જયા જયમલ ઠાકોર
ભારતીય અંગ્રેજી સાહિત્ય
ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની…
વધુ વાંચો >માન, ટૉમસ
માન, ટૉમસ (જ. 6 જૂન 1875, લુબેક; અ. 12 ઑગસ્ટ 1955, ઝુરિક) : જર્મન નવલકથાકાર. 1929માં એમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમનાં લખાણોમાં વિનોદ, પ્રજ્ઞા, તત્વદર્શી વિચારો આદિનો સુમેળ દેખાય છે. બૌદ્ધિક સમન્વય, મનોવૈજ્ઞાનિક તીવ્ર ર્દષ્ટિ અને સાંસ્કૃતિક તથા રાજકીય પરિસ્થિતિઓની વિવેચનાત્મક જાગૃતિએ એમને સમકાલીન અગ્રગણ્ય માનવહિતવાદી…
વધુ વાંચો >મિલર, હેન્રી
મિલર, હેન્રી (જ. 26 ડિસેમ્બર 1891, ન્યૂયૉર્ક; અ. 7 જૂન 1980, અમેરિકા) : આજીવન સ્વૈરવિહારી અમેરિકન લેખક. હેન્રી મિલર એમના સમકાલીનોમાં ઘણા વિવાદાસ્પદ લેખક બની ગયા હતા. જાતીય સંબંધ અને એ વાસનાના આલેખનને કારણે સર્જાતી એમની બીભત્સ ભાષાને લીધે એમને ઘણી સાહિત્યિક તકરારો તથા અદાલતી અન્વીક્ષા અને સેન્સરશિપના પરીક્ષણ તરફ…
વધુ વાંચો >મૅસફીલ્ડ જૉન
મૅસફીલ્ડ જૉન (જ. 1 જૂન 1878, લેડબરી, ઇંગ્લૅન્ડ; અ. 12 મે 1967, ઍબિંગ્ડન, બર્કશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર, વિવેચક અને નાટ્યલેખક. 1930માં રાજકવિ (Poet Laureate) તરીકે નિમણૂક; અંગ્રેજી સાહિત્યમાં સૌથી દીર્ઘકાળ સુધી એટલે કે 37 વર્ષ સુધી તેઓ રાજકવિપદે રહ્યા. 13 વર્ષની વયે તેઓ સાગરખેડુ તરીકેના તાલીમાર્થી બન્યા. એ સાગર-સફરમાં…
વધુ વાંચો >મોર્વાં, આન્દ્રે
મોર્વાં, આન્દ્રે (જ. 26 જુલાઈ 1885, એલબ્યૂફ, ફ્રાન્સ; અ. 9 ઑક્ટોબર 1967, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર તથા જીવનચરિત્રલેખક. એમિલ હેઝાગનું લેખક તરીકેનું એ તખલ્લુસ હતું. તેમણે એમનાં જીવન તથા લખાણોમાં ફ્રેન્ચ લેખક મૉન્તેનના ચેતના-સામર્થ્યને પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો હતો. એમાં એક નાસ્તિકની વિરક્તિ તથા વિનોદનું કલાત્મક મિશ્રણ હતું. તેમની શ્રેષ્ઠ…
વધુ વાંચો >વાઇલ્ડર, થૉર્નટન
વાઇલ્ડર, થૉર્નટન (જ. 17 એપ્રિલ 1897, મૅડિસન, વિસકૉન્સિન, યુ. એસ.; અ. 7 ડિસેમ્બર 1975, હૅમ્ડન, કનેક્ટિકટ) : અમેરિકન નાટ્યકાર અને નવલકથાકાર. તેમનો ઉછેર ચીન અને અમેરિકામાં થયેલો. યેલ યુનિવર્સિટીમાંથી તેમણે ઉપાધિ મેળવેલી. ‘લૉરેન્સવિલ સ્કૂલ’માં તેઓ શિક્ષક હતા. યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમની પ્રથમ નવલકથા ‘ધ કબાલા’ (1926)…
વધુ વાંચો >વેગા, લૉપ દ
વેગા, લૉપ દ (જ. 25 નવેમ્બર 1562, મૅડ્રિડ, સ્પેન; અ. 27 ઑગસ્ટ 1635, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ નાટ્યકાર. એમણે કોઈ પણ લેખક કરતાં સૌથી વિશેષ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એકલા લૉપને અઢારસો જેટલાં નાટકો લખવાનું અને ‘ઑટોસ સેક્રામેન્ટેઇલ્સ’ નામે ચારસો ટૂંકાં ધાર્મિક નાટકો લખવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. નાટ્યલેખનનો આ…
વધુ વાંચો >વેલ્સ, એચ. જી.
વેલ્સ, એચ. જી. (જ. 21 સપ્ટેમ્બર 1866, બ્રોમલી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 13 ઑગસ્ટ 1946, લંડન) : અંગ્રેજ નવલકથાકાર, પત્રકાર, સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર. સર્વસામાન્ય મધ્યમ વર્ગની પશ્ર્ચાદ્ભૂમિકામાં એમની ઘણી નવલકથાઓનું સર્જન થયું છે. એક નવલકથાકાર, ઇતિહાસવિદ તથા વૈજ્ઞાનિક કથાસાહિત્યના પ્રણેતા તરીકે તેઓ સુપ્રસિદ્ધ છે. ઈ. સ. 1900માં એમની નવલકથા ‘ટોનો બન્ગે’…
વધુ વાંચો >વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >