પરંતપ પાઠક

અંતરીક્ષ સંસ્થાઓ — વિવિધ દેશોની

અંતરીક્ષ સંસ્થાઓ — વિવિધ દેશોની શરૂઆતથી જ અંતરીક્ષ પ્રવૃત્તિઓ સાથે રાજકીય પાસું ગાઢ રીતે સંકળાયેલું છે. આનું કારણ એ છે કે જે રાષ્ટ્ર શક્તિશાળી હોય અને જેણે અત્યંત ઉચ્ચ ટૅકનૉલૉજી વિકસિત કરીને હસ્તગત કરી હોય તે જ તેના ઉપગ્રહો જાતે તૈયાર કરીને અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. ઉપગ્રહ-આધારિત…

વધુ વાંચો >

આઇ. એસ. ઈ. ઈ.

આઇ. એસ. ઈ. ઈ. (ISEE) (International Sun-Earth Explorer) : ‘ઇન્ટરનૅશનલ સન-અર્થ એક્સપ્લૉરર’ અથવા ISEE શ્રેણીના ત્રણ ઉપગ્રહો ‘ઇન્ટરનૅશનલ મૅગ્નેટોસ્ફિયર સ્ટડી’ના એક ભાગ રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા. ISEE-1 અને -3 ‘નાસા’ દ્વારા અને ISEE-2 ‘ESA’ (European Space Agency) દ્વારા બનાવવામાં આવ્યા હતા. 1977-78 દરમિયાન આ ત્રણે ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા…

વધુ વાંચો >

આઇ. યુ. ઈ.

આઇ. યુ. ઈ. (International Ultraviolet Explorer I.U.E.) : અમેરિકા, ગ્રેટબ્રિટન અને યુરોપના સંયુક્ત પ્રયાસથી તૈયાર કરાયેલો એક ઉપગ્રહ. 26 જાન્યુઆરી 1978ના રોજ 36,000 કિમી.ની ઊંચાઈએ ભૂસમક્રમિક ભ્રમણકક્ષામાં તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 710 પશ્ચિમ રેખાંશ ઉપર ‘સ્થિર’ રાખવામાં આવેલા આ ઉપગ્રહ સાથે અમેરિકા અને યુરોપનાં ભૂમિ-મથકો સતત સંપર્ક રાખી શકતાં…

વધુ વાંચો >

આઇરાસ

આઇરાસ (Infrared Astronomical Satellite – IRAS) : પાર-રક્ત ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે અમેરિકા, બ્રિટન અને નેધરલૅન્ડ્ઝના સંયુક્ત પ્રયાસથી તૈયાર થયેલ ઉપગ્રહ. 25 જાન્યુઆરી, 1983ના રોજ 900 કિમી. ઊંચાઈએ સૂર્ય-સમક્રમિક ભ્રમણકક્ષામાં તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેમાં રાખવામાં આવેલું દૂરબીન પ્રવાહી હીલિયમની મદદથી 30 કેલ્વિન અથવા -2700 સે. તાપમાને રાખવામાં આવ્યું હતું,…

વધુ વાંચો >

આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન

આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન :  (જ. 5 ઑગસ્ટ 1930, વાપાકોનેટા ઓહાયો, યુ. એસ.; અ. 25 ઑગસ્ટ 2012, સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.) : ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ. 16 વર્ષની ઉંમરે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમનો પર્ડુ યુનિવર્સિટીનો વૈમાનિક ઇજનેરીનો અભ્યાસક્રમ કોરિયા યુદ્ધને કારણે 1950માં અટક્યો. આ…

વધુ વાંચો >

આર્યભટ (ઉપગ્રહ)

આર્યભટ : ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ. ‘આર્યભટ’ સોવિયેત રશિયાના ટૅકનિકલ સહકારથી ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ISRO) દ્વારા બૅંગાલુરુમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સોવિયેત રશિયાના અંતરીક્ષમથકેથી, સોવિયેત રૉકેટ ઇન્ટરકૉસ્મૉસની મદદથી 19 એપ્રિલ, 1975ના રોજ ‘આર્યભટ’ 600 કિમી.ની લગભગ વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ‘આર્યભટ’ લગભગ 96 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા…

વધુ વાંચો >

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ

ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) : ભાવિ પર્યાવરણ અંગે વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરતી સંસ્થા; જેને 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. આ નોબેલ પુરસ્કારમાં અમેરિકાના પૂર્વ ઉપપ્રમુખ આલ્બર્ટ આર્નોલ્ડ ગોર સહભાગી હતા. 1988 દરમિયાન ધ ઇન્ટર-ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(IPCC)ની સ્થાપના યુનાઇટેડ નૅશન્સ ઍન્વાયરન્મૅન્ટ પ્રોગ્રામ (UNEP) અને વર્લ્ડ…

વધુ વાંચો >

ઇન્સેટ-1 અને 2

ઇન્સેટ-1 અને 2 (Indian National Satellite – INSAT) : ઉપગ્રહો(ઇન્સેટ-1 એ, બી, સી અને ડી)માંનો પ્રથમ ઉપગ્રહ. ભારત સરકારના અંતરીક્ષ વિભાગ, દૂરસંચાર વિભાગ, ભારતીય મોસમ વિભાગ અને માહિતી અને પ્રસારણ ખાતાના સંયુક્ત પ્રયાસથી ઇન્સેટ-1 તંત્રની યોજના કરવામાં આવી છે. આ ઉપગ્રહોની રચના અમેરિકાની ખાનગી કંપની ફૉર્ડ ઍરોસ્પેસ ઍન્ડ કૉમ્યુનિકેશન્સ કૉર્પોરેશન…

વધુ વાંચો >

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3)

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3) : 22.7 મીટર ઊંચાઈ અને 17 ટનનું વજન ધરાવતું ભારતનું પ્રમોચન વાહન જેની દ્વારા 40 કિગ્રા. વજનનો ઉપગ્રહ પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરી શકાય છે. આ પ્રમોચન-વાહનમાં ઘન બળતણથી કાર્ય કરતા રૉકેટના ચાર તબક્કા છે. તેનાં અન્ય મુખ્ય ઉપતંત્રોમાં, પ્રક્ષેપન દરમિયાન રૉકેટના જુદા જુદા તબક્કાને યથાસમય…

વધુ વાંચો >

ઍપલ

ઍપલ : ભારતનો પ્રાયોગિક કક્ષાનો પહેલો સંદેશાવ્યવહાર ઉપગ્રહ. યુરોપીયન અંતરિક્ષ સંસ્થાના ભૂ-સમક્રમિક (geosynchronous) ઉપગ્રહ – પ્રક્ષેપન રૉકેટ એરિયન (Ariane) દ્વારા ફ્રેંચ ગિયાનાના કુરુ પ્રક્ષેપન મથક પરથી 19 જૂન 1981ના રોજ ઍપલને ટ્રાંસફર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ઍપલમાં મૂકેલી SLV-3 રૉકેટના ચોથા તબક્કાની રૉકેટ-મોટરનો ઉપયોગ કરીને તેને 36,000 કિમી.ની ભૂ-સમક્રમિક…

વધુ વાંચો >