જાહ્નવી ભટ્ટ
સોવેટો
સોવેટો : દક્ષિણ આફ્રિકામાં આવેલો અશ્વેત લોકોની વસ્તી ધરાવતો વિશાળ નિવાસી વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 26° 15´ દ. અ. અને 27° 52´ પૂ. રે.. આ વિસ્તારમાં આશરે 10.73 લાખ (ઈ. સ. 2000) લોકો વસે છે, તે પૈકીના ઘણાખરા તો નજીકના જોહાનિસબર્ગમાં કામધંધાર્થે અવરજવર કરે છે. 29 પરાં ધરાવતો સોવેટોનો મ્યુનિસિપલ…
વધુ વાંચો >સોસાયટી ટાપુઓ (Society Islands)
સોસાયટી ટાપુઓ (Society Islands) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 17° 00´ દ. અ. અને 150° 00´ પ. રે.. ‘આર્ચિપેલ દ લા સોસાયટી’ના ફ્રેન્ચ નામથી ઓળખાતો ફ્રેન્ચ પૉલિનેશિયન વિસ્તારનો આ દ્વીપસમૂહ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 6760 કિમી. અંતરે તથા ફિજિથી પૂર્વમાં કૂક ટાપુઓ નજીક આવેલો છે.…
વધુ વાંચો >સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) :
સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) : કૅરિબિયન સમુદ્રમાંના લઘુ ઍન્ટિલિઝ ટાપુજૂથમાં સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર આવેલો સક્રિય જ્વાળામુખી પર્વત. 1,234 મીટરની ઊંચાઈ ધરાવતો સેન્ટ વિન્સેન્ટ ટાપુ સુંદર ભૌમિતિક આકાર ધરાવે છે. 1812માં અને ફરીથી 1902માં તેનાં પ્રચંડ પ્રસ્ફુટનો થયેલાં, તે વખતે અડધા ટાપુનો નાશ થયેલો અને અંદાજે 2,000 લોકોનાં મૃત્યુ થયેલાં.…
વધુ વાંચો >સ્ટટગાર્ટ (Stuttgart)
સ્ટટગાર્ટ (Stuttgart) : જર્મનીમાં આવેલા બાદેન-વૂર્ટેમ્બર્ગ રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 41´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે.. તે નીકર નદીને કાંઠે આવેલું છે. અગાઉ તે વૂર્ટેમ્બર્ગ સામ્રાજ્યનું તેમજ ડ્યૂકની જાગીરનું પાટનગર રહેલું. આજે તે જર્મનીનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. સ્ટટગાર્ટમાં આવેલી ઘણી ઇમારતો તેની…
વધુ વાંચો >સ્પાઇસ ટાપુઓ
સ્પાઇસ ટાપુઓ : વિષુવવૃત્ત નજીક આવેલા ઇન્ડોનેશિયન ટાપુઓનો સમૂહ. આ ટાપુઓમાં ટર્નેટ, ટિડોર, હાલ્માહેરા, અંબોન (અંબોનિયા) અને બાંદાનો સમાવેશ થાય છે. આ ટાપુઓ હવે મોલુકા અથવા માલુકુ નામથી ઓળખાય છે. અહીં મસાલા થતા હોવાથી આ પ્રમાણેનું નામ પડેલું છે. અહીંથી મળતા મસાલાને કારણે યુરોપિયન વેપારીઓ ઇન્ડોનેશિયન વિસ્તારમાં આવવા આકર્ષાયેલા. પોર્ટુગીઝોએ…
વધુ વાંચો >સ્વેનસિયા (Swansea)
સ્વેનસિયા (Swansea) : સાઉથ વેલ્સમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક મથક અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : તે 51° 35´ ઉ. અ. અને 3° 52´ પ. રે.ની આજુબાજુનો 378 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સ્થાનિક વેલ્શ નામ ઍબરતાવ છે. આ નામ સ્વેનસિયા અખાતને મથાળે ઠલવાતી તાવ નદીમુખ પરથી પડેલું છે.…
વધુ વાંચો >સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk)
સ્વેર્દલોવ્સ્ક (Sverdlovsk) : રશિયાઈ વિસ્તારના યુરલ પર્વતોમાં આવેલું યંત્રો બનાવતું ઉત્પાદનકેન્દ્ર અને વેપારી મથક. ભૌગોલિક સ્થાન : 56° 51´ ઉ. અ. અને 60° 36´ પૂ. રે.. તે મૉસ્કોથી ઈશાનમાં આશરે 1,930 કિમી.ને અંતરે યુરલ પર્વતોના પૂર્વ ઢોળાવ પર આવેલું છે. આ શહેર યુરલ વિસ્તારનું મોટામાં મોટું શહેર છે. અહીં યાંત્રિક…
વધુ વાંચો >હલ (1)
હલ (1) : ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં હમ્બર નદીના મુખ પર આવેલું મોટું ઔદ્યોગિક શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 45´ ઉ. અ. અને 0° 22´ પૂ. રે. પરનો આશરે 71 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સત્તાવાર નામ કિંગ્સ્ટન અપૉન હલ છે. હમ્બરસાઇડ પરગણામાં આવેલો તે સ્થાનિક…
વધુ વાંચો >હો–ચી–મિન્હ (શહેર)
હો–ચી–મિન્હ (શહેર) : વિયેટનામનું મોટામાં મોટું શહેર. જૂનું નામ સાઇગોન. ભૌગોલિક સ્થાન : 10° 58´ ઉ. અ. અને 106° 43´ પૂ. રે. તે વિયેટનામનું પ્રધાન ઔદ્યોગિક તેમજ વ્યાપારી મથક પણ છે. 34,733 (ઈ. સ. 2004 મુજબ) ચોકિમી. વિસ્તાર ધરાવતું આ શહેર દક્ષિણ વિયેટનામમાં મૅકોંગ નદીના ત્રિકોણપ્રદેશ અને દક્ષિણ ચીની સમુદ્રની…
વધુ વાંચો >