ઝિયાઉદ્દીન અ. દેસાઈ

આસફખાન

આસફખાન (જ. 1503, ચાંપાનેર; અ. 1554, મહેમદાવાદ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-1537)નો નામાંકિત, બાહોશ, વિદ્વાન અમીર અને વજીર. સિંધના રાજા જામ નંદાનો વંશજ. નામ અબ્દુલ-અઝીઝ. પિતાનું નામ હમીદુલ-મુલ્ક જે સુલતાન મુઝફ્ફરશાહ બીજા(ઈ.સ. 1511-1526)ના દરબારનો એક અમીર હતો. પ્રખર શિક્ષકો પાસેથી વિવિધ વિષયોમાં શિક્ષણ લઈ રાજ્યસેવા સ્વીકારી બહાદુરશાહના વિશ્વાસુ મુખ્ય વજીરના પદ…

વધુ વાંચો >

ઇતિમાદખાન

ઇતિમાદખાન (જ. – અ. 1587) : ગુજરાતની સલ્તનતનો એક શક્તિશાળી અમીર તથા સૂબો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ 3જા(1537-1554)ના વિશ્વાસુ હિંદુ ચાકરે ઇસ્લામ ધર્મ સ્વીકારી અબ્દુલકરીમ નામ ધારણ કર્યું હતું. સુલતાનની સેવામાં ઉત્તરોત્તર બઢતી મેળવી મુખ્ય વજીરપદે પહોંચીને ઇતિમાદખાનનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. પછીનાં વીસ વર્ષ સુધી ગુજરાતના રાજકારણમાં તેણે મહત્વનો ભાગ…

વધુ વાંચો >

ઇબ્ન ખલ્દૂન

ઇબ્ન ખલ્દૂન (જ. 27 મે 1332, ટ્યૂનિસ; અ. 16 માર્ચ 1406, કેરો) : વિખ્યાત અરબી ઇતિહાસકાર. સ્પેનના આરબ કુટુંબના આ નબીરાનું મૂળ નામ અબ્દુર્રહમાન બિન મુહમ્મદ હતું. પ્રારંભમાં કુરાન કંઠસ્થ કરી લીધું અને તે પછી પિતા તેમજ ટ્યૂનિસના વિદ્વાનો પાસે વ્યાકરણ, ધર્મસ્મૃતિ, હદીસ, તર્ક, તત્વદર્શન, વિધાન, કોશકાર્ય વગેરેમાં શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >

ઇબ્ન બતૂતા

ઇબ્ન બતૂતા (જ. 24 ફેબ્રુઆરી 1304 તાંજિયર મોરોક્કો; અ. 1369 તાંજિયર, મોરોક્કો) : મધ્યયુગનો મહાન આરબપ્રવાસી અને લેખક. આફ્રિકાના મોરોક્કો પ્રાંતના તાંજિયર શહેરના વિદ્વાન અને કાજીઓના બર્બર કુટુંબમાં જન્મ. આખું નામ મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ ઇબ્ન બતૂતા (અથવા બત્તૂતા). વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી 1325માં 21 વર્ષની ઉંમરે મક્કાનો પ્રવાસ શરૂ…

વધુ વાંચો >

ઇબ્ન સીના

ઇબ્ન સીના (જ. 980, બુખારા, ઉઝબેકિસ્તાન; અ. 22 જૂન 1037, હમદાન, ઈરાન) : ‘જ્ઞાનીઓના શિરોમણિ’ અને ‘ઍરિસ્ટોટલ પછીના બીજા મહાન તત્વજ્ઞ’ જેવાં સર્વોચ્ચ બિરુદો પામેલા અને પશ્ચિમ જગતમાં અવિસેન્ના(Avicenna)ના નામે જાણીતા મશહૂર અરબ તત્ત્વજ્ઞ, વૈદકશાસ્ત્રી, ખગોળવિદ્ અને ગણિતવિજ્ઞાની. મૂળ નામ અબૂ અલી હુસૈન. પિતાનું નામ અબ્દુલ્લાહ. 10 વર્ષની વયે શાળાનું…

વધુ વાંચો >

ઇસ્લામી તત્વચિંતન

ઇસ્લામી તત્વચિંતન : ઇસ્લામી તત્વચિંતનનાં બે મુખ્ય સ્વરૂપ છે : (1) કુરાન અને હદીસ ઉપર આધારિત શુદ્ધ ઇસ્લામી તત્વચિંતન, જેમાં પાછળથી બુદ્ધિવાદી મોતઝિલા વિચારધારા અને અધ્યાત્મવાદી સૂફી વિચારધારાઓનો ઉદભવ તથા પરસ્પર સમન્વય થયો હતો. (2) ગ્રીક તત્વચિંતનથી પ્રભાવિત મુસ્લિમ તત્વજ્ઞાનીઓની વિચારધારા, જે વડે ઇસ્લામી તત્વચિંતનનું બૌદ્ધિક પૃથક્કરણ કરવાના પ્રયત્નો થયા…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઉલૂઘખાન

ઉલૂઘખાન (જ. ?; અ. 1301) : ગુજરાતવિજેતા સુલતાન અલાઉદ્દીન-(ઈ. સ. 1296-1316)નો ભાઈ. મૂળ નામ અલમાસ બેગ. અલાઉદ્દીને ગાદીએ આવીને તેને ઉલૂઘખાનનો ખિતાબ અને સાયાના (પંજાબ) પ્રદેશનું ગવર્નરપદ આપ્યું. તે જ વર્ષમાં સુલતાનના આદેશથી તેણે મરહૂમ સુલતાન જલાલુદ્દીનના પુત્રોને મુલતાન જઈને જેર કર્યા હતા અને તેમને બંદી બનાવી દિલ્હી લાવ્યો હતો.…

વધુ વાંચો >

કરબલા

કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર…

વધુ વાંચો >

કાજી અલીની મસ્જિદ

કાજી અલીની મસ્જિદ : અમદાવાદમાં જૂની સિવિલ હૉસ્પિટલની સામે ઘીકાંટા રોડને પૂર્વકિનારે છોટા એદ્રૂસ અને શાહ અબ્દુર્રઝ્ઝાકના રોજાવાળા વાડામાં આવેલી પથ્થરની નાની પણ સુંદર મસ્જિદ. ગયા શતકના મધ્યાહન સુધી તે અલીખાન કાજી અથવા કાજીની મસ્જિદ કહેવાતી હતી. છેલ્લાં દોઢસો વર્ષથી તેની પાસે આવેલા છોટા એદ્રૂસના મકબરા પરથી છોટા એદ્રૂસની મસ્જિદ…

વધુ વાંચો >