નિયતિ મિસ્ત્રી

ટાન્ઝાનિયા

ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o  00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…

વધુ વાંચો >

ટિમ્બકટુ

ટિમ્બકટુ : પશ્ચિમ આફ્રિકામાં આવેલ માલી દેશનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 16° 46´ ઉ. અ. અને 03° 01´ પ. રે.. સહરાના દક્ષિણ કિનારે નાઇજર નદીથી 13 કિમી. દૂર આવેલા આ શહેરની સ્થાપના અગિયારમી સદીમાં ટ્યૂરેગ નામની વિચરતી જાતિ દ્વારા થઈ હતી. તેના મોકાના ભૌગોલિક સ્થાનને પરિણામે રણની ખેપ…

વધુ વાંચો >

ટૉરન્ટો

ટૉરન્ટો : કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : 43° 39´ ઉ. અ. અને 75° 23´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી 27.94 લાખ (2021) તથા મહાનગરની વસ્તી 62.02 લાખ…

વધુ વાંચો >

ટૉરેસની સામુદ્રધુની

ટૉરેસની સામુદ્રધુની : ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિનીને જુદાં પાડતી તેમજ કોરલ સમુદ્ર અને આરાકુરા સમુદ્રને જોડતી છીછરી–સાંકડી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 10o 25’ દ. અ. અને 142o 10’ પૂ. રે., સ્પૅનિશ નાવિક લુઈસ ટૉરેસે 1613માં તેની શોધ કરી હતી, તેથી તેને ‘ટૉરેસની સામુદ્રધુની’ એવું નામ આપેલું છે. 150 કિમી. પહોળી આ…

વધુ વાંચો >

ટોંક

ટોંક : રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને 25° 41´ ઉ.થી 26° 34´ ઉત્તર અક્ષાંશ અને 75° 07´ પૂ.થી 76° 19´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 7,194 ચો.કિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ…

વધુ વાંચો >

ડ્રેસડેન

ડ્રેસડેન : જર્મનીના પૂર્વ તરફના વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શહેર અને  તે જ નામ ધરાવતા જિલ્લાનું વહીવટી  મથક. તે બર્લિન શહેરની દક્ષિણે 177 કિમી.ના અંતરે આવેલું છે. એલ્બ નદીના બંને  કાંઠા પર વસેલા આ શહેરની વસ્તી 5,56,227 જ્યારે મહાનગરની વસ્તી 7,90,400 અને મેટ્રો શહેરની વસ્તી 13,43,305 (2020) છે. દેશના અગ્નિ ખૂણામાં…

વધુ વાંચો >

તાપી (નદી)

તાપી (નદી) : પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર…

વધુ વાંચો >

તિરાને

તિરાને : યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ…

વધુ વાંચો >

તુંગભદ્રા

તુંગભદ્રા : દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈર્ઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની…

વધુ વાંચો >

ત્રિપુરા

ત્રિપુરા : ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની…

વધુ વાંચો >