નૃત્યકલા
માર્કોવા, ડેમ ઍલિસિયા
માર્કોવા, ડેમ ઍલિસિયા (જ. 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : પ્રમુખ બૅલે-નૃત્યાંગના (ballerina). તેમણે કાર્નેગો સોસાયટી તથા વિક-વેલ્સ બૅલે તરફથી નૃત્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. ત્યારપછી ઍન્ટન ડૉલિન સાથે સહયોગમાં કાર્ય કર્યું; તેના પરિણામે 1935માં માર્કોવા ડૉલિન નામક નૃત્ય-સંસ્થાની સ્થાપના થઈ. તેમણે બંનેએ સાથે વિશ્વભરમાં નૃત્યપ્રયોગો રજૂ કર્યા. 1963માં તેમનું ‘ડેમ’ના ખિતાબ વડે…
વધુ વાંચો >માસીન, લેયોનીડ
માસીન, લેયોનીડ (જ. 8 ઑગસ્ટ 1895, મૉસ્કો; અ. 15 માર્ચ 1979) : રશિયાના નામી નૃત્યનિયોજક. એક લાક્ષણિક નર્તક તેમજ નૃત્ય-નિયોજક તરીકે તેઓ વિશ્વવ્યાપી ખ્યાતિ પામ્યા. નૃત્યની તાલીમ તો તેમણે પીટર્સબર્ગ ખાતેની મૉસ્કો ઇમ્પીરિયલ બૅલે સ્કૂલમાં લીધી હતી, પરંતુ નિપુણ કલા-કસબી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી ન હતી અને નૃત્યક્ષેત્રનો ત્યાગ કરી…
વધુ વાંચો >મિશેલ, આર્થર
મિશેલ, આર્થર (જ. 27 માર્ચ 1934, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના અશ્વેત નર્તક, નૃત્યનિયોજક અને નિર્દેશક. તેમણે સ્કૂલ ઑવ્ અમેરિકન બૅલેમાં તાલીમ લીધી હતી. 1956માં તેઓ ન્યૂયૉર્ક સિટી બૅલેમાં જોડાયા. 1959માં તેઓ એ મંડળીના મુખ્ય નર્તક બની રહ્યા. અમેરિકાની એક મહત્વની બૅલે કંપનીમાં આવું સન્માન – આવો હોદ્દો મેળવનાર તેઓ સર્વપ્રથમ…
વધુ વાંચો >મુદગલ, માધવી
મુદગલ, માધવી (જ. 4 ઑક્ટોબર 1951) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર. સંગીત, વાદ્ય અને નૃત્યકલાની સાધના અને શિક્ષણમાં રત પરિવારમાં માધવી મુદગલનો જન્મ થયો. સંગીતજ્ઞ પિતા વિનયચંદ્ર મુદગલે દિલ્હીમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. માતા પદ્માદેવી શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા અને શિક્ષિકા છે. પ્રારંભમાં ભરતનાટ્યમ્ અને કથકની તાલીમ લીધા બાદ ઓડિસી શૈલીનું…
વધુ વાંચો >મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ
મુદ્રા સ્કૂલ ઑવ્ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સિઝ : મુદ્રા આર્ટ ઍન્ડ કલ્ચરલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત મંચનલક્ષી કલાનાં શિક્ષણ-તાલીમ અને સંશોધન માટેની કલાસંસ્થા. તેની સ્થાપના 1973માં શ્રીમતી મૃણાલિની સારાભાઈના પ્રમુખપદે વિખ્યાત નૃત્યાંગના રાધા મેનન (જ. 1948) અને તેમના પતિ જાણીતા નર્તક ભાસ્કર મેનન(જ. 1943)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. તેઓ બંને તથા…
વધુ વાંચો >મૃણાલિની સારાભાઈ
