ધર્મ-પુરાણ
ગવામયન
ગવામયન : જુઓ યજ્ઞ.
વધુ વાંચો >ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી
ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી (જ. 27 ડિસેમ્બર 1881; અ. 14 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : વીસમી સદીના વેદભાષ્યકારોમાં આગવું સ્થાન ધરાવતા વિદ્વાન સંન્યાસી. ‘ભગવાન વેદ’ નામના ગ્રંથરત્નનું તેમનું સંપાદન અને વિશ્વનાં જુદાં જુદાં લગભગ 800 સ્થાનોમાં તેનું સ્થાપન, વિતરણ વગેરેનું કાર્ય અત્યંત નોંધપાત્ર છે. ‘ભગવાન વેદ’ એ 3935.48 ચોસેમી.ની સાઇઝમાં બે રંગમાં…
વધુ વાંચો >ગંધર્વ
ગંધર્વ : ગાનકુશલ, રૂપસુંદર અને વિલાસી દેવયોનિ. તે દેવોના અંશમાંથી જન્મેલા અર્ધદેવ છે. गन्धं अर्वीत प्राप्नोति अयम् गन्ध + अर्व् + (कर्मणि) अण् — ગંધને અનુસરનાર, ગંધને પકડી પાડનાર, તે गंधर्व. રશ્મિધારી સૂર્ય, જલધારી સૂર્ય, સૂર્યપ્રકાશથી થતો દિવસ. (રાત્રિને गन्धर्वी કહી છે.) સોમવલ્લી કે તેની અધિષ્ઠાત્રી દેવતા, સંગીતના ગન્ધ(સ્વર)ને અનુસરનાર…
વધુ વાંચો >ગંધાર
ગંધાર : ભારતનો પુરાણ-પ્રસિદ્ધ પ્રદેશ. ઐતરેય આરણ્યક(7.34)માં ‘ગંધાર’ પ્રદેશના રાજા નગ્નજિત્નો ઉલ્લેખ થયેલો છે. શતપથ બ્રાહ્મણ(8.1.4.10)માં એ અથવા તો એનો કોઈ વંશજ સ્વર્જિત્ નાગ્નજિત કે નગ્નજિત્ ઉલ્લિખિત થયેલો છે. ઋગ્વેદ(1.126.7)માં ભારતીય ઉપખંડના નૈર્ઋત્યકોણની પ્રજાને માટે ‘ગંધારી’ શબ્દ જોવા મળે છે. ગંધારીઓનાં ઘેટાંઓનું ઊન ત્યાં પ્રશંસિત થયેલું છે. ગંધારીઓનો ઉલ્લેખ અથર્વવેદ(5.22.14)માં…
વધુ વાંચો >ગાણપત્ય સંપ્રદાય
ગાણપત્ય સંપ્રદાય : પ્રાચીન કાળથી વૈદિક લોકોમાં ચાલતી ગણપતિ-ઉપાસના. વેદોમાં બ્રહ્મણસ્પતિની અને બૃહસ્પતિની તેમજ ક્વચિત્ ઇન્દ્રની પણ, જે સ્તુતિ છે તે ગણપતિપરક સ્તુતિ છે એમ એક મત છે. ગણપતિની નિત્યનૈમિત્તિક પૂજા અન્ય વૈદિક દેવો જેટલી જ પુરાણી જણાય છે. શ્રૌતયાગોમાં દેવ તરીકે ગણપતિ નથી, નિઘંટુ નિરુક્તમાં ગણપતિનું નામ નથી એ…
વધુ વાંચો >ગાથા સહસ્રી
ગાથા સહસ્રી : સકલચંદ્રગણિના શિષ્ય સમયસુન્દરગણિ સંગૃહીત ગ્રંથ. ઈ. સ. 1629માં તેમણે આમાં 1૦૦૦ સુભાષિતગાથાનો સંગ્રહ કર્યો છે. આમાં સૂરિના 36 ગુણ, સાધુઓના ગુણ, જિનકલ્પિકનાં ઉપકરણ, યતિદિનચર્યા, 25½ આર્યદેશ, ધ્યાતાનું સ્વરૂપ, પ્રાણાયામ, 32 પ્રકારનાં નાટક, 16 શૃંગાર, શકુન અને જ્યોતિષ વગેરે સાથે સંકળાયેલા વિષયોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં મહાનિશીથ, વ્યવહારભાષ્ય, પુષ્પમાલાવૃત્તિ…
વધુ વાંચો >ગાયત્રી
ગાયત્રી : વેદના સાત પ્રમુખ છંદોમાંનો સર્વપ્રથમ છંદ અને તે છંદના અનેક મંત્રોમાંનો એક શ્રેષ્ઠ ઉપાસનામંત્ર. વ્યુત્પત્તિ અનુસાર ગાયત્રી શબ્દનો गायन्तं त्रायते (गायत् + त्रै) ગાનારનું — જપ કરનારનું ત્રાણ — રક્ષણ કરનાર દેવતા એવો થાય. બ્રાહ્મણોમાં તેની વ્યુત્પત્તિ गां त्रायते (गो + त्रै) આપેલી છે, કેમ કે આ મંત્રની…
વધુ વાંચો >ગાર્ગી
ગાર્ગી : બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાની યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારી બ્રહ્મવાદિની એક તત્ત્વજ્ઞા. તે તપસ્વિની કુમારી હતી અને પરમહંસની જેમ જ રહેતી હતી. ગર્ગ ગોત્રમાં જન્મી હોવાથી તે ગાર્ગી કહેવાઈ. ઉપનિષદમાં તેનું નામ ગાર્ગી વાચકનવી છે. વચકનુની પુત્રી હોવાથી તે વાચકનવી કહેવાઈ. ગાર્ગીના વ્યક્તિગત નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ગર્ગકુલ…
વધુ વાંચો >ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ
ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ (જ. 23 ઑગસ્ટ 1894, દાઠા, ગોહિલવાડ; અ. 29 માર્ચ 1976) : પ્રસિદ્ધ જૈન પંડિત. પ્રાથમિક શિક્ષણ વતનમાં, પછી વારાણસીની યશોવિજય જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં આશરે આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિનો ઊંડો અભ્યાસ કર્યો. પાછા ફરી ચારેક વર્ષ અધ્યાપન-સંશોધનની છૂટક નોકરીઓ કરી. થોડો સમય બિકાનેરમાં…
વધુ વાંચો >ગિરિપ્રવચન
ગિરિપ્રવચન : બાઇબલના ઉત્તરાર્ધ, નવા કરારમાં પહેલા પુસ્તક માથ્થીના શુભસંદેશમાંનાં પાંચથી સાત સુધીના ત્રણ અધ્યાયો. ગિરિપ્રવચન બાઇબલના ધર્મસંદેશનો અર્ક અને સાર છે. તેમાં માનવજીવન વિશેની સર્વોત્કૃષ્ટ ભાવના, ઉચ્ચ આદર્શો તથા પ્રભુમય જીવન વિશે પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. સાદી, સચોટ અને મર્મવેધક ભાષામાં અપાયેલો આ સંદેશ નીતિમત્તા, ધર્મ અને આધ્યાત્મિકતાનો…
વધુ વાંચો >