ધર્મ-પુરાણ
આર્યસમાજ
આર્યસમાજ :વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતો એક અર્વાચીન ધર્મપંથ. પાશ્ચાત્ય ધર્મ અને સંસ્કૃતિનાં ભારતનાં ધર્મ અને સંસ્કૃતિ પર થતાં આક્રમણ સામે ભારતમાં જગાડવામાં આવેલ એક સુધારાવાદી આંદોલન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના ટંકારા ગામે જન્મેલ સ્વામી દયાનંદ સરસ્વતી (1824-83) દ્વારા 1875માં મુંબઈ ખાતે તેની સ્થાપના કરવામાં આવી હતી.…
વધુ વાંચો >આર્ષેય કલ્પસૂત્ર
આર્ષેય કલ્પસૂત્ર : જુઓ કલ્પ.
વધુ વાંચો >આલાર કાલામ
આલાર કાલામ : બુદ્ધના પ્રથમ ગુરુ. ‘અરિયપરિવેસાનસુત્ત’માં બુદ્ધની આલાર સાથેની મુલાકાત વર્ણવી છે. આલારે બુદ્ધને આકિંચન્યાયતન સમાધિ શીખવી અને બુદ્ધે તેને સિદ્ધ કરી. પરંતુ બુદ્ધને તેટલાથી સંતોષ ન થયો અને તે આલારને છોડી ગયા. જ્યારે બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયું ત્યારે સૌપ્રથમ આલારને પોતાનો ઉપદેશ ઝીલવા યોગ્ય ગણી તેમને ઉપદેશ આપવાનો…
વધુ વાંચો >આવસ્સય–ચૂન્નિ
આવસ્સય–ચૂન્નિ (सं. आवश्यक चूर्णि) : આવશ્યક સૂત્ર પરનો ટીકા-ગ્રંથ. તેના કર્તા જિનદાસગણિ મહત્તર મનાય છે. આમાં કેવળ શબ્દાર્થનું જ પ્રતિપાદન નથી, પરંતુ ભાષા અને વિષયની દૃષ્ટિએ જોતાં તે એક સ્વતંત્ર રચના જણાય છે. ઋષભદેવના જન્મ-મહોત્સવથી નિર્વાણપ્રાપ્તિ સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. જૈન પરંપરા અનુસાર તેમણે જ સર્વપ્રથમ અગ્નિનું ઉત્પાદન કરવાનું…
વધુ વાંચો >આવસ્સય–નિજ્જુત્તિ
આવસ્સય–નિજ્જુત્તિ (ઈ. પૂ. ત્રીજી સદી) (सं. आवश्यक निर्युक्ति) : શ્વેતાંબર જૈનોનું ધર્મશાસ્ત્ર. આવસ્સયસુત્ત (આવશ્યક સૂત્ર) ઉપર પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી આ એક પ્રકારની ટીકા (નિર્યુક્તિ) છે. શ્વેતાંબરોનાં ‘મૂલસૂત્રો’માં ગણાતા આવશ્યક સૂત્રમાં રોજ સવાર-સાંજ કરવી પડતી છ આવશ્યક ધાર્મિક વિધિઓ દર્શાવી હોવાથી તે ‘ષડ્-આવશ્યક’ નામથી પણ ઓળખાય છે. તેઓ માને છે કે…
વધુ વાંચો >આશ્વલાયન ગૃહ્યસૂત્ર
આશ્વલાયન ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પ.
વધુ વાંચો >આશ્વલાયન શ્રૌતસૂત્ર
આશ્વલાયન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ.
વધુ વાંચો >આશ્વલાયન સંહિતા
આશ્વલાયન સંહિતા : જુઓ ઋગ્વેદ.
વધુ વાંચો >