ધીરુ પરીખ
જેફર્સ, રૉબિનસન
જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >ઠાકોર, પિનાકિન
ઠાકોર, પિનાકિન (જ. 24 ઑક્ટોબર 1916, મ્યોમ્યાં; અ. 26 નવેમ્બર 1995, અમદાવાદ) : ગુજરાતી કવિ. વતન અમદાવાદ. માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈ 1934માં મૅટ્રિક થયા અને ત્યાંની કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કરી પુણેમાંથી 1938માં કૃષિવિજ્ઞાનના વિષય સાથે બી.એસસી. થયા. 1940માં મ્યોમ્યાંમાં સોના-ઝવેરાતનો વેપાર શરૂ કર્યો. 1941થી અમદાવાદમાં ઝવેરાતની દુકાન નાખી સ્થિર…
વધુ વાંચો >ડિવાઇન કૉમેડી, ધ
ડિવાઇન કૉમેડી, ધ : ઇટાલિયન કવિ ડૅન્ટી ઍલિગિરી(1265–1321)નું રચેલું વિશ્વસાહિત્યનું મહાકાવ્ય. 14000 પંક્તિનું આ કાવ્ય નરકલોક, શુદ્ધિલોક અને સ્વર્લોક નામક ત્રણ ખંડ તથા 100 સર્ગમાં વહેંચાયેલું છે. 1300થી 1320 દરમિયાન પોતાના આયુના ઉત્તરાર્ધમાં કવિએ આ કાવ્ય આરંભ્યું અને પૂરું કર્યું. કાવ્યનાયક તરીકે કવિ પોતે હોઈ, કેટલાકને મતે આ પરંપરાગત મહાકાવ્ય…
વધુ વાંચો >તુલનાત્મક સાહિત્ય
તુલનાત્મક સાહિત્ય : સાહિત્યવિવેચનનો એક અભિગમ. આ સદીના પ્રથમ ચરણમાં તેની વિભાવના સ્પષ્ટ બની અને સ્થિર થઈ. ‘તુલનાત્મક સાહિત્ય’ સંજ્ઞાનો પ્રથમ પ્રયોગ વિલમેંએ 1829માં કર્યા પછી સેંત બવે એને પ્રચલિત કરી. જર્મન કવિ-ફિલસૂફ ગ્યૂઇથેએ વિશ્વસાહિત્ય(welt literature)ની જે વિભાવના વહેતી મૂકી તેમાંથી ક્રમશ: તુલનાત્મક સાહિત્યનો ખ્યાલ વિકાસ પામ્યો છે. એ પૂર્વે…
વધુ વાંચો >નળાખ્યાન
નળાખ્યાન (1686) : મધ્યકાલીન ગુજરાતી કવિવર પ્રેમાનંદરચિત આખ્યાન. મૂળ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનના કથાવસ્તુનો મધ્યકાલીન જૈન કવિઓએ ઉપયોગ કર્યા પછી આખ્યાન રૂપે જૈનેતર કવિઓમાં ઈસવી સનની પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન થઈ ગયેલા ભાલણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પોતાના 30 કડવાંના ‘નળાખ્યાન’માં એણે જણાવ્યા પ્રમાણે શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’…
વધુ વાંચો >નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ
નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ (જ. 1 જૂન 1876, અમદાવાદ; અ. 7 ડિસેમ્બર 1958) : ગુજરાતી લેખિકા. ‘એક અમદાવાદી સુરતી’, ‘ઓશિંગણ’, ‘કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા’, ‘નચિન્ત’ વગેરે તખલ્લુસો તેમણે રાખ્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કૉલેજમાં લઈ 1891માં મૅટ્રિક થયાં. 1901માં લૉજિક અને મૉરલ…
વધુ વાંચો >નીલકંઠ, વિનોદિની
નીલકંઠ, વિનોદિની (જ. 9 ફેબ્રુઆરી 1907, અમદાવાદ; અ. 29 સપ્ટેમ્બર 1987, અમદાવાદ) : ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા અને બાળસાહિત્યનાં અગ્રણી લેખિકા. પિતા રમણભાઈ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ કેળવણી અમદાવાદમાં. 1928માં મુખ્ય અંગ્રેજી અને ગૌણ ગુજરાતી વિષય સાથે બી.એ., અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયો લઈ 1930માં…
વધુ વાંચો >ફ્રૉસ્ટ, રૉબર્ટ
ફ્રૉસ્ટ, રૉબર્ટ (જ. 26 માર્ચ 1874, સાનફ્રાન્સિસ્કો, અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1963, બૉસ્ટન, અમેરિકા) : જાણીતા અમેરિકન કવિ. ક્ષયની બીમારીમાં 1885માં પિતાનું અવસાન થતાં માતા મૅસેચૂસેટના સેલમ ગામમાં શિક્ષિકા બન્યાં અને રૉબર્ટ એ ગામની શાળામાં દાખલ થયા. માતાની આછીપાતળી આવકમાં ઉમેરો કરવા 12 વર્ષની વયે મોચીની દુકાનમાં અને રજાઓ દરમિયાન…
વધુ વાંચો >મહાકાવ્ય
મહાકાવ્ય : વિશ્વસાહિત્યનો એક પ્રાચીન કાવ્યપ્રકાર. એનો ઉદગમસ્રોત કંઠ્ય પરંપરામાં ક્યાંક હોવાનું સ્વીકારાયું છે. કેટલીક પ્રજાઓ પોતાના સમયના કોઈ વીરનાયકને કેન્દ્રમાં રાખી પોતાની એષણાઓ અને આકાંક્ષાઓ, પોતાનાં જીવનમૂલ્યો અને પોતાની જીવનરીતિઓ, પોતાનાં સમસામયિક તથ્યો અને સર્વસામયિક સત્યોને અંકે કરી અનાગતને સુપરત કરવા વાઙ્મય રૂપ આપે છે. આમ, કંઠોપકંઠ ઊતરી આવેલાં…
વધુ વાંચો >મિલ્ટન, જૉન
મિલ્ટન, જૉન (જ. 9 ડિસેમ્બર 1608, ચીપસાઇડ; અ. 8 નવેમ્બર 1674, લંડન) : અંગ્રેજ કવિ. પિતા વ્યવસાયે નોટરી, ધર્મે પ્યુરિટન અને સંગીત તથા સાહિત્યના શોખીન. પુત્ર જૉનને પ્યુરિટન સંપ્રદાયમાં ઊંડી શ્રદ્ધા અને સંગીત-સાહિત્યનો શોખ પિતા તરફથી વારસામાં મળેલાં. પિતાએ પુત્રના શિક્ષણ માટે ગૃહશિક્ષકની વ્યવસ્થા કરેલી. વળી, થોડો અભ્યાસ જૉને લંડનની…
વધુ વાંચો >