જયા જયમલ ઠાકોર

ઑસ્ટિન, જેન

ઑસ્ટિન, જેન (જ. 16 ડિસેમ્બર 1775, સ્ટિવેન્ટન હેમ્પશાયર; અ. 18 જુલાઈ 1817, વિન્ચેસ્ટર) : પ્રથમ પંક્તિનાં અંગ્રેજ મહિલા નવલકથાકાર. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે તેમના લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ થયો : 14 વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રેન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્…

વધુ વાંચો >

ડિટેક્ટિવ સ્ટોરી

ડિટેક્ટિવ સ્ટોરી : ગુનાશોધનને લગતી કથા. તે એક કથાસ્વરૂપ છે. એમાં મૂંઝવતો અપરાધ અને એની શોધ માટે અનેક ચાવીઓ અથવા તો સૂચક બીનાઓનું વર્ણન હોય છે. એમાં ગુનાશોધક (detective) એ સમસ્યાનો ઉકેલ આપે છે. મહદંશે આવી કથાઓમાં હત્યાનો અપરાધ હોય છે અને એમાં સૂચવાયેલી કડીઓ કોઈક વાર સમસ્યાના ઉકેલ તરફ…

વધુ વાંચો >

નીતિકથા

નીતિકથા : ગદ્ય કે પદ્યમાં લખાયેલી ટૂંકી બોધકથા (fable). એમાં મુખ્યત્વે માનવેતર સૃષ્ટિ એટલે કે પશુ, છોડ કે એવી કોઈ વસ્તુ પાત્ર રૂપે હોય છે. અને તે મનુષ્યની માફક જ વર્તે છે. ગદ્ય કે પદ્ય સ્વરૂપે લખાયેલી બોધકથાઓનું ઘણી વાર કોઈ કહેવત સાથે સમાપન થતું હોય છે. આ કથાઓ 2000…

વધુ વાંચો >

ફૉકનર, વિલિયમ

ફૉકનર, વિલિયમ (જ. 25 સપ્ટેમ્બર 1897, ન્યૂ આલ્બની મિસિસિપી; અ. 6 જુલાઈ 1962, ઑક્સફર્ડ પાસે, મિસિસિપી) : અગ્રગણ્ય અમેરિકન નવલકથાકાર. જીવનનો મહતકાળ એમણે ઑક્સફર્ડ, મિસિસિપીમાં વિતાવ્યો. 1929માં એસ્ટેલા ઓલ્ડહામ સાથે એમનું લગ્ન થયું. પ્રસંગોપાત્ત, એમણે હૉલિવુડમાં ચલચિત્રોની પટકથાઓ પણ લખી હતી. અમેરિકન સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાં એમની ગણના થાય છે. ઑક્સફર્ડમાં…

વધુ વાંચો >

ફ્રાય, ક્રિસ્ટોફર

ફ્રાય, ક્રિસ્ટોફર (જ. 1907, બ્રિસ્ટલ, ) : અંગ્રેજી પદ્ય નાટ્યકાર. મહદંશે એમણે પદ્યસ્વરૂપમાં સાહિત્ય રચ્યું છે. એમની નાટ્યકૃતિઓમાં રાણી ઇલિઝાબેથના સમયની નાટ્યકૃતિઓનું સૌંદર્ય અને એમાં રહેલી વાક્પટુતાને પ્રગટાવવાનો પ્રયાસ સ્પષ્ટ વર્તાય છે. 1940 પછીના દાયકાના પાછળના ભાગમાં અને 1950 પછીના દાયકાના આરંભમાં એમને ઘણી પ્રસિદ્ધિ – લોકપ્રિયતા પ્રાપ્ત થઈ; આમ…

વધુ વાંચો >

ફ્લૉબેર, ગુસ્તાવ

ફ્લૉબેર, ગુસ્તાવ (જ. 12 ડિસેમ્બર 1821, રુઇન, ફ્રાન્સ; અ. 8 મે 1880) : ફ્રેન્ચ સાહિત્યકાર. તેમની નવલકથાનાં પાત્રો જીવંત તથા વૈવિધ્યભર્યાં લાગે છે; સાથે સાથે એમનાં વર્ણનો પણ એટલાં જ તાર્દશ હોય છે. તેમની સચોટ અને ચોક્કસ નિરીક્ષણશક્તિ સાથે તેઓ ભાષા અને નવલકથાના સ્વરૂપ પર અત્યંત ધ્યાન આપતા હતા. તેમની…

વધુ વાંચો >

બક, પર્લ

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બર્ન્સ રૉબર્ટ

બર્ન્સ, રૉબર્ટ (જ. 25 જાન્યુઆરી 1759, ઍલૉવે, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 21 જુલાઈ 1796, ડમ્ફ્રીઝ, ડમ્ફ્રીશાયર) : આંગ્લ કવિ. સ્કૉચ ખેડૂત કુટુંબમાં જન્મ. એક ખેતમજૂર તરીકે જીવનની શરૂઆત કરી ત્યારથી સાહિત્યની લગની. 1784થી 1788ના ગાળામાં જમીન ખેડતાં ખેડતાં એમણે એમનાં શ્રેષ્ઠ કાવ્યો લખ્યાં : ‘ધ કૉટર્સ સૅટરડે નાઇટ’, ‘ધ જૉલી બેગર્સ’,…

વધુ વાંચો >

બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે

બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે (જ. 13 એપ્રિલ 1906, ફૉક્સરૉક, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 1989) : સાહિત્ય માટેના 1969ના નોબેલ પુરસ્કારના વિજેતા. અંગ્રેજી અને ફ્રેન્ચ ઉભય ભાષાઓના નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. ઍબ્સર્ડ થિયેટરના મુખ્ય નાટ્યકાર. જન્મ પ્રૉટેસ્ટન્ટ ઍંગ્લો-આઇરિશ પરિવારમાં. પિતા તોલ-માપ પર દેખરેખ રાખનાર અધિકારી. માતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં. શિક્ષણ ઉત્તર આયર્લૅન્ડની પૉર્ટોરા…

વધુ વાંચો >

બ્રાયન્ટ વિલિયમ કલન

બ્રાયન્ટ વિલિયમ કલન (જ. 1794, કમિંગ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1878) : પ્રથમ અમેરિકન મહાકવિ. 13 વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય પ્રસિદ્ધ થયું. તે ‘એમ્બાર્ગો’ કાવ્યમાં પ્રમુખ થૉમસ જેફરસનની નીતિની હાંસી ઉડાડવામાં આવી છે. વર્તમાનપત્રના પ્રભાવશાળી તંત્રી તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા. 50 વર્ષ સુધી પત્રકાર તરીકે જાહેર બાબતોમાં તેમણે અગ્રગણ્ય ભાગ…

વધુ વાંચો >