જ્યોતીન્દ્ર ન. દેસાઈ
વિહ્રસિત દ્રવ્ય (Degenerate Matter)
વિહ્રસિત દ્રવ્ય (Degenerate Matter) : કણવાદ (quantum theory) અનુસાર ધરીભ્રમણ ક્વૉન્ટમ અંક (spin quantum number) ½ ધરાવતા કણોના સમૂહ માટે ખાસ સંજોગોમાં સર્જાતી દ્રવ્યની એક વિશિષ્ટ પરિસ્થિતિ. આ પરિસ્થિતિમાં આવેલ કણો (ખાસ કરીને તો ઇલેક્ટ્રૉન) ધરાવતો પદાર્થ વિસ્મયજનક લાગે એવા કેટલાક ભૌતિક ગુણધર્મો દર્શાવે છે. સૈદ્ધાંતિક રીતે તો ધરીભ્રમણ ક્વૉન્ટમ…
વધુ વાંચો >વીજભાર-વાહક (lightning conductor)
વીજભાર–વાહક (lightning conductor) : અવકાશીય વિદ્યુત-પ્રપાત સામે ઇમારતોનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતો વિદ્યુતવાહક. વર્ષાવાદળો (ખાસ કરીને Cumulo-Nimbus પ્રકારનાં વાદળો) જે વિસ્તારમાં સર્જાય, તે વિસ્તારમાં પ્રવર્તતા પ્રબળ ઊર્ધ્વગામી વાયુપ્રવાહોને કારણે વાદળના સ્તરો મોટી માત્રામાં વીજભાર ધરાવતા થાય છે અને આ કારણે વાદળોના સ્તરો વચ્ચે, તેમજ વાદળના સ્તર અને જમીન વચ્ચે…
વધુ વાંચો >વીજભાર-સંરક્ષણ
વીજભાર–સંરક્ષણ : કોઈ પણ પ્રક્રિયા (રાસાયણિક કે ન્યૂક્લિયર) દરમિયાન કુલ વીજભારનું અચળ રહેવું. પદાર્થના મૂળભૂત કણોને વીજભાર (electric charge) તરીકે ઓળખાતું એક પરિમાણ હોય છે અને પરમાણુની રચનામાં જરૂરી એવા કુલંબ(coulomb)-બળ માટે તે કારણભૂત હોય છે. કોઈ પણ ભૌતિકીય પ્રક્રિયા દરમિયાન આ પરિમાણના કુલ મૂલ્યમાં ફેરફાર થતો નથી. આને વીજભાર-સંરક્ષણ(conservation…
વધુ વાંચો >વૃષપર્વા પ્રકારના પરિવર્તનશીલ તારાઓ (cepheid variables)
વૃષપર્વા પ્રકારના પરિવર્તનશીલ તારાઓ (cepheid variables) : પરિવર્તનશીલતા દર્શાવતા તારાઓનો વર્ગ. વૃષપર્વા તારામંડળ(cepheus constellation)માં એક વિશિષ્ટ પ્રકારનો પરિવર્તનશીલ (variable) તારો છે, અને તેના પરથી આ પ્રકારની પરિવર્તનશીલતા દર્શાવતા તારાઓના વર્ગને વૃષપર્વા પ્રકારના પરિવર્તનશીલ તારાઓ (cepheid variables) એવું નામ અપાયું છે. એક દિવસથી માંડીને સપ્તાહ જેવા સમયગાળે નિયમિત સ્વરૂપે તેજસ્વિતાનો ફેરફાર,…
વધુ વાંચો >વૃષભ (taurus)
વૃષભ (taurus) : રાશિચક્રમાં બીજા ક્રમે આવતી રાશિ. પૃથ્વીની સૂર્ય ફરતી કક્ષાગતિને કારણે, આકાશી ગોલક પર વર્ષ દરમિયાન સૂર્યનું સ્થાન તારાગણસંદર્ભે આશરે હરરોજ 1° જેટલું પૂર્વ તરફ સરકતું જણાય છે અને આકાશના જે વર્તુળાકાર માર્ગ પર સૂર્યની આ ગતિ જણાય તે ક્રાંતિવૃત્ત (eliptic) કહેવાય છે. આ ક્રાંતિવૃત્તના 30°નો એક, એવા…
વધુ વાંચો >વેગક્ષય પ્રાચલ (deceleration parameter)
