ધાતુશાસ્ત્ર
મિશ્રધાતુ (Alloy)
મિશ્રધાતુ (Alloy) : બે અથવા તેથી વધુ ધાતુઓનો બનેલ પદાર્થ. કોઈ પણ ધાતુ તેના પૂર્ણ, શુદ્ધ સ્વરૂપમાં બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે કે વપરાય છે. વળી ધાતુનું શુદ્ધ સ્વરૂપ મેળવવું ઘણું મોંઘું પણ બની રહે છે. બહોળા પ્રમાણમાં વપરાતી લોખંડ (આયર્ન), ઍલ્યુમિનિયમ, તાંબું, જસત, ટિન જેવી ધાતુઓ વાસ્તવમાં તેના…
વધુ વાંચો >મૂસ (crucible)
મૂસ (crucible) : ધાતુરસ બનાવવા માટે વપરાતું સાધન. જે ધાતુ કે મિશ્રધાતુને પિગાળવાની હોય તેને મૂસમાં મૂકવામાં આવે છે અને પછી તેને ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુના ગલનબિંદુ સુધી તાપમાન થતાં તે પીગળે છે અને તૈયાર થયેલ રસને જરૂરિયાત પ્રમાણે તૈયાર કરેલ બીબામાં ઢાળી દાગીનો તૈયાર કરવામાં…
વધુ વાંચો >મૃદૂકરણ (છમકારવું, tempering)
મૃદૂકરણ (છમકારવું, tempering) : ધાતુકાર્ય(metallurgy)માં ધાતુ કે મિશ્રધાતુની, ખાસ કરીને પોલાદની, કઠિનતા (hardness) અને મજબૂતાઈ જેવી લાક્ષણિકતાઓ સુધારવા માટે ઉપયોગમાં લેવાતી વિધિ. તેમાં મિશ્રધાતુને ક્રાંતિક (critical) પરાસ કરતાં નીચા એવા પૂર્વનિર્ધારિત તાપમાન સુધી ગરમ કરી, આ તાપમાને નિર્દિષ્ટ (specified) સમય સુધી જાળવી રાખી, તે પછી તેને નિયંત્રિત દરે, સામાન્ય રીતે…
વધુ વાંચો >મૅટે (matte)
મૅટે (matte) : તાંબું, નિકલ અને સીસાની સલ્ફાઇડ ખનિજ ધાતુઓમાંથી નિર્મોચન થયેલ (molten) સલ્ફાઇડોનું મિશ્રણ. તાંબાની ખનિજ-ધાતુઓનું સીધું પ્રગલન (smelting) કરવાને બદલે તેઓનું પ્રથમ મૅટે તરીકે પ્રગલન થાય છે; જેમાં આશરે 40થી 45 % તાંબું અને સાથોસાથ લોહ તથા સલ્ફર હોય છે. ત્યારબાદ આ મિશ્રણ પર બેસીમર પ્રકારના કન્વર્ટરમાં વધારાની…
વધુ વાંચો >રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) :
રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) : જમશેદપુરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ધાતુશોધન પ્રયોગશાળા. સ્થાપના : 1950. આ પ્રયોગશાળાનાં કર્તવ્યોમાં ખનિજો અને ધાતુખનિજોનાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનાં લક્ષણોનું નિર્ધારણ કરવું; તેની પેદાશો-આડપેદાશોના નિર્માણ માટેની પ્રક્રિયાઓનો વિકાસ કરવો; ખનિજખનન માટે કાર્યરત ખાણસંકુલોનું પદ્ધતિસરનું આલેખન કરવું; ખનિજીય પ્રક્રિયાઓ માટે વેપારી અને તક્નીકી સંભાવનાઓની…
વધુ વાંચો >રેણ
રેણ : જુઓ પાકું રેણ.
વધુ વાંચો >રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ
રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ : ઑસ્ટ્રેલિયાના કૅન્બરા શહેરમાં આવેલી જોવાલાયક ટંકશાળ. મુંબઈની ટંકશાળના પ્રમાણમાં ઘણી નાની, પરંતુ ઑસ્ટ્રેલિયાની વસ્તીના પ્રમાણમાં તે ઘણી મોટી કહેવાય. તેમાં ન્યૂઝીલૅન્ડ અને ફિજીના ચલણી સિક્કા પણ બનાવી આપવામાં આવતા હતા. આ ટંકશાળ જોવા માટેની વ્યવસ્થા પ્રશંસાજનક છે. આ ટંકશાળમાં ઉપરના માળે ઑબ્ઝર્વેશન ગૅલરી બનાવી છે. તેમાં…
વધુ વાંચો >લૉરેન્સિયમ
લૉરેન્સિયમ : કૃત્રિમ રીતે સંશ્ર્લેષિત કરવામાં આવેલ વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Lr. ફેબ્રુઆરી 1961માં બર્કલી(કૅલિફૉર્નિયા)માં આવેલી લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરીમાં હેવી આયન લિનિયર ઍક્સિલરેટર (HILAC) વાપરી આલ્બર્ટ ઘિયૉર્સો, ટૉર્બજૉર્ન સિક્કલૅન્ડ, આલ્મન ઈ. લાર્શ અને રૉબર્ટ એમ. લાટિમરે આ તત્વની શોધ કરી હતી. તેમણે કૅલિફૉર્નિયમ તત્વ(પરમાણુક્રમાંક 98)ના સમસ્થાનિકો 249, 250, 251 અને…
વધુ વાંચો >લોહઅયસ્ક (iron-ores)
લોહઅયસ્ક (iron-ores) લોહધાતુધારક ખનિજો. લોખંડ એ માનવ-વપરાશમાં લેવાતી ધાતુઓ પૈકીની રોજિંદા ઉપયોગની ધાતુ છે. પોપડાના દ્રવ્યબંધારણમાં વિપુલતા ધરાવતાં તત્ત્વો પૈકી સિલિકોન અને ઍલ્યુમિનિયમ પછી લોખંડનો ક્રમ આવે છે. તે પોપડાના દ્રવ્યનો 5.05 % હિસ્સો આવરી લે છે. ઉલ્કાઓ અને કેટલાક પ્રસ્ફુટિત ખડકોને બાદ કરતાં કુદરતમાં તે જવલ્લે જ પ્રાકૃત (native)…
વધુ વાંચો >લોહચુંબક (Magnet)
લોહચુંબક (Magnet) : લોહ(લોખંડ)ને આકર્ષવાનો ગુણ ધરાવતો પદાર્થ. લોહચુંબક કાયમી તેમજ બિનકાયમી એમ બે પ્રકારનાં હોય છે. ચુંબકત્વના અનેક પ્રકારો છે; જેમાં લોહચુંબક ફેરોમૅગ્નેટિઝમ (ferromagnetism) પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે. લોખંડના ઑક્સાઇડ (Fe3O4) એશિયા માઇનોર(Asia Minor)ના મૅગ્નેશિયા વિસ્તારમાં મળેલ હતા, તે લોખંડના ટુકડાને આકર્ષવાની શક્તિ ધરાવતા હતા. તે મૅગ્નેટાઇટ (Magnetite) તરીકે…
વધુ વાંચો >