મૃણાલિની સારાભાઈ (જ. 11 મે 1928, અન્નાકારા, પલાકડ જિલ્લો, કેરળ; અ. 21 જાન્યુઆરી 2016, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ભરતનાટ્યમનાં સમર્થ નૃત્યાંગના, દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આટર્સનાં સ્થાપક-નિર્દેશક અને ગુજરાતમાં સાંસ્કૃતિક ક્રાંતિની પહેલ કરનાર સન્નારી. પિતા ડૉ. સ્વામીનાથન્ મદ્રાસ (હવે ચેન્નાઈ) ખાતે કાયદાની પ્રૅક્ટિસ કરતા અને માતા અમ્મુસ્વામીનાથન્ બહુમુખી પ્રતિભા…
વધુ વાંચો >મૅકૅરૉવ, નૅતૅલિયા
મૅકૅરૉવ, નૅતૅલિયા (જ. 21 નવેમ્બર 1940, લેનિનગ્રાડ) : સાંપ્રત સમયનાં અગ્રણી બૅલે નર્તિકા. નાટ્યાત્મક નૃત્ય-શૈલીથી પ્રભાવિત કરનારાં અને નૃત્યકલાની ર્દષ્ટિએ સર્વાંગસંપૂર્ણ નિપુણતા ધરાવનારાં બૅલે-નૃત્યાંગના તરીકે તેઓ વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. 1959માં તેમણે લેનિનગ્રાડ કૉરિયોગ્રાફિક સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને તુરત જ કિરૉવ બૅલે કંપનીમાં જોડાયાં. ‘કિરૉવ’ની પ્રારંભિક યુરોપ-યાત્રા (1961) દરમિયાન…
વધુ વાંચો >મેઢ, અંજલિ
મેઢ, અંજલિ (જ. 11 સપ્ટેમ્બર 1928; અ. 10 ફેબ્રુઆરી 1979, વડોદરા) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં જાણીતાં નૃત્યાંગના. સાત વર્ષની ઉંમરે તેઓ ભરતનાટ્યમ્ શિક્ષણ માટે દક્ષિણ ભારતની વિખ્યાત નૃત્યસંસ્થા ‘કલાક્ષેત્ર’ ગયાં ત્યારે તેમની નૃત્યછટા અને આત્મવિશ્વાસ જોઈ તેમનાં ગુરુ રુક્મિણીદેવીને તેમનામાં જન્મજાત કલાકારના અણસાર વર્તાયા હતા. અંજલિ મેઢનો ઉછેર કલારસિક વાતાવરણમાં થયો…
વધુ વાંચો >મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ
મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ (જ. 21 જાન્યુઆરી 1906, કીવ, યુક્રેન, રશિયા) : રશિયાના નર્તક, નૃત્યનિયોજક અને બૅલેનિર્દેશક. તેમણે ખાનગી ધોરણે તથા બૉલશૉઈ બૅલે સ્કૂલમાં શિક્ષણ-તાલીમ લીધાં અને 1924માં બૉલશૉઈ બૅલેની મુખ્ય કંપનીમાં સ્નાતક થયા; 1939 સુધી ત્યાં જ એકલા પ્રમુખ પાત્ર તથા નૃત્યનિયોજક તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા. 1936માં ‘થિયેટર ઑવ્ ફૉક…
વધુ વાંચો >રહેમાન, ઇન્દ્રાણી
રહેમાન, ઇન્દ્રાણી (જ. 19 સપ્ટેમ્બર 1930; અ. 2 મે 1999, ન્યૂયૉર્ક) : ભારતીય નૃત્યાંગના. પિતાનું નામ રામલાલ અને માતાનું નામ એસ્થર શરમન (પાછળથી રાગિણીદેવી). વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં પશ્ચિમનાં ટોચનાં નર્તક-નર્તકીઓ નૃત્યકલાનો વ્યાપ વિસ્તારવા અને પૂર્વીય દેશોની પારંપરિક નૃત્યશૈલીઓમાંથી પ્રેરણા લેવા આવતાં હતાં. તેમાં એક અમેરિકી યુવતી હતી એસ્થર શરમન.…
વધુ વાંચો >