ધીરુ પરીખ
કાવાબાતા યાસુનારી
કાવાબાતા યાસુનારી (જ. 11 જૂન 1899, ઓસાકા, જપાન; અ. 16 એપ્રિલ 1972, કાનાઝાવા, જપાન) : નોબેલ પારિતોષિક-વિજેતા જપાની નવલકથાકાર અને સમીક્ષક. આ સમર્થ સર્જકે બાળવયે માતાપિતા ગુમાવ્યાં, પછી દાદાદાદી પાસે ઊછર્યા. વતનમાં પ્રાથમિક અને ટોકિયોમાં માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ પૂરું કરી 1925માં જપાની અને અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક થયા. અભ્યાસકાળ…
વધુ વાંચો >કૅન્સર વૉર્ડ – ધ
કૅન્સર વૉર્ડ, ધ : નોબેલ પારિતોષિકવિજેતા (1970) રશિયન નવલકથાકાર ઍલેક્ઝાન્ડર સૉલ્ઝિનિત્સિનની નવલકથા. રાષ્ટ્રની નીતિ વિરુદ્ધ લેખનકાર્ય બદલ તેમને 1953 બાદ સાઇબીરિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને કૅન્સરની બીમારી લાગુ પડી. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરી તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. હૉસ્પિટલમાં થયેલા અનુભવો પર આ નવલકથા રચાઈ છે. તેમની…
વધુ વાંચો >કેવલકાન્તી – ગ્વિદો
કેવલકાન્તી, ગ્વિદો (જ. સંભવત: 1255; અ. 1300) : ઇટાલીના પ્રસિદ્ધ કવિ અને સક્રિય રાજકારણી. ફ્લૉરેન્સમાં રાજકીય શાન્તિ સ્થાપવાના ઉદ્દેશથી 1267માં વિરોધી પક્ષની કન્યા બિયાટ્રિસ દેગ્લી સાથે લગ્ન કર્યાં. 1280માં કાર્દિનલ લૅટિનો દ્વારા શાન્તિ સંઘના સભ્ય બન્યા. 1283થી પ્રસિદ્ધ મહાકવિ ડૅન્ટી સાથે મૈત્રી સધાઈ. 1284માં ગ્રાન્ડ કાઉન્સિલના અને ગ્વેલ્ફ પક્ષના સભ્ય…
વધુ વાંચો >કેસૂડાં
કેસૂડાં : કૉલકાતાના ગુજરાતી સાહિત્ય મંડળનું વાર્ષિક પ્રકાશન. ‘રૂપ, રંગ અને રસભર્યા’ આ અનિયતકાલિક વાર્ષિકનો પ્રથમ અંક એપ્રિલ 1953માં શિવકુમાર જોશી, જયંતીલાલ શાહ અને રમણીક મેઘાણીના સંપાદકમંડળે વસંત અંક તરીકે પ્રકટ કરેલો. ત્યારપછી 1954, 1955, 1957, 1962, 1964, 1966-67, 1973 એમ ‘કેસૂડાં’ વાર્ષિક પ્રકટ થતું રહ્યું. કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન…
વધુ વાંચો >કૌમુદી
કૌમુદી : સાહિત્યસમીક્ષાનું ગુજરાતી સામયિક. પ્રસિદ્ધ વિવેચક વિજયરાય કલ્યાણરાય વૈદ્યે વિ. સં. 1980ના આશ્વિન માસમાં આ સાહિત્યિક માસિકનો પ્રથમ અંક પ્રકટ કર્યો હતો. ડિમાઈ કદના આ સામયિકમાં મુખ્યત્વે સાહિત્યિક લેખો ઉપરાંત જીવનલક્ષી લેખો પણ અવારનવાર અપાતા રહેતા. તેના તંત્રીની સૂઝસમજ અને સાહિત્યપ્રીતિથી સંમાર્જાયેલું આ માસિક એનાં પ્રકાશનોનાં વર્ષ દરમિયાન સાહિત્યરસિકોમાં…
વધુ વાંચો >ગૉલ્ઝવર્ધી, જ્હૉન
ગૉલ્ઝવર્ધી, જ્હૉન (જ. 14 ઑગસ્ટ 1867, સરે; અ. 31 જાન્યુઆરી 1933, લંડન) : 1932નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અંગ્રેજ નાટકકાર, નવલકથાકાર. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. થોડો સમય વકીલાતનો વ્યવસાય કર્યો, પણ એમાં મન ગોઠ્યું નહિ. એટલે સાહિત્ય તરફ વળ્યા. એ શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા; પરંતુ સમાજ પ્રત્યેનું…
વધુ વાંચો >ગોલ્ડસ્મિથ, ઑલિવર
ગોલ્ડસ્મિથ, ઑલિવર (જ. 10 નવેમ્બર 1730, પૅલસ, આયર્લૅન્ડ; અ. 4 એપ્રિલ 1774, લંડન) : અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર. ખ્રિસ્તી દેવળના ગરીબ વ્યવસ્થાપક પિતાને ત્યાં જન્મ. ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અને અન્ય યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે પ્રયત્ન કરેલો, પણ ત્રણેક વર્ષે યુનિવર્સિટી છોડી ગૃહત્યાગ કરેલો અને ભૂખે મરવાનો વારો આવ્યો ત્યારે કોઈકે…
વધુ વાંચો >ગ્રેવ્ઝ, રૉબર્ટ
ગ્રેવ્ઝ, રૉબર્ટ (જ. 24 /26 જુલાઈ 1895, વિમ્બલડન, લંડન; અ. 7 ડિસેમ્બર 1985, મૉનોકો) : અંગ્રેજી કવિ, નવલકથાકાર અને વિવેચક. આયર્લૅન્ડના લેખક એ. પી. ગ્રેવ્ઝના પુત્ર. લંડનની ચાર્ટરહાઉસ શાળામાં અભ્યાસ. પ્રથમ વિશ્ર્વયુદ્ધને કારણે 1914માં અભ્યાસ છોડી રૉયલ વેલ્સ ફૂસિલિયર્સમાં જોડાયા અને લશ્કરની કામગીરીનો અનુભવ મેળવ્યો. 1919માં ફરીથી અભ્યાસ અર્થે ઑક્સફર્ડ…
વધુ વાંચો >છંદોલય
છંદોલય (1949) : ગુજરાતી કવિ નિરંજન ભગતનો પ્રથમ કાવ્યસંગ્રહ. ગીત, સૉનેટ, મુક્તક અને અન્ય છાંદસ મળી કુલ 52 કૃતિઓના આ સંગ્રહમાં છંદ અને લય પરનું કવિનું પ્રભુત્વ, રોમૅન્ટિક આવેગ અને પ્રશિષ્ટ કલા-ઇબારત; પ્રકૃતિ, મનુષ્ય, દેશપ્રેમ જેવા વિષયો; બાનીની સુઘડતા અને પ્રાસયોજનાની આકર્ષક ચુસ્તી ધ્યાન ખેંચે છે. અંગત પ્રેમની, અને તેમાંય…
વધુ વાંચો >