પરંતપ પાઠક

વેનેરા, અંતરીક્ષયાન

વેનેરા, અંતરીક્ષયાન : શુક્ર ગ્રહના અન્વેષણ માટે 1961થી 1983 દરમિયાન સોવિયેત રશિયાએ પ્રક્ષેપિત કરેલાં અંતરીક્ષયાનો. આ યાનોને વેનેરા (Venera) અંતરીક્ષયાનો તરીકે ઓળખાવવામાં આવેલ. તેમની વિગતો નીચે પ્રમાણે છે : 12 ફેબ્રુઆરી 1961ના રોજ પ્રક્ષેપિત કરાયેલું વેનેરા-1 સૂર્યની પ્રદક્ષિણા કરતી કક્ષામાં મુકાયું હતું, જેમાં તે શુક્ર ગ્રહથી લગભગ એક લાખ કિમી.…

વધુ વાંચો >

વૅન્ગાર્ડ ઉપગ્રહ

વૅન્ગાર્ડ ઉપગ્રહ : અંતરીક્ષયુગની શરૂઆતમાં અમેરિકાએ પ્રક્ષેપિત કરેલા વૅન્ગાર્ડ-1 અને વૅન્ગાર્ડ-2 નામના ઓછા વજનના ઉપગ્રહો. એ જ (વૅન્ગાર્ડ) નામનાં પ્રમોચન વાહનો દ્વારા તે પ્રક્ષેપિત કર્યાં હતાં. આ બંને ઉપગ્રહોની ભ્રમણકક્ષા લંબવર્તુળાકાર (elliptical) હતી. માર્ચ 17, 1958ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલા વૅન્ગાર્ડ1 ઉપગ્રહ દ્વારા પૃથ્વીના વાસ્તવિક આકાર વિશે પહેલી વખત જાણકારી…

વધુ વાંચો >

વેલા (Vela) ઉપગ્રહ

વેલા (Vela) ઉપગ્રહ : અમેરિકાના સંરક્ષણ-તંત્ર દ્વારા અંતરીક્ષમાં મૂકવામાં આવેલા ‘વેલા’ નામના ઉપગ્રહોની શ્રેણીમાંનો કોઈ પણ ઉપગ્રહ. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેની તીવ્ર શસ્ત્ર-સ્પર્ધા અને શીત યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો એકબીજાની લશ્કરી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત રીતે માહિતી મેળવતા હતા. સોવિયેત રશિયા ઉચ્ચ વાતાવરણ કે અંતરીક્ષમાં ગુપ્ત રીતે પરમાણુ-પરીક્ષણો કરે…

વધુ વાંચો >

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ)

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ) : તાજેતરના દસકાઓમાં પૃથ્વીના વાતાવરણ તથા સમુદ્રના સરેરાશ તાપમાનમાં થયેલો વધારો. વીસમી સદીમાં પૃથ્વીની નજીકના વાતાવરણના સરેરાશ તાપમાનમાં 0.6  0.2° સે.નો વધારો થયો છે. આબોહવાના પરિવર્તન અંગેના પ્રવર્તમાન વૈજ્ઞાનિક અભિપ્રાય પ્રમાણે ‘છેલ્લાં 50 વર્ષમાં થયેલા મોટા ભાગના તાપમાનના વધારા માટે માનવપ્રેરિત પ્રવૃત્તિઓ કારણભૂત છે’. તાપમાનમાં થયેલી…

વધુ વાંચો >

વૉયેજર અન્વેષણયાન શ્રેણી

વૉયેજર અન્વેષણયાન શ્રેણી : સૌરમંડળના બહારના ગ્રહો-ગુરુ, શનિ અને યુરેનસ-નાં અન્વેષણ માટે અમેરિકા દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલાં યાનોની શ્રેણી. 1970’-80 દરમિયાન સૌરમંડળના બહારના ગ્રહો લગભગ એક સીધી રેખામાં આવ્યા હતા. આ તકનો લાભ લઈને એક જ અંતરીક્ષયાનની મદદથી એ બધા ગ્રહોનું ક્રમશ: અન્વેષણ કરવાની યોજના નક્કી કરવામાં આવી હતી. એ…

