નવનીત દવે
નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી
નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી (જ. 10 ડિસેમ્બર 1902, હાલુવાગાલુ, જિ. બેલારી, કર્ણાટક અ. 8 ઑગસ્ટ 2000, ચિત્રદુર્ગ) : રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ. મધ્યમવર્ગીય લિંગાયત કુટુંબમાં જન્મ. પિતા આદિવેપ્પા નાના વેપારી તથા માતા નિલામ્મા શિવનાં અનન્ય ભક્ત હતાં. પાંચ વર્ષની નાની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ ઍંગ્લો વર્નાક્યુલર શાળા દેવનગિરિ તથા માધ્યમિક…
વધુ વાંચો >નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી)
નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી) : ફ્રેંચોના રક્ષિત રાજ્ય તરીકેના દરજ્જામાંથી મુક્ત કરવા માટે 1934માં ટ્યૂનિશિયામાં સ્થપાયેલ રાજકીય પક્ષ. 1920માં દેસ્તોરિયન પક્ષે ટ્યૂનિશિયાની સરકારમાં સહભાગીદારીની માંગ કરી. પક્ષના યુવા અગ્રણી હબીબ બૂર્જીબા આ માંગ સાથે સંમત નહોતા. આ અંગેના મતભેદો પક્ષમાં વ્યાપક બન્યા અને 1934માં પક્ષમાં ભાગલા પડતાં હબીબ…
વધુ વાંચો >નિર્વાસિતો
નિર્વાસિતો : જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય માન્યતાઓને કારણે આચરવામાં આવતા ત્રાસ-જુલ્મથી બચવા માટે દેશવટો કરી ગયા હોય કે જેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવા લોકો. ફ્રેંચ શબ્દ ‘refugie’માંથી ઊતરી આવેલો અંગ્રેજી પર્યાય ‘refugee’ પરથી નિર્વાસિત શબ્દ પ્રચલિત બન્યો. 1658માં રોમન કૅથલિક ફ્રાન્સમાંથી નાસી છૂટેલ પ્રૉટેસ્ટન્ટ હ્યુગેનૉટ્સને દર્શાવવા માટે…
વધુ વાંચો >નૂ, ઊ
નૂ, ઊ [જ. 25 મે 1907, વાકેમા, મ્યાનમાર (બ્રહ્મદેશ); અ. 11 ફેબ્રુઆરી 1995, રંગૂન] : મ્યાનમારના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા અગ્રણી મુત્સદ્દી. વ્યાપારીના પુત્ર. રંગૂન ખાતે યુનિવર્સિટી-કૉલેજમાં શિક્ષણ લીધું. થોડાક સમય માટે પેન્ટાનાવ ખાતે નૅશનલ હાઈસ્કૂલમાં અધ્યાપન કર્યા બાદ કાયદાનો અભ્યાસ કરવા યુનિવર્સિટીમાં પાછા ફર્યા. 1936માં વિદ્યાર્થીઓની હડતાલની આગેવાની કરવા બદલ…
વધુ વાંચો >નૂન, (સર) ફીરોજખાન
નૂન, (સર) ફીરોજખાન [જ. 7 મે 1893, હામોકા, પૂર્વ પંજાબ, હવે પાકિસ્તાન; અ. 9 ડિસેમ્બર 1970, નૂરપૂર નૂન, પંજાબ (પાકિસ્તાન)] : સ્વાધીનતા પૂર્વેના પંજાબના અગ્રણી મુસ્લિમ નેતા તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન. તેમના પૂર્વજો મૂળે રાજસ્થાનના અને મુઘલ શાસનની શરૂઆતનાં વર્ષોમાં સ્થાનાંતર કરીને પંજાબ ગયેલા. પ્રસિદ્ધ સંત શેખ ફરીદના હસ્તે તેમણે…
વધુ વાંચો >નેની, પિયેત્રો સાન્ડ્રો
નેની, પિયેત્રો સાન્ડ્રો (જ. 9 ફેબ્રુઆરી 1891, ફાઇનઝા, ઇટાલી; અ. 1 જાન્યુઆરી 1980, રોમ) : ઇટાલીના અગ્રણી મુત્સદ્દી, પત્રકાર, સમાજવાદી નેતા તથા દેશના નાયબ વડાપ્રધાન. 7થી 18 વર્ષની વય સુધી આ ખેડૂતપુત્રનો અનાથાલયમાં ઉછેર થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેમણે લશ્કરમાં કામગીરી કરી અને ત્યારબાદ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને…
વધુ વાંચો >નેબ્રાસ્કા
નેબ્રાસ્કા : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્ય-ઉત્તર ભાગમાં મિસૂરી નદીની પશ્ચિમે આવેલું કૃષિપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 40°થી 43´ ઉ. અ. અને 95° 19´થી 104° 03´ પ. રે. વચ્ચે તે આવેલું છે. સિંચાઈ સુવિધા ધરાવતા આ રાજ્યનો મુખ્ય પાક મકાઈ (corn) હોવાથી તેનું લાડનું નામ ‘કૉર્નહસ્કર સ્ટેટ’ પડેલું છે. ‘નેબ્રાસ્કા’ નામ ઓટો…
વધુ વાંચો >નેવાડા
નેવાડા : યુનાઇટેડ સ્ટેટ્સના લગભગ છેક પશ્ચિમ ભાગમાં આવેલું આંતરપર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 35° થી 42° ઉ. અ. અને 114° થી 120° પ. રે. વચ્ચે આવેલું છે. ‘નેવાડા’ એ મૂળ સ્પૅનિશ શબ્દ છે, તેનો અર્થ ‘બરફઆચ્છાદિત’ એવો થાય છે; વળી અહીંથી ચાંદીનાં ખનિજો મળી આવતાં હોવાથી તેનું લાડનું નામ…
વધુ વાંચો >નૉજ, ઈમ્રે
નૉજ, ઈમ્રે (જ. 7 જૂન 1896, કાપોસ્વાર, હંગેરી; અ. 17 જૂન 1958, બુડાપેસ્ટ) : હંગેરિયન રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી, સ્વતંત્ર સામ્યવાદી તથા સોવિયેત યુનિયનના સકંજામાંથી હંગેરીને મુક્ત કરવા મથતા હંગેરિયન ક્રાંતિકારી સરકારના વડાપ્રધાન (1956). ખેડૂત કુટુંબમાં જન્મેલ નૉજ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી થતાં પહેલાં લુહાર તરીકે કામ કરતા હતા. રશિયનો દ્વારા અટકાયત…
વધુ વાંચો >નોમ પેન્હ (Phnom Penh – nahm pen)
નોમ પેન્હ (Phnom Penh – nahm pen) : કામ્પુચિયા(કમ્બોડિયા)નું પાટનગર. કામ્પુચિયાના દક્ષિણ મધ્ય ભાગમાં મેકોંગ, ટોનલે સૅપ તથા બાસાક નદીઓના ‘X’ આકારના સંગમસ્થાન(બે નદીઓ એકબીજીને વીંધતી હોય એવું સંગમસ્થાન) પર તે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 11° 33´ ઉ. અ. અને 104° 55´ પૂ. રે.. દંતકથા મુજબ શહેરના ઉત્તર ભાગમાં…
વધુ વાંચો >