંગલ હતું. મંગલ સદ્ગુણોના ભંડાર, શ્રેષ્ઠ બ્રાહ્મણ અને વિષ્ણુભક્ત હતા. કવિ શ્રીકંઠ મૂળ દક્ષિણ ભારતીય હશે એવું કેટલાક વિદ્વાનો માને છે. અલબત્ત, ગુજરાત તેમની કર્મભૂમિ હતી એ નિ:શંક છે. પોતાની જાતને તેઓ ‘કાવ્યકલાકુશલ કવિ’ તરીકે ઉલ્લેખે…
વધુ વાંચો >સટ્ટક અને સટ્ટક-સાહિત્ય
સટ્ટક અને સટ્ટક-સાહિત્ય : પ્રાચીન ભારતીય નાટ્યપ્રકાર અને તે નાટ્યપ્રકારનું સાહિત્ય. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર કાવ્યના બે મુખ્ય પ્રકારો છે : દૃશ્યકાવ્ય અને શ્રવ્યકાવ્ય. દૃશ્યકાવ્યમાં રૂપકો અને ઉપરૂપકોનો, જ્યારે શ્રવ્યકાવ્યમાં મહાકાવ્યથી માંડીને મુક્તક સુધીના કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. નાટકાદિ રૂપકોમાં રસનું પ્રાધાન્ય હોય છે, જ્યારે નાટિકાદિ ઉપરૂપકોમાં તાલ અને લય-આશ્રિત નૃત્ત…
વધુ વાંચો >સાહિત્યમીમાંસા
સાહિત્યમીમાંસા : ભારતીય અલંકારશાસ્ત્રનો આચાર્ય રુય્યકે રચેલો ગ્રંથ. આ કૃતિનો ઉલ્લેખ સ્વયં રુય્યકે તેમની જ કૃતિ ‘અલંકારસર્વસ્વ’ અને ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાનમાં’ કર્યો છે. વિદ્યાનાથે ‘પ્રતાપરુદ્ર-યશોભૂષણ’માં લેખકના નામોલ્લેખ વગર પ્રસ્તુત કૃતિનો ઉલ્લેખ કર્યો છે. ‘સાહિત્યમીમાંસા’નું પ્રકાશન ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત સિરીઝમાં ઈ. સ. 1934માં થયું છે, તેમાં વચ્ચે ઘણુંબધું છૂટી ગયું છે. હસ્તપ્રતમાં પણ ખામી…
વધુ વાંચો >સાહિત્યશાસ્ત્ર
સાહિત્યશાસ્ત્ર : સાહિત્યનું વિવેચન કરતું શાસ્ત્ર. શબ્દ અને અર્થનો સહભાવ એટલે સાહિત્ય. સાહિત્યમાં વ્યાપક સંદર્ભે સર્વ શાસ્ત્રો, કાવ્યો, ટીકાગ્રંથો ઇત્યાદિનો સમાવેશ થાય છે; પરંતુ કાવ્ય-નાટ્યના સંદર્ભમાં અથવા તો સર્જનાત્મક ગ્રંથોના સંદર્ભમાં શબ્દ અને અર્થનો ઉચિત, રમણીયાર્થવાળો વિન્યાસ જે અલંકાર, ગુણ અને રસયુક્ત શબ્દાર્થનો પ્રતિપાદક હોય તે સાહિત્ય. સાહિત્યનું વિવેચન કરતું…
વધુ વાંચો >