ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા
દલિત પૅંથર
દલિત પૅંથર : પોતાના સામાજિક અને આર્થિક શોષણ સામે સામૂહિક રીતે લડત આપવા ભારતના દલિત વર્ગના યુવાનોએ ઊભું કરેલ સંગઠન. સદીઓથી કહેવાતા ઉજળિયાત વર્ગના હાથે શોષણનો શિકાર બનેલી જાતિઓ ભારતમાં દલિત તરીકે ઓળખાય છે. સદીઓથી તેમની સાથે અમાનવીય અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરીને, તેમને અસ્પૃશ્ય ગણીને હિંદુ સમાજે તેમને ઘોર અન્યાય…
વધુ વાંચો >દ્રવિડ મુનેત્ર કળગમ
દ્રવિડ મુનેત્ર કળગમ (D.M.K.) : ભારતમાં પ્રાદેશિકવાદના ધોરણે ઊભી થયેલી પ્રથમ ચળવળ. 5 જૂન, 1960ના રોજ દ્રવિડ મુનેત્ર કળગમ ચળવળે અલગ તમિળનાડુ રાજ્યની રચનાની માંગણી સાથે ચેન્નાઈમાં મોટા પાયા પર ચળવળ અને આંદોલન શરૂ કર્યાં. તેમણે તમિળનાડુને બાદ કરીને ભારતના નકશાઓની જાહેરમાં હોળી કરી. આગળ જતાં આ દ્રવિડ મુનેત્ર કળગમ…
વધુ વાંચો >દ્વિગૃહી ધારાસભા
દ્વિગૃહી ધારાસભા : બે ગૃહો ધરાવતી ધારાસભા. જે ધારાસભામાં માત્ર એક જ ગૃહ હોય છે તેને એકગૃહી અને જેને બે ગૃહો હોય છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જે રાજ્યમાં દ્વિગૃહી પદ્ધતિ પ્રવર્તતી હોય છે ત્યાં ધારાસભાના પ્રથમ ગૃહને નીચલું અને બીજાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. ભારત, ઇંગ્લૅન્ડ,…
વધુ વાંચો >નગરપતિ (Mayor)
નગરપતિ (Mayor) : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટાયેલા વડા. ભારતમાં મોટાં શહેરોનો વહીવટ ચલાવવા માટે કૉર્પોરેશનની રચના કરવામાં આવી છે. તે શહેરી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનું એક મહત્ત્વનું અંગ છે. બધાં રાજ્યોમાં કૉર્પોરેશનની રચના શહેરી સ્થાનિક સરકારના ભાગ રૂપે કરવામાં આવે છે. કૉર્પોરેશનમાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી નગરપતિ ચૂંટવામાં આવે છે. સામાન્યત: તેઓના હોદ્દાની…
વધુ વાંચો >નગરપંચાયત
નગરપંચાયત : લોકશાહી વિકેન્દ્રીકરણ દ્વારા ગ્રામવિકાસ સાધવા માટે ભારતમાં આઝાદી પછી રચવામાં આવેલ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો એક ઘટક. ભારતને આઝાદી મળ્યા પછી દેશના સર્વાંગી વિકાસ માટે સામુદાયિક વિકાસયોજનાઓ તથા રાષ્ટ્રીય વિસ્તરણ સેવાઓ દાખલ કરવામાં આવી હતી, જેમનું મૂલ્યાંકન કરવા માટે 1975માં ભારત સરકારે તે વખતના સંસદસભ્ય અને પાછળથી ગુજરાતના…
વધુ વાંચો >પંચાયત-પંચાયતી રાજ
પંચાયત-પંચાયતી રાજ : ભારતમાં ગામડાંનો વહીવટ કરતી સંસ્થા અને તેની વહીવટ-પદ્ધતિ. પ્રાચીન સમયથી છેક આધુનિક સમય સુધીના રાજ્યવહીવટના કેન્દ્રમાં હંમેશાં ગામડું રહ્યું છે અને તેનો વહીવટ કરતી સંસ્થાઓ પંચાયતો છે. ‘પંચાયત’ શબ્દના મૂળમાં સંસ્કૃત ભાષાના બે શબ્દો છે : पंच અને आयतनम्. ‘પંચ’ સંખ્યાસૂચક છે, જે પાંચની સંખ્યા દર્શાવે છે.…
વધુ વાંચો >પૉલિટ બ્યૂરો
પૉલિટ બ્યૂરો : સોવિયેત સંઘના અસ્તિત્વ દરમિયાન તે દેશ પર શાસન કરતા સામ્યવાદી પક્ષનો સૌથી શક્તિશાળી રાજકીય એકમ (1919-98). ઑક્ટોબર, 1917ની સફળ થયેલી સામ્યવાદી ક્રાંતિ બાદ, 1919માં તેની સ્થાપના સોવિયેત સંઘના પ્રથમ વડા લેનિને કરી હતી. 199૦ પહેલાં ત્યાંના સામ્યવાદી પક્ષના સૌથી શક્તિશાળી સભ્યો તેમાં સામેલ હતા. સોવિયેત સંઘની સરકાર…
વધુ વાંચો >બગદાદ સંધિ
બગદાદ સંધિ : બીજા વિશ્વયુદ્ધ પછી મધ્ય-પશ્ચિમ એશિયામાં સામ્યવાદી પ્રભાવને રોકવા માટે કેટલાંક રાષ્ટ્રો વચ્ચે થયેલો કરાર (1955). 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય રાજકારણને આવરી લેતી જો કોઈ અગત્યની બાબત હોય તો તે ઠંડા યુદ્ધની છે. અમેરિકા તથા સોવિયટ સંઘ – એ બંને વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાજ્યો હતાં; પરંતુ…
વધુ વાંચો >બાલ્ફર ઘોષણા
બાલ્ફર ઘોષણા : પૅલેસ્ટાઇનમાં વસતા યહૂદીઓના અલગ અને સ્વતંત્ર રાજ્યને ઇંગ્લૅન્ડની સરકારનો ટેકો જાહેર કરતો દસ્તાવેજ. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં તુર્કીના સુલતાને પૅલેસ્ટાઇનમાં રહેલા યહૂદીઓ પરનાં નિયંત્રણો વધુ કડક બનાવ્યાં. તેમ છતાં પણ પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાજ્ય માટેની ઝાયન ચળવળ ઉગ્રતાભેર ચાલુ રહી. યુદ્ધની શરૂઆતમાં મિત્ર રાષ્ટ્રોની સ્થિતિ મુશ્કેલીભરી…
વધુ વાંચો >બાંડુંગ પરિષદ
બાંડુંગ પરિષદ : વિશ્વના રાજકારણમાં બિનજોડાણવાદી જૂથ તરીકે ઊપસી આવેલ નવોદિત સ્વતંત્ર અને તટસ્થ રાષ્ટ્રોની પ્રથમ પરિષદ (1955). દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) બાદ એશિયાનાં સંસ્થાનો સ્વતંત્ર થવા લાગ્યાં. તેવી જ રીતે 1957 પછી આફ્રિકાનાં સંસ્થાનો સ્વતંત્ર બન્યાં. આ સમયગાળા દરમિયાન પશ્ચિમના દેશો અને સામ્યવાદી દેશો વચ્ચે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તતી હોવાથી…
વધુ વાંચો >