નાટ્યકલા

દેશી નાટક સમાજ

દેશી નાટક સમાજ (1889થી 1980) : ગુજરાતની વ્યવસાયી નાટકમંડળી. 1889માં અધ્યાપક કેશવલાલ શિવરામે જૈન કથા-સાહિત્યમાંથી એક હૃદયસ્પર્શી ગતિશીલ કથાને કેવળ ગીતોમાં આલેખી ‘સંગીત લીલાવતી’ નામે નાટ્યસ્વરૂપ આપ્યું. આ નાટકે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીને આકર્ષ્યા. લેખક સાથે કરાર કરી એમણે અમદાવાદમાં શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કરી. આ પૂર્વે ગુજરાતી રંગમંચ પર…

વધુ વાંચો >

દેસાઈ, ઉમાકાન્ત

દેસાઈ, ઉમાકાન્ત (જ. 13 જૂન 1908, પેટલાદ, જિ. ખેડા; અ. 25 જાન્યુઆરી 2007) : હિંદી તથા ગુજરાતી ચલચિત્રોના અભિનેતા. મૂળ સંખેડાના વતની, પણ 1927થી મુંબઈમાં વસેલા. ભાવપવ્રણ અભિનય અને મોહક ચહેરાથી જાણીતા આ અભિનેતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જોયેલા એકમાત્ર ચલચિત્ર ‘રામરાજ્ય’(1944)માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને વિશેષ ખ્યાતિપ્રાપ્ત બન્યા. ગુજરાતી ભાષાના પ્રથમ…

વધુ વાંચો >

દેસાઈ, નિમેષ

દેસાઈ, નિમેષ (જ. 1 એપ્રિલ 1956; અ. 14 નવેમ્બર 2017) : નટ, દિગ્દર્શક અને ટીવી કાર્યક્રમ-નિર્માતા. ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં જશવંત ઠાકરના હાથ નીચે નાટ્યનો ડિપ્લોમા મેળવ્યો. પછી ખેડા (ઇસરો) ટેલિવિઝનમાં કાર્યક્રમ-સહાયક તરીકે 1975માં કારકિર્દી શરૂ કરી. અમદાવાદમાં આધુનિક ગુજરાતી તખ્તાના સાહસિક અને ઉત્સાહી નટ-દિગ્દર્શક તરીકે પોતાના કોરસ જૂથ દ્વારા અનેક…

વધુ વાંચો >

દેસાઈ, રમણલાલ વસંતલાલ

દેસાઈ, રમણલાલ વસંતલાલ (જ. 12 મે 1892, શિનોર, જિ. વડોદરા; અ. 2૦ સપ્ટેમ્બર 1954, વડોદરા) : ગાંધીયુગના લોકપ્રિય ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ શિનોરમાં, માધ્યમિક શિક્ષણ વડોદરામાં. 19૦8માં મૅટ્રિક. 1912માં લગ્ન. પત્નીનું નામ કૈલાસવતી. 1914માં બી.એ તથા 1916માં એમ.એ. થયા. એ પછી થોડા માસ શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી.…

વધુ વાંચો >

દ્વિવેદી, પ્રભુલાલ

દ્વિવેદી, પ્રભુલાલ (જ. 15 નવેમ્બર 1892, વીરપુર (સૌરાષ્ટ્ર); અ. 31 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. પિતાનું નામ દયારામ. માતાનું નામ ફૂલબાઈ. બચપણમાં પિતા પાસેથી એમણે શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ અને મહાભારતમાંથી કથાઓ સાંભળી હતી. ચાર ચોપડી તેઓ જેતપુરમાં ભણ્યા અને ત્યાંથી સત્તરમે વર્ષે તેઓ કરાંચી ગયા. ડૉક વર્કશૉપમાં ઍન્જિનિયરિંગ શીખવા…

વધુ વાંચો >

ધરા ગુર્જરી

ધરા ગુર્જરી (1944) : ચન્દ્રવદન ચી. મહેતાનું નવી રંગભૂમિના મંડપમુહૂર્ત અંગેનું અર્ધઐતિહાસિક કરુણાંત ત્રિઅંકી નાટક. ગુજરાતી નાટ્યસાહિત્યની આ ઉલ્લેખનીય કૃતિ છે. પ્રિયતમા ગુર્જરીના અવસાન બાદ ગૂર્જરી રંગભૂમિના ઉદ્ધારકાર્યમાં મન પરોવી ન શકતા ઓઝા ગુર્જર પુન: ધરામાં ગુર્જરીનું પ્રતિબિંબ નિહાળી સક્રિય થાય છે, પણ રંગભૂમિની સફળતા માટે આખરે ધરાને પણ ગુમાવે…

વધુ વાંચો >

ધારાસભા (1935)

ધારાસભા (1935) : ગુજરાતી એકાંકી. લેખક ચંદ્રવદન મહેતા. ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ સંગ્રહમાં પહેલી વાર પ્રકાશિત અને કુલ ત્રણ ર્દશ્યો અને તેર પાત્રો ધરાવતી આ કટાક્ષિકાના પ્રથમ ર્દશ્યમાં નવા બનેલા મિનિસ્ટરના ભાણાને કાંટો વાગે છે. વ્યવહારમાં, આચારમાં બધાંમાં બધું બધી રીતે બંધારણપૂર્વક થવું જોઈએ એવી માન્યતા ધરાવતા મિનિસ્ટર પોતાના…

વધુ વાંચો >

ધુમ્મન, કપૂરસિંગ

ધુમ્મન, કપૂરસિંગ (જ. 1927, ધુલચિકે, શિયાલકોટ; અ. 1985) : પંજાબી નાટ્યકાર અને દિગ્દર્શક. એમના પિતા જ્ઞાની બુદ્ધસિંગ શિક્ષક હતા અને કાવ્યો લખતા હતા. એમણે પ્રાથમિક શિક્ષણ ઉગ્ગોકીની ડી.બી. પ્રાથમિક સ્કૂલમાં લીધું હતું. પછી શિયાલકોટની ખાલસા હાઈસ્કૂલમાં ભણ્યા. ત્યાંની મૂરી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેમની નાટ્યકૃતિ ‘પાગલ લોક’ને 1984ના વર્ષનો કેન્દ્રીય…

વધુ વાંચો >

નગરકર, કિરણ

નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ…

વધુ વાંચો >

નગાબોંગ ખાઓ (1975)

નગાબોંગ ખાઓ (1975) : મણિપુરી નાટ્યકાર જી. સી. તોંગ્બ્રા(જ. 1913)નું ત્રિઅંકી નાટક. મણિપુરી ઢબની દેહાંતદંડની સજા માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગુનેગારને કોથળામાં ભરી પાણીમાં નાખી દઈને આ સજા કરવાની પ્રથા છે. આ ત્રિઅંકીમાં જે નાયિકાનું સર્જન કર્યું છે તે સુંદર, આકર્ષક અને સ્વતંત્ર જીવન જીવવા મથનારી નારીનું ચિત્ર છે.…

વધુ વાંચો >