નાટ્યકલા

સિન્યા પોલ (Signac Paul)

સિન્યા, પોલ (Signac, Paul) (જ. 1863, ફ્રાંસ; અ. 1935, ફ્રાંસ) : ફ્રેંચ નવપ્રભાવવાદી ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રશૈલીના પ્રણેતા જ્યૉર્જ સૂરા(Seurat)નો તે મહત્વનો અનુયાયી ગણાયો છે. સૂરાની માફક સિન્યાએ પણ અલગ અલગ રંગનાં બારીક ટપકાં કૅન્વાસ પર આલેખિત કરી દર્શકની આંખના રૅટિના પર રંગમિલાવટ/રંગમિશ્રણ કરવાની નેમ રાખી છે. આ પદ્ધતિએ તેણે નગરદૃશ્યો…

વધુ વાંચો >

સુતરિયા અનસૂયા

સુતરિયા, અનસૂયા (જ. 12 નવેમ્બર 1924, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી અને નાટ્યશિક્ષિકા. 12 વર્ષની વયે તખ્તા પર વિનોદિની નીલકંઠને અભિનય કરતાં જોઈને તેમને અભિનેત્રી બનવાની પ્રેરણા જાગી. 1949માં ‘રંગમંડળ’ના ‘‘વિનોદ’’ સપ્તાહનાં એકાંકીઓમાં બટુભાઈ ઉમરવાડિયાના નાટક ‘હંસા’માં તેમણે અભિનય કર્યો. અનસૂયા સુતરિયા પછી ‘ફેલ્ટ હૅટ’ વગેરે નાટકોમાં તેમણે…

વધુ વાંચો >

સૂત્રધાર

સૂત્રધાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત ભાષાના નાટકના પ્રારંભ પહેલાં આવતો નટોનો ઉપરી અને રંગભૂમિનો વ્યવસ્થાપક. તેને ‘સૂત્રધર’, ‘સૂત્રધારક’, ‘સૂત્રી’, ‘સૂત્રભૃત્’, ‘સૂત્રધૃક્’ વગેરે શબ્દોથી પણ ઓળખવામાં આવ્યો છે. કીથ વગેરે વિદેશી વિદ્વાનો એમ માને છે કે કઠપૂતળીનો ખેલ કરનારો હાથમાં દોરીઓ ધારણ કરે છે તેના પરથી ‘સૂત્રધાર’ શબ્દ પ્રચલિત થયો છે.…

વધુ વાંચો >

સૅડલર્સ વેલ્સ થિયેટર

સૅડલર્સ વેલ્સ થિયેટર : દક્ષિણ લંડનના જાણીતા થિયેટર ઓલ્ડવિકને સમાંતર ઉત્તર લંડનમાં આવેલું ઑપેરા અને બૅલે માટે સજ્જ પ્રખ્યાત થિયેટર. ત્રણ સૈકાનો એનો પ્રલંબ ઇતિહાસ છે, જેમાં અનેક તડકી-છાંયડી આ થિયેટરે જોઈ છે. 1683માં સૅડલર નામના સાહસિકે મનોરંજન માટે એક ઉદ્યાન બનાવ્યો, જ્યાં ગરમ પાણીનો ઝરો એને મળી આવ્યો હતો.…

વધુ વાંચો >

સેન તાપસ

સેન, તાપસ (જ. 1924; અ. 28 જૂન 2006) : રંગભૂમિના વિખ્યાત રંગકર્મી, પ્રકાશઆયોજનના પ્રયોગશીલ નિષ્ણાત. મૂળ બંગાળી; પરંતુ દેશના વિવિધ પ્રદેશોના નાટ્યપ્રયોગો સાથે પ્રકાશઆયોજનના દિગ્દર્શક તરીકે ખ્યાતિ પામેલા. અંગત વર્તુળમાં તાપસદા તરીકે ઓળખાતા. કૉલેજકાળથી જ ‘ઇપ્ટા’ અર્થાત્ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનના દિલ્હી એકમ સાથે સંકળાયેલા જ્યાં તેમણે નાટકોમાં પ્રકાશ અને…

વધુ વાંચો >

સેન પરિતોષ

સેન, પરિતોષ (જ. 18 ઑક્ટોબર 1918, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. એ પછી ફ્રાંસમાં આન્દ્રે લ્હોતે’ઝ સ્કૂલમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1962થી 1963 સુધી ફ્રેંચ ગવર્નમેન્ટની ફેલોશિપની મદદથી તેમણે પૅરિસની અકાદમી ગ્રા શોમિમાં બંગાળી ટાઇપોગ્રાફી પર સંશોધન કર્યું. રૉકફૅલર…

વધુ વાંચો >

સેલર્સ પીટર

સેલર્સ, પીટર (જ. 1958, પિટર્સબર્ગ, પેન્સિલવૅનિયા, અમેરિકા) : અમેરિકાના નામી રંગભૂમિ-દિગ્દર્શક. તેમણે હાર્વર્ડ ખાતે અભ્યાસ કર્યો. 1983-84માં તે ‘બૉસ્ટન શેક્સપિયર કંપની’ના દિગ્દર્શક બન્યા. પીટર સેલર્સ 1984-86ના ગાળામાં વૉશિંગ્ટનમાંના કૅનેડી સેન્ટર ખાતેના ‘અમેરિકન નૅશનલ થિયેટર’માં દિગ્દર્શનકાર્ય સંભાળ્યું, ત્યાં તેમણે સૉફૉક્લિઝની ‘ઍજૅક્સ’ કૃતિનું અત્યંત મૌલિક ઢબે અને કંઈક ઉદ્દામવાદી અભિગમથી દિગ્દર્શન-નિર્માણ કર્યું;…

વધુ વાંચો >

સોઇન્કા વોલ

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોનેરી જાળ (નાટક)

સોનેરી જાળ (નાટક) : નાટ્યકાર જામનનું ઈ. સ. 1922માં રચાયેલું ત્રિઅંકી નાટક. આ નાટક શ્રી રૉયલ નાટકમંડળીએ ભજવ્યું હતું. નાટકની ભાષા કટાક્ષપૂર્ણ અને સંવાદ વેધક અને અસરકારક છે. આ નાટક છપાયું નથી. ધર્મઢોંગી ધુરંધર મહારાજની પ્રપંચલીલા પર આ નાટકમાં એમણે પ્રકાશ પાથર્યો છે. એ રીતે આ નાટક સામાજિક ક્રાંતિનું છે.…

વધુ વાંચો >

સોફોક્લીસ

સોફોક્લીસ (જ. ઈ. પૂ. 496, કૉલોનસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, એથેન્સ, ગ્રીસ) : ગ્રીક નાટ્યકાર. પ્રાચીન ગ્રીસના મહાન નાટ્યકારો એસ્કીલસ અને યુરિપિડિસની સાથે તેમને પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમના જીવન વિશે માત્ર એકાદ નોંધ પ્રાપ્ય છે, તે મુજબ તેમના શ્રીમંત પિતાનું નામ સોફિલસ હતું. તેમનો વ્યવસાય બખ્તર…

વધુ વાંચો >