ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા
ભજનલાલ (ચૌધરી)
ભજનલાલ (ચૌધરી) [જ. 6 ઑક્ટોબર 1930, કોરનવાલી (હાલના પાકિસ્તાનમાં આવેલું ગામ)] : હરિયાણા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને અગ્રણી રાજકારણી. ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કર્યું. 1960થી સક્રિય રાજકારણમાં ભાગ લેવાની શરૂઆત કરી અને 1964થી 1968નાં વર્ષો દરમિયાન હરિયાણામાં આવેલા હિસ્સારની નગર પંચાયત સમિતિના…
વધુ વાંચો >ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947
ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947 : 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિલીનીકરણની સમસ્યા સૌથી વધારે ઉગ્ર બનતી રહી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોમાં તે આડખીલીરૂપ બની રહેલી છે. ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો…
વધુ વાંચો >ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971
ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971 : બાંગ્લાદેશના મુક્તિ આંદોલનના પરિપ્રેક્ષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ. 1947માં ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રોના ઉદય પછી પશ્ચિમ પાકિસ્તાને સરકારી હોદ્દાઓ પરની નિમણૂકો, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, અંદાજપત્રીય ફાળવણી વગેરેમાં ભેદભાવભરી નીતિઓ અખત્યાર કરી. પૂર્વ પાકિસ્તાનના નાગરિકો જાણે કે બીજા દરજ્જાના નાગરિકો હોય અને…
વધુ વાંચો >લાસ્કી, હૅરોલ્ડ જૉસેફ
લાસ્કી, હૅરોલ્ડ જૉસેફ (જ. 30 જૂન 1893, માંચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1950, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી, જાણીતા પ્રાધ્યાપક અને શિક્ષણકાર તથા બ્રિટિશ મજૂર પક્ષના અગ્રણી સભ્ય. સુખી અને સંપન્ન કુટુંબમાં જન્મેલા લાસ્કીને તેમના પિતા આદર્શ પુત્ર બનાવવા ચાહતા હતા, પરંતુ તેઓ પ્રકૃતિથી જ વિદ્રોહી વિચારશૈલી ધરાવતા હતા. આથી જરીપુરાણા…
વધુ વાંચો >સત્તાની સમતુલા
સત્તાની સમતુલા : દેશો યા દેશોનાં જૂથો વચ્ચે સત્તાના લગભગ સમાન પ્રભાવની વ્યવસ્થા ઊભી કરી તે દ્વારા રક્ષણ મેળવી શાંતિ જાળવી રાખવાની એક પ્રયુક્તિ. તે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અગત્યનો સિદ્ધાંત હતો અને શાંતિની સ્થિતિ જાળવી રાખવા યા આવનાર યુદ્ધ અટકાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તે સત્તાના વાસ્તવિક વિતરણ સાથે સંબંધ…
વધુ વાંચો >