નાટ્યકલા
છગન રોમિયો
છગન રોમિયો (જ. 1902, ઝુલાસણ; અ. 24 ઑગસ્ટ 1956, વડોદરા) : જૂની ગુજરાતી રંગભૂમિના નામાંકિત હાસ્યનટ. આખું નામ છગનલાલ નાગરદાસ નાયક. નાટ્યક્ષેત્રે તે એક વિરલ પ્રતિભા તરીકે યાદ રહેલ છે. શરૂઆતમાં તારાબાઈ સૅન્ડોના સરકસમાં રહ્યા. 1928માં ‘તરુણીના તરંગ’ નાટકમાં ‘રોમિયો’ના પાત્રમાં જીવંત અભિનય આપવાથી તેઓ ‘રોમિયો’ તરીકે ઓળખાયા. આ નામ…
વધુ વાંચો >જનાન્તિક
જનાન્તિક : સંસ્કૃત નાટકમાં વપરાતી નાટ્યોક્તિની નાટ્યયુક્તિ (dramatic device). સંવાદમાં એવી ઉક્તિ આવે છે જે અમુક જ પાત્રો માટે શ્રાવ્ય હોય. સામાન્યત: નાટકના સંવાદો રંગમંચ ઉપર ઉપસ્થિત બધાં જ પાત્રોને આવરી લેતા હોય છે; પરંતુ ક્યારેક એવી નાટ્યપરિસ્થિતિ સર્જાય જ્યારે બધાં પાત્રોમાંનાં કેટલાંક પાત્રો એવી વાતચીત કરતાં હોય જે મંચ…
વધુ વાંચો >જનાર્દન જૉસેફ (1985)
જનાર્દન જૉસેફ (1985) : હસમુખ બારાડીલિખિત બેઅંકી નાટક. વિજ્ઞાની જૉસેફ સંસ્થાકીય વ્યવસ્થાપકોને જે સંશોધન કરી આપે છે તે લોકતરફી છે પણ સંસ્થાને નફાકારક નથી, તેથી મૅનેજિંગ ડિરેક્ટર ચોપડા વગેરે સાથે તેમને સંઘર્ષમાં ઊતરવું પડે છે; અંતે જૉસેફ વ્યવસ્થાપકોની વાત કબૂલે છે પણ લોકપ્રતિનિધિ સમા કારકુનોનું વૃંદ જનાર્દનની આગેવાની હેઠળ એને…
વધુ વાંચો >જરીવાલા, લીલા
જરીવાલા, લીલા (જ. 12 ઑક્ટોબર 1926, સિકંદરાબાદ; અ. 30 ડિસેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી અભિનેત્રી, દિગ્દર્શિકા, નિર્માત્રી, ગુજરાતી રંગભૂમિની એક વિશિષ્ટતા એ રહી છે કે ખાસ કરીને મહારાષ્ટ્રીય, હિન્દી-ઉર્દૂભાષી અને ગોવાનીઝ બહેનોને ‘સ્ત્રીપાત્રો’ની ભૂમિકા માટે સ્વીકારવામાં આવી હતી. શ્રીમતી લીલા જરીવાલા એ વૈવિધ્યમાં જરા જુદાં તરી આવે છે. તેમનું શિક્ષણ…
વધુ વાંચો >જવનિકા
જવનિકા : અમદાવાદની, પાંચમા-છઠ્ઠા દાયકાની એક લોકપ્રિય નાટ્યસંસ્થા. તેની સ્થાપના હરકાન્ત શાહ તથા શશિકાન્ત નાણાવટીએ 1949માં કરી હતી. તેનું ઉદઘાટન ટાઉન હૉલમાં દાદાસાહેબ માવળંકરના હસ્તે તા. 27 ઑગસ્ટ 1949ના દિવસે થયું હતું. જવનિકાનું સર્વપ્રથમ નાટક હતું જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘ડેવિલ્સ ડિસાઇપલ’ ઉપરથી નિરંજન ભગત અને શશિકાન્ત નાણાવટી- રૂપાંતરિત ‘શયતાનનો સાથી’.…
વધુ વાંચો >જાની, અમૃત જટાશંકર
જાની, અમૃત જટાશંકર (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો…
વધુ વાંચો >‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ)
‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ) (જ. 9 નવેમ્બર 1888, વરવાડા, જિ. જામનગર; અ. 22 ડિસેમ્બર 1955, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. નાની વયે માબાપ મૃત્યુ પામતાં મોટાં ભાભીને ત્યાં ઊછર્યા. નાટકના શોખીન બનેવી મથુરાદાસ જમનાદાસને નાટક જોવા સાથે લઈ જાય. જામને સૌપ્રથમ ‘કૃષ્ણસુદામા’ નાટક રચ્યું હોવાનું મનાય છે. 16 વર્ષની ઉંમરે લખેલ…
વધુ વાંચો >જુવે, લુઈ
જુવે, લુઈ (જ. 24 ડિસેમ્બર 1887 ક્રોઝોન, ફ્રાંસ; અ. 16 ઓગસ્ટ 1951, પેરિસ, ફ્રાંસ) : ફ્રાંસિસી નટ અને દિગ્દર્શક; નાટ્યકાર ગિરોદો(Giraudoux)ના સહકાર્યકર-દિગ્દર્શક તરીકે કીર્તિપ્રાપ્ત. 1913માં દિગ્દર્શક કોપો(Copeau)ની નટમંડળીમાં જોડાયા; 1922માં થિયેટર શૅપ્સ ઍલિસીસમાં પોતાની મંડળી સ્થાપી. એમાં જુલે રોમાંનાં નાટકો ‘મશ્યું ટ્રૉબેડસ’ અને ‘નૉક’ ખૂબ સફળ થયાં; વિશેષે ‘નૉક’ નાટક…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી…
વધુ વાંચો >જોશી, અરવિંદ
જોશી, અરવિંદ (જ. 29 ઑક્ટોબર 1942) : નવી ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિના અભિનેતા. રંગમંચ, ટીવી અને ચલચિત્રજગત સાથે છેલ્લાં 35 વર્ષથી સંકળાયેલા છે. 1961માં આઈએનટી દ્વારા નિર્મિત ‘કૌમાર અસંભવમ્’ નાટકમાં પ્રવીણ જોશીના નિર્દેશન હેઠળ ભૂમિકા ભજવી, વ્યાવસાયિક નટ તરીકે પદાર્પણ કર્યું. તે પછીનાં વર્ષોમાં એ સંસ્થાનાં ‘મીનપિયાસી’, ‘અલિકબાબુ’, ‘કોઈનો લાડકવાયો’, ‘મને…
વધુ વાંચો >