પંકજ જ. સોની
લી ચિંગ-ચાઓ
લી ચિંગ-ચાઓ (જ. 1081, શીનાન શાનતુંગ, ચીન; અ. 1150, શીનાન શાનતુંગ, ચીન) : ચીનનાં મહાન કવયિત્રી. પિતા ઓજસ્વી લેખક અને દાદીમા નામાંકિત વિદુષી. આમ સાહિત્યના સંસ્કાર લી ચિંગ-ચાઓને વારસામાં જ મળેલા. 1101માં પ્રાચ્યવિદ્યાના ખ્યાતનામ નિષ્ણાત ચાઓ-મિંગ-ચૅંગ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અત્યંત સુખી દાંપત્યજીવન માણ્યું; પણ એ સુખ દીર્ઘકાલીન ન નીવડ્યું. જ્યુશેન…
વધુ વાંચો >લીજંડ
લીજંડ : કોઈ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગે પુરાણા કાળથી પ્રચલિત થયેલી વાત. તેમાં રહેલા તથ્ય અંગે કોઈ તર્ક કરતું નથી. વાતને યથાવત્ સ્વીકારીને તેનો પ્રતીકાત્મક અર્થ પ્રચલિત બને છે અને પેઢીઓ સુધી તે એમનો એમ જળવાઈ રહે છે. પુરાણોમાં આવતી વાતો, દંતકથાઓમાં આવતાં પાત્રો લીજંડ બનીને દેશની પ્રજાના સંસ્કારવારસામાં…
વધુ વાંચો >લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness)
લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness) (જ. 23 એપ્રિલ 1902, રિક્યાવિક/રેક્જેવિક, આઇસલૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1998, રેક્જૅવિક, આઇસલૅન્ડ) : 1955માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર આઇસલૅન્ડના આધુનિક સાહિત્યજગતના અગ્રણી સર્જક. આઇસલૅન્ડની રાજધાની રૅકજેવિકમાં તેમનો ઉછેર ફાર્મમાં થયો હતો તેથી ગ્રામીણ વાતાવરણ, આઇસલૅન્ડના પરંપરાગત ગીતો, લોકકથાઓ અને સાહસકથાઓના તેમને દૃઢ સંસ્કાર સાંપડ્યા હતા.…
વધુ વાંચો >લેજરવિસ્ત પાર
લેજરવિસ્ત, પાર (જ. 23 મે 1891, વાક્સો, સ્વીડન; અ. 11 જુલાઈ 1974, સ્ટૉકહોમ) : સ્કૅન્ડિનેવિયાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. 1951માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. સ્વીડનમાં પોતાની ઊર્મિ કવિતાથી અત્યંત પ્રસિદ્ધિ-પાત્ર લેજરવિસ્તને તેમના જમાનામાં દેશના કોઈ પણ અન્ય સાહિત્યકાર કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખ્યાતિ મળેલી.…
વધુ વાંચો >લૅન્ડોર, વૉલ્ટર સેવેજ
લૅન્ડોર, વૉલ્ટર સેવેજ (જ. 30 જાન્યુઆરી 1775, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 17 સપ્ટેમ્બર 1864, ફ્લૉરેન્સ, ઇટાલી) : અંગ્રેજ કવિ, નિબંધકાર અને વિવેચક. ડૉક્ટર પિતા વૉલ્ટર લૅન્ડોર અને માતા એલિઝાબેથના જ્યેષ્ઠ પુત્ર. શિક્ષણ રગ્બી સ્કૂલ અને ઑક્સફર્ડમાં તેર વર્ષની ઉંમરે ફ્રેન્ચ ક્રાંતિ અંગેનાં કાવ્યો સર્જ્યાં. પિતાએ માત્ર 150 પાઉન્ડ આપી ઘરમાંથી કાઢી…
વધુ વાંચો >સિટવેલ ડેઇમ એડિથ
સિટવેલ, ડેઇમ એડિથ (જ. 7 સપ્ટેમ્બર 1887, સ્કારબરૉ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 9 ડિસેમ્બર 1964, લંડન) : અંગ્રેજ કવયિત્રી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તીવ્ર સંવેદના અને માનવસંબંધોનાં ઊંડાણો વિશેની સમજ ધરાવનાર કવયિત્રી તરીકે તેમનું નામ જાણીતું થયું. તેમનું વ્યક્તિત્વ સમજવું અત્યંત અઘરું છે. તેમનો પહેરવેશ એલિઝાબેથના યુગનો હતો. તેમના અભિપ્રાયો હંમેશ માટે…
વધુ વાંચો >સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન)
સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન) (જ. 13 ફેબ્રુઆરી 1903, લીજ, બેલ્જિયમ; અ. 1989) : પોતાના સમકાલીનોમાં સૌથી વધુ લખનાર બેલ્જિયન-ફ્રેન્ચ નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રહસ્ય અને ગુનાખોરી અંગેના સર્જક. ફ્રેંચ પિતા અને ડચ માતાનું સંતાન. ભેદભરમથી ભરપૂર લેખનને સાહિત્યના દરજ્જા સુધી પહોંચાડીને દુનિયાભરના બૌદ્ધિકો દ્વારા પ્રશંસા પામનાર વિચક્ષણ સાહિત્યકાર. 16 વર્ષની…
વધુ વાંચો >સિરાનો દ બર્ગરેક
સિરાનો દ બર્ગરેક (જ. 1619, પૅરિસ; અ. 1655) : ફ્રેંચ સૈનિક, કટાક્ષલેખક અને નાટ્યકાર. તેમનું જીવન ઘણી રોમાંચક દંતકથાઓનો સ્રોત બની ગયેલું. એડમન્ડ રોસ્ટાન્દ (1868-1918) નામના ફ્રેંચ નાટ્યકારે પણ તે નામનું પદ્યનાટક રચેલું (1897, અં. અનુ. 1937). બર્ગરેકની સાહસિક યાત્રાઓ અંગેની બે કૃતિઓ તેમના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી : ‘વૉયેજ…
વધુ વાંચો >સિંગર આઇઝાક બેશેવિશ
સિંગર, આઇઝાક બેશેવિશ (જ. 14 જુલાઈ 1904, રૅડ્ઝિમિન, પોલૅન્ડ; અ. 1991) : યિદ્દીશ સાહિત્યકાર. નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને સંસ્મરણોના લેખક. 1978માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકથી વિભૂષિત. મૂળ યિદ્દીશ ભાષામાં તેમની કૃતિઓ રચાઈ. પછી 1935થી અમેરિકામાં સ્થાયી થયેલા આ લેખકે પોતે કોઈના સહયોગથી તે અંગ્રેજીમાં અનૂદિત કરી. આજે તેમાંની ઘણી…
વધુ વાંચો >સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957)
સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957) : એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્યપદ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય માટે તેમજ લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો છે. વિશ્વભરમાં જ્ઞાનવિતરણ તથા સંવાદની ભૂમિકા સર્જવામાં અને સમૂહોની સંઘર્ષશક્તિમાં બળ પૂરવાનું કામ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ છે. બહુમુખી ક્ષેત્રોના…
વધુ વાંચો >