તપસ્વી નાન્દી
કોહલ
કોહલ (ઈ. પૂ. પહેલી સદી ?) : પ્રાચીન નાટ્યાચાર્ય. નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતના શિષ્ય કે પુત્ર મનાતા. તેમના ઉલ્લેખો નાટ્યશાસ્ત્ર, ‘અભિનવભારતી’માં તથા અન્યત્ર પણ સાંપડે છે. કોહલકૃત નાટ્યશાસ્ત્રીય ગ્રંથ જોકે સમગ્રપણે પ્રાપ્ત નથી, પરંતુ તાલાધ્યાય પ્રાપ્ત થાય છે. વળી, નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રસ્તારતંત્રની રચના કોહલે કરી હશે તેમ જણાય છે. તે…
વધુ વાંચો >ગીતગોવિન્દ
ગીતગોવિન્દ (ઈ. સ. બારમી સદી) : મહાકવિ જયદેવકૃત કાવ્યરચના. સંસ્કૃતના ઊર્મિકાવ્યનો તે ઉત્તમ નમૂનો છે, તેમાં કૃષ્ણની લીલાઓનું અમરગાન પ્રાપ્ત થાય છે. તેનું સ્વરૂપ એકદમ અનોખું છે. તેમાં ઊર્મિગીત અને પદ્યનાટક વચ્ચેનો સુભગ સમન્વય સધાયો જણાય છે, જે તેને અનન્યતા અર્પે છે. રાધા અને કૃષ્ણના અમર પ્રેમના કલાત્મક ગાનરૂપ આ…
વધુ વાંચો >ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી)
ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી) : ગુજરાત-રાજસ્થાનના ખરતરગચ્છના વિનયસમુદ્રગણિના શિષ્ય, ‘વાચનાચાર્ય’ પદવી ધારણ કરનાર અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ‘સારદીપિકા’ નામે ટીકાના રચયિતા. તે જૈન હોવા છતાં આચાર્ય હેમચન્દ્ર કે અન્ય જૈન આચાર્યોને અનુસરતા નથી. પણ જે તે મુદ્દા ઉપર સ્વતંત્ર અભિપ્રાયો આપે છે. આમ છતાં તેમની કાવ્યપ્રકાશટીકા ઉપર ‘બાલચિત્તાનુરંજની’ અને ‘સારબોધિની’…
વધુ વાંચો >ચંડીદાસ
ચંડીદાસ (આશરે પંદરમી સદી, ઈ. સ.) : મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ના ટીકાકાર. તેમણે ‘દીપિકા’ નામે ટીકા રચી છે. તેની રચના તેમણે તેમના મિત્ર લક્ષ્મણ ભટ્ટની વિનંતીથી કરી હતી. ચંડીદાસ બંગાળના ‘મુખ’ કુળમાં જન્મ્યા હતા અને ગંગાના કિનારા પર રહેલા ઉદ્ધારણપુરથી 6.40 કિમી. દૂર કેતુગ્રામમાં તે રહેતા હતા. ‘દીપિકા’ સિવાય તેમણે કોઈ ‘ધ્વનિસિદ્ધાંતગ્રંથ’…
વધુ વાંચો >જયદેવ
જયદેવ (આશરે તેરમી સદીનો પૂર્વાર્ધ) : ‘ચન્દ્રાલોક’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત અલંકારગ્રંથના રચયિતા. તે ધ્વનિપરંપરાના અનુમોદક છે. તેમનું બીજું નામ ‘પીયૂષવર્ષ’ કે ‘સૂક્તિપીયૂષવર્ષ’ છે. તેમના કહેવા પ્રમાણે તેમના પિતાનું નામ મહાદેવ તથા માતાનું નામ સુમિત્રા હતું. સંસ્કૃત સાહિત્યજગતમાં જયદેવ નામે અનેક લેખકો થઈ ગયા હોવાનું ઑફ્રેટની ગ્રંથસૂચિ દ્વારા જણાય છે. તેમાં…
વધુ વાંચો >જીવ ગોસ્વામી
જીવ ગોસ્વામી (ઈ. સ. 1513 અથવા 1523+) : ગૌડ સંપ્રદાયના પ્રવર્તકોમાંના એક. ચૈતન્ય મહાપ્રભુ તથા રૂપ ગોસ્વામીના તેઓ સમકાલીન હતા. તેમનો જન્મ શક સંવત 1435 અથવા 1445માં પોષ સુદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વલ્લભ હતું. તેઓ બાકલાચંદ્ર દ્વીપ, ફતેયાબાદ તથા રામકિલગ્રામમાં નિવાસ કરતા હતા. વલ્લભના મોટા ભાઈ…
વધુ વાંચો >