દિનકર ભોજક
અજબકુમારી
અજબકુમારી : ત્રિઅંકી ગુજરાતી નાટક. લે. મૂળશંકર મૂલાણી. રજૂઆત : શ્રી મુંબઈ ગુજરાતી નાટકમંડળી, 30-9-1889; પ્રકાશન; 1955. અજબકુમારી ચંદ્રાવતીના સેનાપતિ રણધીરને ચાહે છે. ચંદ્રાવતીની રાજકુંવરી ચંદ્રિકા પણ તેને ચાહે છે. રાણી ધારા રાજ્યલોભમાં તેને ચંદ્રાવતીના ગર્વિષ્ઠ રાજકુમાર અર્જુનદેવ સાથે પરણાવવા મથે છે. રાજા પુત્રીને લઈ જંગલમાં આવે છે. અર્જુનદેવ અને…
વધુ વાંચો >અશ્રુમતી
અશ્રુમતી (1895) : ઐતિહાસિક વસ્તુવાળું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. શ્રી દેશી નાટક સમાજે ઈ. સ. 1895-96માં ભજવ્યું હતું. લેખકનાં આગલાં નાટકો કરતાં આ નાટકની ભાષા વધારે અસરકારક અને ઔચિત્યપૂર્ણ છે. સંવાદમાં લય અને આરોહઅવરોહ ઉપરાંત ભાવસભરતા છે. જયંતિ દલાલે એ જ નામે તેને ‘શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો…
વધુ વાંચો >ઓગરા, સોરાબજી ફરામજી
ઓગરા, સોરાબજી ફરામજી (જ. 26 મે 1853; અ. 3 એપ્રિલ 1933) : પારસી રંગમંચના નામી કલાકાર. ગરીબ કુટુંબમાં ઉછેર થયો હતો. શાળાના અભ્યાસમાં મન ન લાગ્યું એટલે પિતાએ એમને કારખાનામાં નોકરીએ રાખ્યા. યંત્રના સંચા પણ સંગીત છેડતા હોય એમ એમને લાગતું અને તે સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જતા. હિંદી શીખ્યા પછી,…
વધુ વાંચો >કાબરાજી, કેખુશરો નવરોજી
કાબરાજી, કેખુશરો નવરોજી (જ. 21 ઑગસ્ટ 1842, મુંબઈ; અ. 25 એપ્રિલ 1904, મુંબઈ) : પારસી પત્રકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને સમાજસુધારક. લેખન અને પત્રકારત્વનો બહુ નાની વયે જ પ્રારંભ થયો, જેમાં તેમની સમાજને સુધારવાની ધગશ જોવા મળે છે. ચૌદ વર્ષની વયે ‘મુંબઈ ચાબૂક’ જેવા ચોપાનિયામાં બાળલગ્ન, કજોડાં વગેરે જેવા વિષયો પર…
વધુ વાંચો >ખટાઉ, કાવસજી પાલનજી
ખટાઉ, કાવસજી પાલનજી (જ. 1857, મુંબઈ; અ. 16 ઑગસ્ટ 1916, લાહોર) : ઓગણીસમી સદીની ગુજરાતી રંગભૂમિના કસબી દિગ્દર્શક. જન્મ મુંબઈમાં ડુક્કર બજારની સામે ધોબી તળાવના મકાનમાં. કુટુંબની હાલત ગરીબ હતી. એમને નાનપણથી વાંચવાનો ખૂબ શોખ હતો. તે શેક્સપિયરનાં નાટકો વાંચતા અને ઘરમાં એના પાઠો બોલતા. સૌપ્રથમ જહાંગીર ખંભાતાએ એમને પોતાની…
વધુ વાંચો >ગિરનારા, દયાશંકર વસનજી
ગિરનારા, દયાશંકર વસનજી (જ. 1864, જૂનાગઢ; અ. 27 નવેમ્બર 1909, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના અભિનેતા. માતાનું નામ વ્રજકુંવર હતું. એમના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. તે પાંચ વર્ષની નાની વયે હલકદાર કંઠે ભજનો ગાતા. સાત વર્ષની વયે શાળાપ્રવેશના પ્રથમ દિને એમણે સુરદાસનું પદ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો’ આંસુ સાથે…
વધુ વાંચો >જાની, અમૃત જટાશંકર
જાની, અમૃત જટાશંકર (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો…
વધુ વાંચો >‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ)
‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ) (જ. 9 નવેમ્બર 1888, વરવાડા, જિ. જામનગર; અ. 22 ડિસેમ્બર 1955, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. નાની વયે માબાપ મૃત્યુ પામતાં મોટાં ભાભીને ત્યાં ઊછર્યા. નાટકના શોખીન બનેવી મથુરાદાસ જમનાદાસને નાટક જોવા સાથે લઈ જાય. જામને સૌપ્રથમ ‘કૃષ્ણસુદામા’ નાટક રચ્યું હોવાનું મનાય છે. 16 વર્ષની ઉંમરે લખેલ…
વધુ વાંચો >ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’
ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’ (જ. 25 સપ્ટેમ્બર 1908, મુંબઈ; અ. 2 ઑગસ્ટ 1997, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. 1928માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં પાસ થયા પછી રૂનો વ્યવસાય. મેસર્સ ગોકળદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર બનેલા. વિદર્ભમાં જિનિંગ પ્રેસિંગનાં કારખાનાં નાંખેલાં. તેમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પંડિત ઓમકારનાથ પાસે મેળવ્યું. તેમના…
વધુ વાંચો >ત્રાપજકર, પરમાનંદ
ત્રાપજકર, પરમાનંદ (જ. 24 ફેબ્રુઆરી 1902, ત્રાપજ, જિ. ભાવનગર; અ. 1992) : ગુજરાતી નાટ્યકાર. પિતાશ્રી મણિશંકર ભટ્ટ સાગરખેડુ વ્યાપારી હતા. એમનાં માતુશ્રી બેનકુંવરબાનું પિયર સાહિત્ય અને સંગીતના રંગે રંગાયેલું હતું. તેઓ ત્રાપજની શાળામાં સાત ગુજરાતી અને ભાવનગર સનાતન હાઈસ્કૂલમાં ચોથી અંગ્રેજી સુધી ભણેલા. પંદર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં, ઓગણીસ…
વધુ વાંચો >