નગીન શાહ

સર્વાસ્તિવાદ

સર્વાસ્તિવાદ : બૌદ્ધ ધર્મનો સાંપ્રદાયિક સિદ્ધાન્ત. બુદ્ધનિર્વાણ પછી લગભગ 140 વર્ષે બુદ્ધસંઘના બે ભાગ પડી ગયા  મહાસાંઘિક અને સ્થવિરવાદ. મહાસાંઘિક ઉદારપંથીઓનું જૂથ હતું અને સ્થવિરવાદ અનુદારપંથીઓનું. આ સંઘભેદ પછી 100થી 130 વર્ષમાં સ્થવિરવાદની અનેક ઉપશાખાઓ થઈ. તેમાંની એક સર્વાસ્તિવાદ છે. મથુરા અને ઉત્તરાપથ – વિશેષત: કાશ્મીર અને ગાંધાર – તેનાં…

વધુ વાંચો >

સંગ્રહણી

સંગ્રહણી : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. ઈ. સ. 490થી 590 વચ્ચે થયેલા ‘વિશેષાવશ્યકભાષ્ય’ના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ કૃતિની રચના કરી છે. તેમાં જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચેલી 367 ગાથાઓ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે મૂળ ગાથાઓ લગભગ 275 હતી, પરંતુ પછી ગાથાઓ ઉમેરાતી ગઈ અને લગભગ 500 થઈ ગઈ છે. તેના…

વધુ વાંચો >

સિદ્ધસેન દિવાકર

સિદ્ધસેન દિવાકર : ઉચ્ચ કોટિના જૈન દાર્શનિક ચિન્તક અને કવિ. તેમના જીવન વિશે સમકાલીન સામગ્રી મળતી નથી, પરંતુ અનુક્રમે ઈ. સ. 1278, 1305 અને 1349માં રચાયેલ પ્રભાચન્દ્રકૃત ‘પ્રભાવકચરિત’, મેરુતુંગકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’, રાજશેખરકૃત ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ તેમજ લગભગ ઈ. સ. 11મી શતાબ્દીમાં રચાયેલ ભદ્રેશ્વરની ‘કહાવલિ’(અપ્રકાશિત)માં તેમના જીવનનો વૃત્તાન્ત આપવામાં આવેલ છે. – તેમાંથી આટલી…

વધુ વાંચો >

સ્યાદ્વાદ

સ્યાદ્વાદ : જૈન તત્વજ્ઞાનનો જાણીતો સિદ્ધાન્ત. અનેકાન્તાત્મક અર્થનું કથન સ્યાદ્વાદ છે. વસ્તુ અનેકાન્તાત્મક છે. અહીં ‘અન્ત’ શબ્દનો અર્થ ધર્મ સમજવાનો છે અને ‘અનેક’ શબ્દથી જૈન ચિન્તકને અભિપ્રેત છે અનન્ત. આમ, વસ્તુ અનન્તધર્માત્મક છે. એ કારણે તેમાં પરસ્પરવિરોધી ધર્મો પણ છે જ. તે ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે, તે…

વધુ વાંચો >

સ્વભાવવાદ

સ્વભાવવાદ : પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક સિદ્ધાન્ત. ‘શ્વેતાશ્વતરોપનિષદ’માં (1.2) કાલવાદ, યચ્છાવાદ આદિ સાથે સ્વભાવવાદનો ઉલ્લેખ છે. ‘સૂત્રકૃતાંગ’ની શીલાંકકૃત ટીકામાં (1.1.2.2), અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’માં, આચાર્ય મલ્લવાદીકૃત ‘નયચક્ર’ તથા તેની સિંહસૂરિલિખિત વૃત્તિમાં, આચાર્ય હરિભદ્રસૂરિના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં અને ‘ષડ્દર્શનસમુચ્ચય’ની ગુણરત્ન-વિરચિત ‘તર્કરહસ્યદીપિકા’ ટીકામાં સ્વભાવવાદની સમજૂતી આપવામાં આવી છે. જૈન કર્તાઓએ જ ખાસ કરીને સ્વભાવવાદની નોંધ લીધી…

વધુ વાંચો >

હીનયાન

હીનયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની બે પ્રધાન શાખાઓ છે – હીનયાન અને મહાયાન. આ નામો મહાયાનીઓએ આપ્યાં છે. પોતાના માર્ગની (પંથની) શ્રેષ્ઠતા દર્શાવવા તેમણે પોતાના માર્ગને મહાયાન નામ આપ્યું અને પ્રાચીન બૌદ્ધ ધર્મ યા થેરવાદને ઊતરતો માર્ગ દર્શાવવા હીનયાન નામ આપ્યું. હીનયાન પ્રાચીન ત્રિપિટકો ઉપર આધારિત વ્યવસ્થિત…

વધુ વાંચો >