વેગક્ષય પ્રાચલ (deceleration parameter) : વિસ્તરણ-ગતિના ઘટાડાનો દર. ગઈ સદીની શરૂઆતમાં સિફર (Sipher) નામના ખગોળવિજ્ઞાનીએ ચાલીસ જેટલાં તારાવિશ્ર્વો(galaxies)ના વર્ણપટની રેખાઓમાં જણાતા ડૉપ્લર (doppler) ચલનના અભ્યાસ પરથી તારવ્યું કે આપણા તારાવિશ્વ આકાશગંગાની નજીકનાં આ તારાવિશ્ર્વોમાંથી મોટાભાગનાં તારાવિશ્ર્વો પૃથ્વીથી દૂર જઈ રહ્યાં છે. ત્યારબાદ હ્યુમસન (Humason) અને હબ્બલ (Hubble) નામના ખગોળવિજ્ઞાનીઓએ વધુ…
વધુ વાંચો >વૈશ્વિક તિથિપત્ર
વૈશ્વિક તિથિપત્ર : અફર રીતે વિશ્વને લાગુ પાડી શકાય તેવું તિથિઓની વિગતોવાળું પત્ર (પંચાંગ). પ્રવર્તમાન તિથિપત્રો-(calendars)ને બે પ્રમુખ પ્રકારોમાં વહેંચી શકાય : એક તો સૌર પ્રકારના અને બીજા ચંદ્રના કળાચક્ર સાથે સંકળાયેલા ચાંદ્ર પ્રકારના. સૌરપદ્ધતિ અનુસારનાં તિથિપત્રોમાં વર્ષની અવધિ પૃથ્વીની સૂર્યફરતી કક્ષાના સમયકાળ સાથે સંકળાયેલ હોઈને ~ 365 દિવસ મનાય…
વધુ વાંચો >વ્યાધ (Sirius)
વ્યાધ (Sirius) : આકાશના બધા જ તારાઓમાં દેખીતી તેજસ્વિતામાં પ્રથમ ક્રમે આવતો તારો. પશ્ચિમના લોકો એને ‘Sirius’ નામે ઓળખે છે, અને પોષ માસમાં આ તારાને રાત્રિની શરૂઆતના ભાગમાં પૂર્વ આકાશમાં જોઈ શકાય છે. મોટા શ્વાન (Canis Major) તરીકે ઓળખાતા તારામંડળનો આ પ્રમુખ તારો હોવાથી તેનું શાસ્ત્રીય નામ alpha Canis Majoris…
વધુ વાંચો >વ્યારોધ (baffle)
વ્યારોધ (baffle) : પ્રવાહને અવરોધતું તંત્ર. ઘણાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં આ પ્રકારની રચના આવશ્યક બને છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરતાં વિસરણ પંપ (diffusion pump) તરીકે ઓળખાતા પંપમાં આ પ્રકારની રચના દ્વારા પંપ દ્વારા ઉત્સર્જિત વાયુ(સામાન્ય રીતે પંપમાં વપરાતા તેલી પદાર્થના ઉત્કલન દ્વારા ઉદ્ભવેલ)ને શૂન્યાવકાશનું જેમાં નિર્માણ થતું હોય તે…
વધુ વાંચો >વ્હિપલ, ફ્રેડ (Fred Lawrence Whipple)
વ્હિપલ, ફ્રેડ (Fred Lawrence Whipple) (જ. 1906, આયોવા સ્ટેટ, યુ.એસ.; અ. 30 ઑગસ્ટ 2004,) : વીસમી સદીના એક ખ્યાતનામ અમેરિકન ખગોળવિજ્ઞાની. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના લૉસ ઍન્જેલસ ખાતેથી વિજ્ઞાનના સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને આ યુનિવર્સિટીના બર્કલે (Berkeley campus) ખાતેના સંકુલમાં શિક્ષણ-સહાયક (teaching assistant) તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1931માં લિક વેધશાળા (Lick…
વધુ વાંચો >