દશરથલાલ ગૌરીશંકર વેદિયા

નલવિલાસ

નલવિલાસ : આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રે 12મી સદીમાં લખેલું સાત અંકનું નાટક. તેમણે મહાભારતની નલકથાને આ નાટ્યકૃતિમાં આલેખી છે. કવિએ ‘નાટ્યદર્પણ’માં 13 જગ્યાએ તેમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. તેમની પ્રિય કૃતિઓમાં ‘રઘુવિલાસ’ પછી ‘નલવિલાસ’ છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે રામ અને કૃષ્ણની વાર્તા જેવી નળની વાર્તા પણ આકર્ષક છે. પ્રથમ અંકમાં વિહાર-ઉદ્યાનમાં…

વધુ વાંચો >

નારદપુરાણ (નારદીય પુરાણ)

નારદપુરાણ (નારદીય પુરાણ) : 18 પુરાણોમાં છઠ્ઠું પુરાણ. વિવિધ પુરાણોની પુરાણાનુક્રમણિકાનુસાર નારદ કે નારદીય પુરાણ છઠ્ઠું કે સાતમું પુરાણ છે. એક મત મુજબ તેમાં 25,000 શ્લોકો છે. ભાગવતના મતે 15,000 શ્લોકો છે, પરંતુ ઘણું કરીને 22,000 શ્લોકો સર્વમાન્ય છે. સ્કંદપુરાણ અનુસાર નારદ અને નારદીય પુરાણ એક જ પુરાણનાં નામ છે.…

વધુ વાંચો >

પટેલ, કાનજીભાઈ

પટેલ, કાનજીભાઈ (જ. 31 જુલાઈ 1932, બાલીસણા, તા. પાટણ; અ. અમદાવાદ) : પ્રાકૃત-પાલિના પ્રાધ્યાપક. માતા ક્ષેમીબહેન અને પિતા મંછારામ. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો. શ્રી કાનજીભાઈનું પ્રાથમિક કક્ષાનું અધ્યયન બાલીસણામાં અને માધ્યમિક કક્ષાનું અધ્યયન બાલીસણા અને પાટણમાં થયું. 1959માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યયન કરી ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી…

વધુ વાંચો >

પદ્મપુરાણ

પદ્મપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. પુરાણોમાં પદ્મપુરાણ અને સ્કંદપુરાણ ભૌગોલિક દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. પદ્મપુરાણનો ઘણોખરો ભાગ ઈ. સ. 500ની આસપાસ રચાયો છે. ઉત્તરખંડ નામ પ્રમાણે પરવર્તી અંશ છે, જે ઈ. સ. 1600 પછી રચાયેલો મનાય છે. આ પુરાણના 55,000 શ્લોકો મનાય છે, પરંતુ ઉપલબ્ધ પદ્મપુરાણમાં એટલી સંખ્યા…

વધુ વાંચો >

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી…

વધુ વાંચો >

પરીખ, વસંતરાય ગિરધરદાસ

પરીખ, વસંતરાય ગિરધરદાસ (જ. 17 માર્ચ 1933, શિહોર) : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કરી બી.એ.માં કણિયા પ્રાઇઝ મેળવ્યું હતું. સંસ્કૃત વિષયમાં 1956માં એમ.એ.ની પદવી મેળવી. 1968માં ન્યાયવૈશેષિકમાં પીએચ.ડી.ની પદવી મેળવી. પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલીમાં ક્રમશ: સંસ્કૃતના અધ્યાપક, અધ્યક્ષ અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કુલ તેત્રીસ વર્ષ સેવાઓ…

વધુ વાંચો >

પંચાયતન (2)

પંચાયતન (2) : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ દેવોને ચોક્કસ સ્થાને મૂકીને કરાતી ધાર્મિક વિધિ. પંચાયતનમાં પંચ ઉપાસ્ય દેવોની ઉપાસના અને તે માટેની દીક્ષા અપેક્ષિત છે. ‘તંત્રસાર’ ગ્રંથ પ્રમાણે પંચાયતનમાં શક્તિ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ગણેશ – એ પાંચ દેવોનાં યંત્રો બનાવી તેમની પૂજા કરવાની હોય છે. આ યંત્રપૂજા માટેની દીક્ષાને…

વધુ વાંચો >

પંડ્યા, ધાર્મિકલાલ

પંડ્યા, ધાર્મિકલાલ (જ. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રી ચુનીલાલનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં…

વધુ વાંચો >

પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર

પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર 1. સાહિત્ય : હિંદુ ધર્મના વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો. તેમાં પ્રાચીન કાળની વાર્તાઓ પણ રજૂ થઈ છે. વેદની વાતો સરળતાથી અને વિસ્તારથી સમજી શકાતી નથી એટલે વેદની વાતોનું વિવેચન (ઉપબૃંહણ) પુરાણોમાંથી મળે છે. પુરાણો પ્રાચીન કાળથી જાણીતાં છે, છતાં તેનો રચનાકાળ કહેવો મુશ્કેલ છે. એનું કારણ તેમાં પાછળથી…

વધુ વાંચો >

પુરુષસૂક્ત

પુરુષસૂક્ત : સૃષ્ટિસર્જનની ઘટના વિશેનું 16 ઋચાનું બનેલું ઋગ્વેદના દસમા મંડળનું સૂક્ત 90. ઋગ્વેદનાં દાર્શનિક સૂક્તોમાં નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભસૂક્ત, પુરુષસૂક્ત, અસ્ય વામીય સૂક્ત વગેરે ઉલ્લેખનીય છે. સૃષ્ટિવિદ્યાવિષયક વિચારોમાં પુરુષસૂક્ત આગવું  સ્થાન ધરાવે છે. આ સૂક્તના ઋષિ નારાયણ છે અને સૃષ્ટિવિદ્યા સાથે નારાયણના વિશિષ્ટ સંબંધને કારણે આ સૂક્ત ‘નારાયણસૂક્ત’ પણ કહેવાય…

વધુ વાંચો >