જ. દા. તલાટી

ઝર્કોનિયમ

ઝર્કોનિયમ : આવર્તક કોષ્ટકના 4થા (અગાઉના IVA) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Zr. જર્મન રાસાયણવિદ ક્લેપ્રોથે 1789માં તેની શોધ કરી હતી. હાલ ઝર્કોન તરીકે ઓળખાતા કીમતી પથ્થર માટેના અરબી શબ્દ zargun (સોનેરી રંગનું) ઉપરથી ઝર્કોનિયમ નામ પડ્યું છે. 1824માં બર્ઝેલિયસે અશુદ્ધ અને 1914માં લેલી અને હૅમ્બર્ગરે ~100 % શુદ્ધ ઝર્કોનિયમ…

વધુ વાંચો >

ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ

ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ (જ. 1 એપ્રિલ 1865, વિયેના ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1929, ગોટિન્જન, જર્મની) : આધુનિક કલિલ રસાયણમાં પાયારૂપ એવી કલિલ (colloid) દ્રાવણોની વિષમાંગ પ્રકૃતિ તેમજ એ દ્રાવણોના અભ્યાસ માટેની રીતો શોધી આપવા બદલ 1925ના વર્ષનું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રી. તેમના પિતા ઍડૉલ્ફ ઝિગમૉન્ડી દંતવિદ્યાના વિશારદ…

વધુ વાંચો >

ઝિયોલાઇટ

ઝિયોલાઇટ : આલ્કલી અને/અથવા આલ્કલીય મૃદ્-ધાતુઓ ધરાવતાં જળયુક્ત (hydrated) ઍલ્યુમિનોસિલિકેટ ખનિજો. ગરમ કરતાં આ પદાર્થોનું વિસ્ફારન (intumesce) થતું હોવાથી તેમને ક્રોનસ્ટેટે (1756) ઝિયોલાઇટ (ઊકળતો પથ્થર) નામ આપ્યું હતું. તેનું સામાન્ય સૂત્ર નીચે પ્રમાણે છે : અહીં X સામાન્ય રીતે Na+, K+ અને/અથવા Ca2+ હોય છે. પણ કોઈ કોઈમાં Ba2+, Sr2+…

વધુ વાંચો >

ઝિંક (જસત)

ઝિંક (જસત) : આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIB) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Zn. ભારતીય ધાતુકર્મકારો (metallurgists) દ્વારા તેરમા સૈકામાં અથવા તેથી પણ પહેલાં કૅલેમાઇન(calamine) ખનિજનું અપચયન કરી ઝિંક મેળવવામાં આવતું હતું. પંદરમા સૈકામાં તે ચીનમાં વપરાતું થયું. યુરોપમાં સોળમા સૈકામાં પૅરસેલ્સસે તેને અલગ તત્વ તરીકે ઝિંકમ અથવા ઝિંકન તરીકે…

વધુ વાંચો >

ઝીટા વિભવ

ઝીટા વિભવ ( potential) : ઘન અને પ્રવાહી પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે તે આંતરપૃષ્ઠ (interface) આગળના, ખાસ કરીને વીજભારિત કલિલી (colloidal) કણોની આસપાસના વિદ્યુતીય દ્વિસ્તરમાંનો વીજગતિજ (electrokinetic) વિભવ. એક માધ્યમમાં વીજભારિત કણોના અથવા વીજભારિત કણો ઉપરથી માધ્યમના સાપેક્ષ સંચરણ (movement) સાથે ચાર વીજગતિજ ઘટનાઓ સંકળાયેલી છે : (ક) વિદ્યુતનિસ્સરણ (electrophoresis),…

વધુ વાંચો >

ટપકતો મર્ક્યુરી-ધ્રુવ

ટપકતો મર્ક્યુરી-ધ્રુવ : રાસાયણિક વિશ્લેષણની પોલેરોગ્રાફીય પદ્ધતિમાં સામાન્ય રીતે વધુ વપરાતો અને મર્ક્યુરીનાં ટપકતાં બિંદુનો બનેલો સૂક્ષ્મ વીજધ્રુવ (Dropping Mercury  Electrode – DME). તેનું ધ્રુવીભવન સહેલાઈથી થઈ શકતું હોવાથી તે નિદર્શક (indicator) વીજધ્રુવ તરીકે કામ આપે છે. બારીક આંતરિક વ્યાસ (0.05થી 0.08 મિમી)વાળી 5થી 9 સેમી. લાંબી કાચની કેશનળી(capillary)માંથી પારાને…

વધુ વાંચો >

ટર્નપ્લેટ

ટર્નપ્લેટ (terneplate) : સીસું (લેડ) અને કલાઈ(ટિન)ની મિશ્રધાતુનું – ટર્ન ધાતુનું – પડ ધરાવતું સ્ટીલનું પતરું. ટર્ન ધાતુનું સંઘટન 50 % ટિન : 50 % લેડથી માંડીને 12 % ટિન : 88 % લેડ સુધીનું હોઈ શકે છે. પડ ચડાવવા માટે સ્ટીલને પીગળેલી મિશ્રધાતુમાં બોળવામાં આવે છે. તેમાંના લેડના ઊંચા…

વધુ વાંચો >

ટર્બિડીમિતિ

ટર્બિડીમિતિ : પારગત (transmitted) પ્રકાશના માપન દ્વારા દ્રાવણમાં અવલંબન (suspension) રૂપે રહેલા કણોની સાંદ્રતા માપવાની વૈશ્લેષિક રસાયણની એક પદ્ધતિ. આ માટે વપરાતા સાધનને આવિલતામાપક (turbiditymeter) કહે છે. જો નિલંબિત કણો દ્વારા થતા પ્રકાશના વિખેરણ(scattering)ને માપવામાં આવે તો તેને નેફેલોમિતિ કહે છે. જો કોઈ અલ્પદ્રાવ્ય (કે અદ્રાવ્ય) પદાર્થ મોટા કણ રૂપે…

વધુ વાંચો >

ટાફેલનું સમીકરણ

ટાફેલનું સમીકરણ : સક્રિયણ  અતિવોલ્ટતા (activation over- voltage) h (અથવા w) અને (વીજ) પ્રવાહ ઘનતા, i, વચ્ચેનો સંબંધ દર્શાવતા ટાફેલના નિયમને રજૂ કરતું સમીકરણ. આ સમીકરણ ટાફેલે 1905માં પ્રયોગોના આધારે રજૂ કર્યું હતું : η = a + b log i અહીં a અને b  અચળાંકો છે. [; ઋણ સંજ્ઞા ઍનોડિક-પ્રવાહ…

વધુ વાંચો >

ટિન્ડલ અસર

ટિન્ડલ અસર (Tyndall effect) : 1859માં ટિન્ડલ દ્વારા શોધાયેલ  અસાતત્ય (discontinuities) ધરાવતી પ્રણાલીમાંથી પ્રકાશપુંજ પસાર થાય ત્યારે પ્રકાશનું ર્દશ્યમાન  વિખેરણ (visible scattering) થવાની ઘટના. પ્રકાશપુંજના તેજસ્વી ભાગને ટિન્ડલ શંકુ કહે છે. એક બંધ, અંધારા ઓરડામાં પ્રકાશનો લિસોટો દાખલ થાય ત્યારે તેનો માર્ગ જોઈ શકાય છે. કારણ કે ઓરડાની હવામાં તરતા…

વધુ વાંચો >