પાંડુરંગ રાવ
કૃષ્ણદેવરાય
કૃષ્ણદેવરાય (જ. 17 જાન્યુઆરી 1471, વિજયનગર, હાલનું હમ્પી, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1529, વિજયનગર, હાલનું હમ્પી, કર્ણાટક) : સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન વિજયનગરમાં થયેલ મહાપ્રતાપી રાજા. વીર નરસિંહદેવરાયના સાવકા ભાઈ કે પુત્ર કૃષ્ણદેવરાય 8 ઑગસ્ટ 1509ના રોજ વિજયનગરની ગાદીએ આવ્યા. તેમણે 1510માં બિજાપુરના આદિલશાહ અને બીદરના સંયુક્ત લશ્કરને હાર આપી.…
વધુ વાંચો >કૃષ્ણમાચારી ધર્માવવિરમ્
કૃષ્ણમાચારી ધર્માવવિરમ્ (જ. 22 નવેમ્બર 1852, ધર્માવરમ્; અ. 30 નવેમ્બર 1913, આલુર) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના તેલુગુ ભાષાના ખ્યાતનામ નાટકકાર. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વેલ્લરીમાં, ઉચ્ચશિક્ષણ હૈદરાબાદમાં. એમણે તેલુગુ નાટ્યસાહિત્યને એક નવો જ વળાંક આપ્યો. એમણે એમનાં નાટકોમાં યક્ષગાન શૈલીનો પ્રયોગ કર્યો અને નાટકમાં પ્રસંગાનુરૂપ ગીતોનો પણ સમાવેશ કર્યો. એમણે…
વધુ વાંચો >કૃષ્ણશતકમ
કૃષ્ણશતકમ (ચૌદમું શતક) : તેલુગુ વૈષ્ણવ કવિતામાં મહત્વનું સ્થાન ધરાવતું કાવ્ય. રચયિતા કવનલૈ ગોપન્ના. કાવ્ય સો શ્લોકોમાં રચાયેલું છે. એમાં બાળપણથી માંડીને વૈકુંઠ પ્રયાણ સુધીના શ્રીકૃષ્ણના જીવનના મહત્વના પ્રસંગો સંક્ષેપમાં નિરૂપાયા છે. અનેકાનેક પ્રસંગોમાંથી વિવેકપૂર્ણ ચયન કરીને, કાવ્યમાં સાતત્ય જળવાઈ રહે એ રીતે નિરૂપણ કરવું એ કઠિન કાવ્ય કવિ સફળતાથી…
વધુ વાંચો >કૃષ્ણશાસ્ત્રી ડી. વી.
કૃષ્ણશાસ્ત્રી ડી. વી. (જ. 1 નવેમ્બર 1897, પિથાપુરમ્, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર; અ. 24 ફેબ્રુઆરી 1980, ચેન્નાઈ) : તેલુગુ લેખક અને કવિ. ઉચ્ચ શિક્ષણ ચેન્નાઇમાં લીધું. ત્યાંથી 1918માં બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની નોકરી કરી અને 1925માં કાકીનાડા કૉલેજમાં તેલુગુના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા.…
વધુ વાંચો >ગોન યુદ્ધા રેડ્ડી
ગોન યુદ્ધા રેડ્ડી : પ્રસિદ્ધ તેલુગુ લેખક અડિવિ બાપ્પીરાજુની નવલકથા તથા મુખ્ય પાત્રનું નામ. ગોન રેડ્ડી કાકતીય સામ્રાજ્યનો સેનાપતિ હતો. એ ઐતિહાસિક નાયકના ચરિત્રને આધારે નવલકથાની રચના થઈ છે. સ્વાભાવિક રીતે આ ચરિત્રપ્રધાન નવલકથા છે. ગોન રેડ્ડીએ યુદ્ધકૌશલથી યુદ્ધો જીતેલાં એ તો ખરું જ, પણ એ મુત્સદ્દીગીરીમાં પણ એટલો જ…
વધુ વાંચો >ગોવિંદન્
ગોવિંદન્ (જ. 1919, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે ગંતુર નગરમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ લીધેલું. બી.એ.ની પરીક્ષામાં પાસ થતાં જ તેમણે સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધેલી અને એમાં આગળ વધતાં ઊંચી પાયરીએ પહોંચેલા. પણ નોકરી એમના સાહિત્યિક સર્જનમાં બાધારૂપ લાગતાં એમણે તે છોડીને પોતાનો બધો સમય લેખનપ્રવૃત્તિ માટે ફાળવ્યો. એમણે…
વધુ વાંચો >