પત્રકારત્વ
શિક્ષણ અને સાહિત્ય (સામયિક)
શિક્ષણ અને સાહિત્ય (સામયિક) : વીસમી સદીમાં અમદાવાદથી લગભગ 20 વર્ષો સુધી નિયમિત પ્રગટ થયેલું અને ગુજરાત, ભારત અને વિશ્વના પ્રવાહોને શિક્ષણ અને સાહિત્યની દૃષ્ટિએ મૂલવનારું માસિક. 1919માં મહાત્મા ગાંધીએ પોતાના તંત્રીપદે શરૂ કરેલા ‘નવજીવન’ સાપ્તાહિકમાં તા. 21-7-1929થી 8 પાનાંની પૂર્તિ રૂપે ‘શિક્ષણ અને સાહિત્ય’નો આરંભ કાકાસાહેબ કાલેલકરના તંત્રીપદે થયો…
વધુ વાંચો >શિવજ્ઞાનમ્, એમ. પી.
શિવજ્ઞાનમ્, એમ. પી. [જ. 1906 ચેન્નાઈ, (મદ્રાસ)] : ખ્યાતનામ તમિળ લેખક, પત્રકાર અને જાહેર કાર્યકર. તેઓ ‘મા. પો. શિ’ તરીકે વધુ જાણીતા હતા. ચેન્નાઈના ગંદા વસવાટમાં જન્મ અને ગરીબીને લીધે અભ્યાસ વહેલો છોડવો પડ્યો. તેથી તમિળ દૈનિક ‘તમિળનાડુ’માં કંપોઝિટર તરીકે જોડાયા. સાથોસાથ સાંજના વર્ગો ભરીને તમિળ અભ્યાસમાં ઊંડો અને કાયમી…
વધુ વાંચો >શુક્લ, યજ્ઞેશ હરિહર
શુક્લ, યજ્ઞેશ હરિહર (જ. 13 માર્ચ 1909, વલસાડ; અ. 13 ડિસેમ્બર 1981, મુંબઈ) : પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા વિજયાબહેને ઉછેર્યા. 1925-26માં મૅટ્રિકમાં બે વાર નિષ્ફળ ગયા પછી મુંબઈમાં પિતરાઈ મોટાભાઈ જયકૃષ્ણ પાસે રહી દાવર્સ કૉલેજ ઑવ્ કૉમર્સમાં જોડાયા. અધવચ્ચે અભ્યાસ છોડી દઈ સામયિકોમાં…
વધુ વાંચો >શુક્લ, યશવંત પ્રાણશંકર
શુક્લ, યશવંત પ્રાણશંકર (જ. 8 એપ્રિલ 1915, ઉમરેઠ, જિ. ખેડા; અ. 23 ઑક્ટોબર 1999, અમદાવાદ) : વિવેચક, પત્રકાર, અનુવાદક. એમનું પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં થયું. વધુ અભ્યાસ માટે તેમણે ઉમરેઠ છોડ્યું અને અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ન્યૂ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ઈ. સ. 1932માં ન્યૂ હાઈસ્કૂલમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. એ…
વધુ વાંચો >શેઠ, રમણલાલ
શેઠ, રમણલાલ (જ. 6 જૂન 1917, વેજલપુર, પંચમહાલ; અ. 5 ઑક્ટોબર 1978) : ગુજરાતના અગ્રણી પત્રકાર અને નીડર તંત્રી. રમણલાલ શેઠે કૉલેજમાં બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. ઇનામી હરીફાઈમાં સારી એવી કમાણી થયા બાદ એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. સૌથી પ્રથમ એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી…
વધુ વાંચો >શેવડે, અનંત ગોપાળ
શેવડે, અનંત ગોપાળ (જ. 1911, સૌસર, જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1979, કોલકાતા) : સ્વાતંત્ર્યસેનાની. વિચક્ષણ સાહિત્યકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ વતનમાં. નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.. 1942ની ભારતની આઝાદીના આંદોલનમાં જોડાયા અને 3 વર્ષનો કારાવાસ ભોગવ્યો. ગાંધીજીના કાર્યક્રમથી ખૂબ આકર્ષાયા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના સૂચનથી માતૃભાષા મરાઠી હોવા…
વધુ વાંચો >શૌરી, અરુણ
શૌરી, અરુણ (જ. 2 નવેમ્બર 1941, જાલંધર) : જાણીતા પત્રકાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન, અર્થશાસ્ત્રી. શ્રીમતી દયાવંતીદેવી અને શ્રી હરિદેવ શૌરીના પુત્ર અરુણ શૌરીએ પત્રકાર તરીકે ઘણી નામના મેળવી છે પરંતુ તે પહેલાં તેમની કારકિર્દી અર્થશાસ્ત્રી તરીકેની હતી. નવી દિલ્હીમાં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ન્યૂયૉર્કસ્થિત સાયરાકસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સત્યાગ્રહ (સામયિક)
સત્યાગ્રહ (સામયિક) : રાષ્ટ્રીય સમુત્થાન માટેનું ગાંધીમાર્ગીય સાપ્તાહિક વિચારપત્ર. 1936માં ગૂજરાત વિદ્યાપીઠના દસમા પદવીદાન સમારંભમાં સૌથી પ્રથમ ‘પારંગત’ની પદવી જેમણે ગાંધીજીના હસ્તે મેળવી હતી તેમણે તે વખતે ‘સત્યાગ્રહની મીમાંસા’ નામનો મહાનિબંધ લખીને આ પદવી મેળવી હતી. આ પદવી મેળવનાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ જ્યારે 1961માં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને મહાદેવ દેસાઈ…
વધુ વાંચો >સદાનંદ, એસ.
સદાનંદ, એસ. : જુઓ ફ્રી પ્રેસ જર્નલ
વધુ વાંચો >