નીના ઠાકોર

મનસૂર, મલ્લિકાર્જુન

મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું. તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી…

વધુ વાંચો >

મંજીખાં

મંજીખાં (જ. 1888; અ. 1937) : હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. તેઓ અગ્રણી સંગીતકાર અલ્લાદિયાખાંસાહેબના પુત્ર હતા. એમના પૂર્વજો હિન્દુ હતા. સ્વામી હરિદાસથી તેમની પરંપરા માનવામાં આવે છે. ઔરંગઝેબના જમાનામાં ધર્મપરિવર્તનને કારણે તેઓ મુસલમાન બન્યા હતા એમ કહેવાય છે. મંજીખાંએ ધ્રુપદ-ગાયકીની તાલીમ સૌપ્રથમ પોતાના કાકા હૈદરખાં પાસેથી મેળવી હતી.…

વધુ વાંચો >

મારવા

મારવા : જનક રાગનો એક પ્રકાર. મારવાના સ્વરોમાંથી બીજા ઘણા રાગો ઉત્પન્ન થાય છે, જે મારવા થાટના રાગો કહેવાય છે. મારવામાં રિષભ સ્વર કોમળ તથા મધ્યમ સ્વર તીવ્ર હોય છે. બાકીના સ્વરો શુદ્ધ લાગે છે. મારવા રાગમાં પંચમ સ્વર સંપૂર્ણ વર્જિત રાખવામાં આવે છે. આ રાગમાં છ સ્વરોનો ઉપયોગ થતો…

વધુ વાંચો >

મિશ્ર, અનોખેલાલ

મિશ્ર, અનોખેલાલ (જ. 1914, કાશી; અ. 10 માર્ચ 1958, કાશી) : ભારતના અગ્રણી તબલાવાદકોમાંના એક. પિતાનું નામ બુદ્ધપ્રસાદ. બાળપણમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થવાને કારણે જાતમહેનત-મજૂરી કરીને દાદીએ તેમને ઉછેર્યા. બનારસ ઘરાનાના આ તબલાવાદકે આશરે છ વર્ષની ઉંમરે તબલાંની તાલીમ શરૂ કરી હતી. ગુરુ પંડિત ભૈરોપ્રસાદ મિશ્ર પાસે પંદર વર્ષ સુધી…

વધુ વાંચો >

મિશ્ર, ગોપાલ

મિશ્ર, ગોપાલ (જ. 1921; અ. 1977) : ભારતના અગ્રણી સારંગીવાદક. સારંગીવાદનમાં તેમની ગણના દેશના ટોચના કલાકારોમાં થાય છે. તેમના પિતા પંડિત સુરસહાય મિશ્ર એ સમયના પ્રખ્યાત સારંગીવાદક હતા. દસેક વર્ષની ઉંમરથી જ ગોપાલ મિશ્રે પિતા પાસે સારંગીવાદન શીખવાની શરૂઆત કરી. સારંગીવાદનની ખૂબીઓનો બરાબર અભ્યાસ કર્યા પછી સંગીત-સમ્રાટ બડે રામદાસજી પાસેથી…

વધુ વાંચો >

યમન

યમન : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો કલ્યાણ થાટનો પ્રચલિત રાગ. તે ‘યમન’, ‘ઇમન’, ‘કલ્યાણ’ એમ જુદા જુદા નામે ઓળખાય છે. તે એક સંપૂર્ણ રાગ છે, એટલે કે તેના આરોહ તથા અવરોહ બંનેમાં સાતે સ્વરોનો ઉપયોગ થાય છે. તેની વિસ્તારક્ષમતા ઘણી છે અને ત્રણેય સપ્તકમાં યથેચ્છ ગાઈ શકાય છે. આ રાગ રાત્રિના…

વધુ વાંચો >

રહમતખાં

રહમતખાં (જ. ?; અ. 1922, કુરુંદવાડ, મહારાષ્ટ્ર) : ગ્વાલિયર ઘરાનાના પ્રસિદ્ધ ગાયક. તેઓ હદ્દૂખાંના કનિષ્ઠ પુત્ર હતા. તેમનો અવાજ બારીક, મધુર અને સુરીલો હતો. તેમનું વ્યક્તિત્વ પણ એક પ્રભાવશાળી રાજકુમાર જેવું હતું. ગોરો રંગ અને કસાયેલા શરીરને લીધે તેઓ ખૂબ આકર્ષક દેખાતા. બાલ્યાવસ્થાથી જ તેમણે પોતાના પિતાની પાસે ગાયકીની તાલીમ…

વધુ વાંચો >

રાનડે, જી. એચ.

રાનડે, જી. એચ. (જ. 1 ઑક્ટોબર 1897, સાંગલી; અ. 10 માર્ચ 1966) : ભારતીય શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ તથા ગાયક કલાકાર. બાળપણથી સંગીતમાં રુચિ હોવાને કારણે શાલેય અભ્યાસની સાથોસાથ સંગીતનો અભ્યાસ પણ તેમણે ખૂબ લગન સાથે કર્યો. તેમની તાલીમ ગ્વાલિયર ગાયકીની હતી. પં. બાલકૃષ્ણબુવા ઈચલકરંજીકરના શિષ્ય પં. ગણપતિબુવા ભિલવડીકર તથા પં.…

વધુ વાંચો >

રામદાસ

રામદાસ (જ. 1876; અ. 12 જાન્યુઆરી 1960) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. તેમના પિતા પં. શિવનંદન મિશ્ર એક સારા સંગીતકાર હતા. કહેવાય છે કે પં. શિવનંદનનું સંગીત સાંભળી શ્રી ભાસ્કરાનંદ સ્વામી નામે મહાત્મા ખૂબ પ્રસન્ન થયા હતા અને તેમણે આપેલ આશીર્વાદ બાદ રામદાસજીનો જન્મ થયો હતો. બાળપણથી…

વધુ વાંચો >

રામનારાયણ

રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની…

વધુ વાંચો >