થોમસ પરમાર

પીસાનો મિનારો

પીસાનો મિનારો : ઇટાલીના પીસાનગર (43o 43’ ઉ. અ. અને 10o 23’ પૂ.રે.)માં આવેલો સાત મજલા ધરાવતો રોમનસ્ક (Romanesque) સ્થાપત્યશૈલીમાં બાંધેલો ઢળતો મિનારો. આ મિનારો તેના સાતમા મજલાની ટોચના કેન્દ્રથી ભોંયતળિયા તરફની ઊર્ધ્વ ગુરુત્વરેખાના સંદર્ભમાં 4.4 મીટર ઢળેલો હોવાથી દુનિયાભરમાં જાણીતો બનેલો છે. પ્રમાણમાં નરમ અને અસ્થાયી ભૂમિતળ પર તેનો…

વધુ વાંચો >

લાડખાન મંદિર

લાડખાન મંદિર : કર્ણાટક રાજ્યના વીજાપુર જિલ્લામાં આવેલા ઐહોલમાં ચાલુક્ય શૈલીનાં લગભગ 70 જેટલાં મંદિરો પૈકીનું સૌથી પ્રાચીન મંદિર. તેનો વિસ્તાર 15 સમચોરસ મીટર છે. જીર્ણોદ્ધારને લીધે તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. પૂર્વાભિમુખ આ મંદિરને ફરતો પ્રાકાર (કોટ) છે. મંદિર ગર્ભગૃહ અને સભામંડપનું બનેલું છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.…

વધુ વાંચો >

લાલ કિલ્લો, દિલ્હી

લાલ કિલ્લો, દિલ્હી : મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હીમાં યમુના નદીના કાંઠે બંધાવેલો પ્રસિદ્ધ કિલ્લો. આ કિલ્લાનું મૂળ નામ ‘કિલા-ઇ-મુબારક’ કે ‘કિલા-ઇ-શાહજહાનાબાદ’ હતું, પરંતુ તેના બાંધકામમાં લાલ રંગનો રેતિયો પથ્થર વાપરવામાં આવ્યો હોવાથી તે ‘લાલ કિલ્લા’ તરીકે જાણીતો થયો. તેનો પાયો ઈ. સ. 1639માં નંખાયો હતો અને તેનું બાંધકામ ઈ. સ.…

વધુ વાંચો >

લાંઘણજ

લાંઘણજ : ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિ ધરાવતું મહત્વનું કેન્દ્ર. ગુજરાતમાં પ્રાગ્-ઐતિહાસિક શોધ સૌપ્રથમ 1893માં રૉબર્ટ બ્રૂસ દ્વારા થઈ. પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષો શોધવા 1952, 1954, 1959 અને 1963માં લાંઘણજમાં ખોદકામો કરવામાં આવ્યાં. અહીંના અંધારિયા ટીંબાનું ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી ઉપરથી જ અને એનાથી ઊંડે 0.9 મીટર સુધી જ…

વધુ વાંચો >

લિંગરાજનું મંદિર ભુવનેશ્વર (ઓરિસા)

લિંગરાજનું મંદિર, ભુવનેશ્વર (ઓરિસા) : ઓરિસામાં દસમી સદી પછી બંધાયેલું લિંગરાજનું મંદિર. ત્યાંનાં મંદિરોમાં તે મહત્વનું છે. 156 મી. 139.5 મી. વિસ્તાર ધરાવતા ચોકની વચ્ચે તે આવેલું છે. શરૂઆતમાં આ મંદિરમાં દેઉલ (ગર્ભગૃહ) અને જગમોહન(મંડપ)ના જ ભાગો હતા. પાછળથી તેમાં નટમંડપ અને ભોગમંડપ ઉમેરવામાં આવ્યા. ગર્ભગૃહ ઉપરનું શિખર 48 મી. ઊંચું…

વધુ વાંચો >

લિંબોજી માતાનું મંદિર

લિંબોજી માતાનું મંદિર : ગુજરાતનું સોલંકીકાલીન મંદિર. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં તે આવેલું છે. તે પુનર્નિર્માણ કાલનું મંદિર છે. કોઈ પ્રાચીન મંદિરના અવશેષ અહીં લાવી એના પર આ નવા મંદિરની માંડણી કરી હોવાનું અનુમાન છે. ઉત્તરાભિમુખ આ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપની વેદિકાની પીઠ ગ્રાસપટ્ટિકા,…

વધુ વાંચો >

લુવ્રનો મહેલ

લુવ્રનો મહેલ : ફ્રાન્સનું ઐતિહાસિક સ્થાપત્ય. લુવ્રનો રાજમહેલ પૅરિસમાં આવેલો છે. નેપોલિયન ત્રીજાએ તેનો ત્યાગ કર્યો ત્યાં સુધી તે રાજમહેલ તરીકે વપરાશમાં હતો. વર્તમાનમાં તે વિશ્વની સૌથી સુંદર ગૅલરી  લુવ્ર મ્યુઝિયમ તરીકે પ્રસિદ્ધ છે. રેનેસાંસ કાલનું ફ્રાન્સનું આ અગ્રગણ્ય સ્થાપત્ય છે. વિશેષ કરીને સ્ક્વેર કૉર્ટનો તેનો મુખભાગ (facade) અને તેની…

વધુ વાંચો >

લુંબિની

લુંબિની : ભગવાન બુદ્ધનું જન્મસ્થળ. નેપાળમાં આવેલું આ સ્થળ હાલ રુમ્મનદેઈ તરીકે ઓળખાય છે. તે રુપાદેઈ તરીકે પણ જાણીતું છે. નેપાળની સરહદે કપિલવસ્તુથી પૂર્વમાં 10 માઈલ દૂર આ સ્થળ આવેલું છે. બુદ્ધની માતા માયાદેવી ગર્ભવતી હતાં ત્યારે પોતાને પિયર જવા નીકળ્યાં. કપિલવસ્તુથી દેવદહનગર એ બે નગરોની વચ્ચે લુંબિની નામનું ગામ…

વધુ વાંચો >

સંવરણા

સંવરણા : મંદિરના મંડપની ઉપરનું બાહ્ય બાંધકામ. શિલ્પીઓની ભાષામાં તેને ‘શામરણ’ પણ કહે છે. વાસ્તુ ગ્રંથોમાં મંડપ ઉપર સંવરણા કરવાનું વિધાન છે. કેટલીક વાર ગર્ભગૃહ ઉપર પણ સંવરણા જોવા મળે છે. સંવરણાની સૌથી ઉપર મધ્યમાં મૂલ ઘંટિકા અને તેને ફરતી ઘંટિકાઓ હોય છે. ઘંટિકાઓની સંખ્યાના આધારે તેના પચ્ચીસ પ્રકારો ‘દીપાર્ણવ’…

વધુ વાંચો >