નિવેદિતા બસુ
આલાઓલ
આલાઓલ (જ. 1607 જલાલપોર; અ. 1680 હઝારી, ચિત્તાગોંગ) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ…
વધુ વાંચો >આશાપૂર્ણા દેવી
આશાપૂર્ણા દેવી (જ. 8 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 13 જુલાઈ 1995, કૉલકાતા) : સ્વાતંત્ર્યોત્તર કાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા. પ્રાથમિકથી સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટી તરફથી એમને 1954માં લીલા પારિતોષિક અને 1963માં ભુવનમોહિની સુવર્ણચન્દ્રક એનાયત થયેલાં. 1966માં પશ્ચિમ બંગાળ સરકારે એમને રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરેલો. એમની બૃહદ્ નવલકથા ‘પ્રથમ…
વધુ વાંચો >કર – બિમલ
કર, બિમલ (જ. 19 સપ્ટેમ્બર 1921, ટાંકી; અ. 26 ઑગસ્ટ, 2003, બિધાનનગર, કોલકાતા, વેસ્ટ બેંગાલ) : વિખ્યાત બંગાળી નવલિકા-લેખક અને નવલકથાકાર. બંગાળના ચોવીશ પરગણાં જિલ્લાના ટાંકી ગામમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કોલકાતામાં. બી.એસસી. થયા પછી કેટલોક સમય સૈન્યમાં અને કેટલોક સમય રેલવેમાં નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય લીધો.…
વધુ વાંચો >કાઝી દૌલત (સોળમી સદી)
કાઝી દૌલત (જ. 1600, સુલતાનપુર; અ. 1638) : મધ્યકાલીન બંગાળી કવિ. આરાકાનનો રાજા નિરાશ્રિત બનીને આવેલો અને બંગાળમાં રહેલો. ઘણાં વર્ષો બંગાળમાં ગાળેલાં હોવાથી એ બંગાળી ભાષા તથા સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો. એણે પોતાનું રાજ્ય ફરી જીતી લીધું. પછી ત્યાં બંગાળીને સાંસ્કૃતિક ભાષા તરીકે અપનાવી, જેને પરિણામે આરાકાનમાં બંગાળી સાહિત્યની…
વધુ વાંચો >કિન્નર મધુસૂદન
કિન્નર મધુસૂદન (મધુ કહાન) (જ. 1813, ઉલુસિયા, જિ. જેસોર; અ. 1868, ક્રિષ્નનગર) : બંગાળના જેસોર જિલ્લાના ઢપગાન પ્રકારના કીર્તનના પ્રવર્તક. ઢપકીર્તન એ સૂક્ષ્મતાથી જોતાં; કીર્તન નહિ પરંતુ કીર્તનની અત્યંત નજીકનો વધારે સહેલો અને સરળ પ્રકાર છે. ઢપગાયક ગીત ગાતાં પૂર્વે, ગીતવિષયક થોડી સમજૂતી આપે છે અથવા ગીત પૂરું થયા પછી…
વધુ વાંચો >કૃત્તિવાસ
કૃત્તિવાસ (પંદરમી સદી) : બંગાળીમાં સૌપ્રથમ રામકથા રચનાર મધ્યકાલીન કવિ. તે કૃત્તિવાસ પંડિત તરીકે ઓળખાતા. એમનો જન્મ હુગલી નદીને પૂર્વ-કિનારે ફલિયા ગામમાં થયો હતો. કૃત્તિવાસનો જન્મ થયો ત્યારે એમના દાદા ઓરિસાની યાત્રાએ જવાની તૈયારી કરતા હતા. એટલે એમણે નજીકના તીર્થસ્થળમાંનાં શિવના એક નામ પરથી બાળકનું નામ કૃત્તિવાસ રાખ્યું. એ બાળક…
વધુ વાંચો >