જાહ્નવી ભટ્ટ

રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands)

રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands) : પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. તે 27° ઉ. અ. અને 128° પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,120 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ જાપાનના મુખ્ય ટાપુઓથી શરૂ થઈને તાઇવાન તરફ વિસ્તરેલા છે. આ ટાપુસમૂહની કુલ વસ્તી 15,00,000 (1998) જેટલી છે,…

વધુ વાંચો >

રહોડ આઇલૅન્ડ

રહોડ આઇલૅન્ડ : યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી નાનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41° 41´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો 3,140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ઈશાન યુ.એસ.માં ઍટલાંટિક મહાસાગરના ફાંટારૂપ નૅરેગેન્સેટના અખાત પર છે અને તેમાં 36 જેટલા ટાપુઓ આવેલા છે. રાજ્યનો મોટાભાગનો વિસ્તાર…

વધુ વાંચો >

રહોડ ટાપુ

રહોડ ટાપુ : ભૂમધ્ય સમુદ્રના ફાંટારૂપ એજિયન સમુદ્રમાં આવેલા ડોડેકેનિસ ટાપુઓ પૈકીનો એક ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 36° 15´ ઉ. અ. અને 28° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,398 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એશિયા માઇનોરના નૈર્ઋત્ય કિનારાથી 19 કિમી.ને અંતરે આવેલો છે. તે હવે રોધોસ નામથી પણ…

વધુ વાંચો >

રહોન (નદી)

રહોન (નદી) : ફ્રાન્સમાં આવેલી, મહત્વનો જળમાર્ગ રચતી નદી. તે તેના ખીણપ્રદેશના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતી છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડની રહોન હિમનદીમાંથી 1,500 મીટરની ઊંચાઈએથી નીકળે છે. ત્યાંથી આગળ વધી જિનીવા સરોવરને વીંધીને ફ્રાન્સના લાયન (Lyon) સુધી પહોંચતાં અગાઉ ઘણા વળાંકો લઈને પશ્ચિમ તરફ વહે છે. લાયન ખાતે…

વધુ વાંચો >

લાઇટનિંગ રિજ

લાઇટનિંગ રિજ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથવેલ્સના મધ્ય-ઉત્તર ભાગમાં આવેલું ઓપલ(એક ઉપરત્ન, લસણિયા, ક્ષીરસ્ફટિકની ખાણોનું મથક. તે સિડનીથી વાયવ્યમાં આશરે 770 કિમી., વૉલગેટથી ઉત્તરે 75 કિમી. તથા દક્ષિણ ક્વીન્સલૅન્ડની સીમાથી દક્ષિણે 50 કિમી.ના અંતરે આવેલું છે. તે ન્યૂ સાઉથવેલ્સમાં ઓપલની પ્રાપ્તિ માટેનું સારી ઉત્પાદનક્ષમતા ધરાવતું ખાણક્ષેત્ર ગણાય છે; એટલું જ નહિ,…

વધુ વાંચો >

લાઇન ટાપુઓ

લાઇન ટાપુઓ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા, પરવાળાંથી બનેલા ઓછી ઊંચાઈ ધરાવતા છૂટાછવાયા અગિયાર ટાપુઓ. ભૌગોલિક સ્થાન : તે 0° 05´ ઉ. અ. અને 157° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 329 ચોકિમી. (વસ્તીવાળા આઠ ટાપુઓ અને 247 ચોકિમી. વિસ્તારના વસ્તીવિહીન ત્રણ ટાપુઓ) જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિષુવવૃત્તની બંને…

વધુ વાંચો >

લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait)

લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait) : રશિયાના સખાલીન ટાપુઓ અને જાપાનના હોકાઇડો વચ્ચે આવેલો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આશરે 45° 45´ ઉ. અ. અને 142° 0´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. રશિયન નામ ‘પ્રોલીવ લા પેરૂઝા’, જાપાની નામ ‘સોયા કાઇકિયો’. આ નામ ફ્રેન્ચ અભિયંતા ઝાં ફ્રાન્ક્વા દ ગૅલપે કૉમ્તે…

વધુ વાંચો >

લાબ્રાડોરનો પ્રવાહ

લાબ્રાડોરનો પ્રવાહ : આર્ક્ટિક મહાસાગરમાંથી ઉદભવતો ઠંડો દરિયાઈ પ્રવાહ. તે કૅનેડાના લાબ્રાડોરના કિનારા પર થઈને ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ સુધી વહે છે. આ પ્રવાહ ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ નજીક દક્ષિણ તરફથી આવતા ગરમ અખાતી પ્રવાહને મળે છે. આ ઠંડા પ્રવાહની અસર યુ.એસ.માં ન્યૂ ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગ સુધી વરતાય છે. લાબ્રાડોરનાં બારાં વર્ષના…

વધુ વાંચો >

લા સીબા (La Ceiba)

લા સીબા (La Ceiba) : હૉન્ડુરાસનું મુખ્ય બંદર. તે કૅરિબિયન સમુદ્રને કાંઠે હૉન્ડુરાસની ઉત્તરે 185 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 15° 47´ ઉ. અ. અને 86° 50´ પ. રે.. તે ઉત્તર અને ઈશાન હૉન્ડુરાસની પેદાશો માટેનું વિતરણકેન્દ્ર છે. અહીં પગરખાં, સિગાર, સાબુ અને કોપરેલનું ઉત્પાદન લેવાય છે. અહીંની…

વધુ વાંચો >

લિંડિસફાર્ન (Lindisfarne) (Holy Island)

લિંડિસફાર્ન (Lindisfarne) (Holy Island) : ઇંગ્લૅન્ડમાં ઉત્તર નૉર્ધમ્બરલૅન્ડના વિસ્તારથી દૂર દરિયામાં આશરે 5 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 55° 41´ ઉ. અ. અને 1° 48´ પ. રે. તે આશરે 5 કિમી. લાંબો અને 3 કિમી. પહોળો છે તથા બર્વિક અપૉન ટ્વિડથી અગ્નિકોણમાં આશરે 16 કિમી. અંતરે આવેલો છે.…

વધુ વાંચો >