નીના ઠાકોર
પટેલ, રાવજીભાઈ હીરાભાઈ
પટેલ, રાવજીભાઈ હીરાભાઈ (જ. 10 જૂન 1911, વાસદ; અ. 5 નવેમ્બર 2005) : ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ગાયક અને શિક્ષણકાર. જન્મ ખેડૂત કુટુંબમાં. પિતા ભજનો લલકારતા. બાળપણથી જ રાવજીભાઈને સંગીત પ્રત્યે અભિરુચિ થઈ. અવાજની કુદરતી બક્ષિસ તો હતી જ. પ્રાચીન ભક્તકવિઓનાં પદો ઉપરાંત રાષ્ટ્રીય ચળવળમાં સભા-સરઘસોમાં દેશભક્તિનાં ગીતો પણ ગાતા. બારડોલીની…
વધુ વાંચો >બિલાવલ
બિલાવલ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક જાણીતો પ્રભાતકાલીન રાગ. સંસ્કૃત સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ છે. જોકે ત્યારના ‘બેલાવલી’, ‘બેલાવલ’ કે ‘બિલાવલી’ નામોથી ઓળખાતા રાગનું સ્વરૂપ આજના બિલાવલ રાગ કરતાં થોડું ભિન્ન છે. ગાયન કે વાદનમાં સાતે સ્વરો શુદ્ધ સ્વરૂપમાં પ્રયુક્ત થાય તેને આજે બિલાવલ થાટ કહે છે. શુદ્ધ સ્વરના…
વધુ વાંચો >બિલાસખાંની તોડી
બિલાસખાંની તોડી : ભૈરવી રાગના સ્વરો દ્વારા ગવાતો તોડી રાગ. તે ગંભીર પ્રકૃતિનો રાગ છે. કહેવાય છે કે અકબરના દરબારી ગાયક વિખ્યાત તાનસેનના પુત્ર બિલાસખાંએ આ રાગની રચના કરી હતી અને તેમના નામ પરથી જ આ રાગનું નામ ‘બિલાસખાંની તોડી’ પડ્યું છે. આ રાગ દિવસના પ્રથમ પ્રહરમાં ગવાય છે. તેમાં…
વધુ વાંચો >બિસ્મિલ્લાખાં
બિસ્મિલ્લાખાં (જ. 21 માર્ચ 1916, ડુમરાવ, જિ. ભોજપુર; અ. 21 ઑગસ્ટ 2006, વારાણસી) : પરંપરાગત વાદ્ય શરણાઈને આધુનિક યુગમાં વિશેષ પ્રચલિત બનાવનાર વિખ્યાત ભારતીય કલાકાર. છેલ્લા લગભગ પાંચ દાયકાઓ દરમિયાન યોજાયેલાં વિભિન્ન સંમેલનો તથા કાર્યક્રમોની શરૂઆત તેમના શ્રુતિમધુર શરણાઈવાદનથી થતી રહી છે. ખાંસાહેબનો જન્મ પ્રસિદ્ધ શરણાઈવાદકોના કુટુંબમાં થયો હતો. તેમના…
વધુ વાંચો >બૅનરજી, નિખિલ
બૅનરજી, નિખિલ (જ. 14 ઑક્ટોબર 1931, કલકત્તા; અ. 27 જાન્યુઆરી 1986, કલકત્તા) : ભારતના અગ્રણી સિતારવાદક. પિતા જે. એન. બૅનરજી પોતે સંગીતકાર હતા અને તેમણે જ નિખિલને શરૂઆતની સંગીતશિક્ષા આપી. માત્ર નવ વર્ષની ઉંમરે બંગાળ સંગીત સંમેલનમાં તેમણે જાહેર કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કરી મૂકેલા. ગૌરીપુરના મહારાજા પાસે થોડોક…
વધુ વાંચો >બૈજૂ બાવરા
બૈજૂ બાવરા (ઈ. સ. 1500થી 1600 વચ્ચે હયાત, જ. ચાંપાનેર, ગુજરાત) : પ્રસિદ્ધ ગાયક. મૂળ નામ બૈજનાથ મિશ્ર. બાળવયમાં જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયામાં ઊછર્યા. થોડા સમય બાદ માતાએ વૃંદાવનમાં રહેવાનો નિર્ણય કરતાં બૈજૂ પણ તેમની સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમનો પરિચય સ્વામી હરિદાસ જોડે થયો. સ્વામીજીએ બૈજૂની આંતરિક પ્રતિભા…
વધુ વાંચો >ભટ્ટ (પં.), ભોલાનાથ
ભટ્ટ (પં.), ભોલાનાથ (જ. 1894, દરભંગા; અ. 16 મે 1970, અલાહાબાદ) : હિંદુસ્તાની સંગીતના જાણીતા ગાયક કલાકાર. પિતાનું નામ મુનશીલાલ પોતે એક સારા ગાયક હતા. તેમના દાદા સાધો ભટ્ટ દરભંગાના મહારાજાના દરબારી ગાયક હતા. ભોલાનાથની સંગીતની પ્રાથમિક તાલીમ પિતા પાસે થઈ. તેઓ 19 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારબાદ…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ
ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ (જ. 16 એપ્રિલ 1936) : વિખ્યાત સિતારવાદક. તેઓ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંના શિષ્ય અને જાણીતા ફિલ્મસંગીત-નિર્દેશક તિમિરબરનના પુત્ર છે. દસેક વર્ષની ઉંમરે તેમણે સિતારવાદનની તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતનાં બે વર્ષ પોતાના મોટા ભાઈ અમિયકાંત પાસે તાલીમ લીધા બાદ તેઓ પિતા સાથે મુંબઈ આવ્યા. ત્યારબાદ વિખ્યાત સંગીતકાર લક્ષ્મીશંકર અને રાજેન્દ્રશંકરની…
વધુ વાંચો >ભૈરવ
ભૈરવ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાત:કાલનો સંધિપ્રકાશ રાગ. રાત્રિ અને દિવસની સંધિના સમયે તે ગવાય છે, અને તેથી તેને સંધિપ્રકાશ રાગ કહેવાય છે : प्रातसमय मध्यम प्रबल, रि-द कोमल रिधि जान । शिवगण पुनि रागधिपत, गुनि कर भैरव गान ।। આ રાગમાં રિષભ અને ધૈવત કોમળ તથા બાકીના…
વધુ વાંચો >ભૈરવી
ભૈરવી : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતપદ્ધતિનો એક જાણીતો રાગ. ભૈરવી એક રાગિણી છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ભૈરવ રાગની સ્ત્રી તરીકે થયેલો છે. એમ કહેવાય છે કે માતા ભૈરવી ભગવાન શંકરનું ભજન કરે છે માટે ભૈરવીના સ્વરોમાં નિતાંત પ્રેમ અને ભક્તિની અનુભૂતિ થાય છે. ભૈરવીના સ્વરો મગજને, મનને અને હૃદયને…
વધુ વાંચો >