વધુ વાંચો >

વૉલ્ગોગ્રાદ અંતરીક્ષ-મથક (રશિયા)

વૉલ્ગોગ્રાદ અંતરીક્ષ–મથક (રશિયા) : સોવિયેત રશિયાનું સૌથી જૂનું રૉકેટમથક. તે ‘કાપુસ્તિન યાર’ના નામે પણ ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી છેક 1947થી આ રૉકેટમથક પરથી V-2 રૉકેટોમાં કૂતરાં અને અન્ય પ્રાણીઓને 500 કિમી.ની ઊંચાઈ સુધી મોકલીને તેમની ઉપર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવતો હતો. 1962થી શરૂ કરીને 1980 દરમિયાન અહીંથી 70…

વધુ વાંચો >

વૉસ્ખોડ

વૉસ્ખોડ : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન ‘વૉસ્ટૉક’માં થોડું રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવેલું ‘વૉસ્ખોડ’. તે અંતરીક્ષયાનમાં ત્રણ યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પ્રથમ અંતરીક્ષયાન ‘વૉસ્ટૉક’માં ઉતરાણ સમયે યાત્રી તેની બેઠક સાથે બહાર ફેંકાય તેવી વ્યવસ્થા હતી, પરંતુ ‘વૉસ્ખોડ’ યાનમાં એ પ્રકારની વ્યવસ્થા નહોતી અને યાત્રીઓ છેવટ સુધી યાન…

વધુ વાંચો >

વૉસ્ટૉક અંતરીક્ષયાન

વૉસ્ટૉક અંતરીક્ષયાન : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીનું કોઈ પણ અંતરીક્ષયાન. આ શ્રેણીમાં કુલ છ અંતરીક્ષયાનો હતાં, જેમાંના વૉસ્ટૉક-1 યાનમાં સોવિયેત અંતરીક્ષયાત્રી યુરી ગેગેરીને 12 એપ્રિલ, 1961ના રોજ સૌપ્રથમ અંતરીક્ષયાત્રા કરી હતી. વૉસ્ટૉક અંતરીક્ષયાનમાં ગોળાકાર અંતરીક્ષયાત્રી-કક્ષ (cosmonaut’s cabin) હતો, જેની સાથે પ્રમોચન-રૉકેટનો છેલ્લો તબક્કો જોડાયેલો હતો. અંતરીક્ષયાત્રી-કક્ષનો વ્યાસ 2.3…

વધુ વાંચો >

સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર – શાર  (SDSC-SHAR)

સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર-શાર ( (Satish Dhawan Space Centre–SDSC-SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં લગભગ 100 કિમી દૂર આવેલા આંધ્રપ્રદેશના ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર. ભારતના પૂર્વ કિનારા પર આવેલો શ્રી હરિકોટા ટાપુ ચારે બાજુથી પુલિકટ સરોવર અને બંગાળના અખાતથી ઘેરાયેલો છે. શરૂઆતમાં આ મથક શ્રીહરિકોટા રેન્જ (SHAR) તરીકે…

વધુ વાંચો >

‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી

‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી : ચંદ્રની ધરતી પર હળવેથી ઉતરાણ કરી શકે તે પ્રકારનાં અમેરિકાનાં માનવ-વિહીન અંતરીક્ષયાનોની શ્રેણી. આ શ્રેણીમાં કુલ સાત અંતરીક્ષયાનો હતાં. દરેક યાન ધીમી ગતિથી ઉતરાણ કરી શકે તે માટે તેમાં ઊર્ધ્વ-રૉકેટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા યાન સ્થિરતાથી ધરતી પર રહી શકે તે માટે તેમાં પાયા અને…

વધુ વાંચો >