જયકુમાર ર. શુક્લ

સુશર્મા

સુશર્મા : મહાભારતના સમયમાં ત્રિગર્ત દેશનો રાજા. તે શરૂથી કૌરવોના પક્ષમાં હતો અને પાંડવોનો વિરોધી હતો. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેણે વિરાટની ગાયોનું અપહરણ કરીને વિરાટને કેદ કર્યો હતો; પરંતુ ભીમસેને તેને કેદ કરીને યુધિષ્ઠિર સમક્ષ રજૂ કર્યો. યુધિષ્ઠિરે તેને છોડી મૂક્યો. મહાભારતના યુદ્ધમાં તેણે તથા તેના ભાઈઓએ અર્જુનવધની પ્રતિજ્ઞા લીધી…

વધુ વાંચો >

સુસા

સુસા : પશ્ચિમ એશિયાનું પ્રસિદ્ધ પ્રાચીન શહેર અને એલમનું તથા ઈરાની સામ્રાજ્યનું પાટનગર. આ શહેરના કેટલાક અવશેષો દક્ષિણ-પશ્ચિમ (નૈર્ઋત્ય) ઈરાનના ખુઝિસ્તાન પ્રાંતમાં આવેલા છે. બાઇબલમાં સુસાના ઉલ્લેખો વખતોવખત ‘શુશાન’ નામથી આવે છે. એસ્તરની જૂના કરારની વાર્તા સુસામાં બની હતી. ડેનિયલની કબર સુસામાં આવેલી હોવાનું કહેવાય છે. ઈ. સ. 1901માં પુરાતત્વવિદોને…

વધુ વાંચો >

સુહરાવર્દી હુસેન શહીદ

સુહરાવર્દી, હુસેન શહીદ (જ. 8 સપ્ટેમ્બર 1893, મિદનાપોર, બંગાળ; અ. 5 ડિસેમ્બર 1963, બૈરૂત, લેબેનૉન) : પાકિસ્તાનના વડાપ્રધાન, અવામી લીગના સ્થાપક. હુસેન શહીદ સુહરાવર્દીનો જન્મ બંગાળના ખૂબ પ્રબુદ્ધ પરિવારમાં થયો હતો. કોલકાતા મદરેસામાં અભ્યાસ કરીને તેઓ કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાઈને 1913માં બી.એસસી. થયા. તે પછી ઇંગ્લૅન્ડ જઈને તેમણે ઑક્સફર્ડ…

વધુ વાંચો >

સુંગ વંશ અને તેનો સમય

સુંગ વંશ અને તેનો સમય : ઈ. સ. 960થી 1279 સુધી ચીનના વિશાળ પ્રદેશ પર શાસન કરનાર રાજવંશ. આ સમયગાળામાં નોંધપાત્ર સાંસ્કૃતિક વિકાસ થયો હતો. આ રાજવંશનો સ્થાપક ચાઓ કુઆંગ-યીન (960-976) ચાઉ વંશનો એક સેનાપતિ હતો. તેણે લશ્કરની મદદથી આકસ્મિક બળવો કરીને સત્તા છીનવી લીધી હતી. તે સુંગ વંશનો પ્રથમ…

વધુ વાંચો >

સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907)

સૂરત કૉંગ્રેસ અધિવેશન (1907) : 1907માં સૂરતમાં મળેલું કૉંગ્રેસનું ત્રેવીસમું ઐતિહાસિક અધિવેશન. આ અધિવેશન મળ્યું તે અગાઉના બનાવો વિશે જાણવું જરૂરી છે. દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે મળેલા 1906ના કોલકાતા કૉંગ્રેસ અધિવેશનમાં વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશી, સ્વરાજ અને રાષ્ટ્રીય શિક્ષણ અંગેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. તેને લીધે મવાળ અને જહાલ જૂથો…

વધુ વાંચો >

સૂર્યાપુર

સૂર્યાપુર : મૈત્રક કાલ (ઈ. સ. 468-786) દરમિયાનનો એક વહીવટી વિભાગ. તે હાલના પંચમહાલ જિલ્લામાં ગોધરા પાસે આવેલો હતો. મૈત્રક વંશના રાજા શીલાદિત્ય 6ઠ્ઠાના લુણાવાડામાંથી મળેલા તામ્રપત્રના ઈ. સ. 759ના દાનશાસનમાં સૂર્યાપુર વિષય(વહીવટી વિભાગ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજા શીલાદિત્ય છઠ્ઠાની છાવણી ગોદ્રહક(ગોધરા)માં હતી ત્યારે તે દાનશાસન આપવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

સેન પ્રફુલ્લચંદ્ર

સેન, પ્રફુલ્લચંદ્ર (જ. 1897; અ. 1990) : ગાંધીવાદી કૉંગ્રેસી નેતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. તેઓ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરામબાગમાં રહ્યા હતા. તેમનાં માતાપિતા વિશે માહિતી મળતી નથી. તેઓ ગરીબ કુટુંબમાંથી આવ્યા હતા અને શરૂના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો એમ માનવામાં આવે છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા. તેમણે…

વધુ વાંચો >

સેન સુરેન્દ્રનાથ

સેન, સુરેન્દ્રનાથ (જ. જુલાઈ 1890, બારિસાલ, બાંગ્લાદેશ; અ. જુલાઈ 1962) : ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ઈ. સ. 1906માં મૅટ્રિકની અને 1908માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કર્યા બાદ, નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડીને પ્રાથમિક શાળાના શિક્ષક થયા. તે પછી ઢાકા કૉલેજમાં ભણીને 1913માં બી.એ.…

વધુ વાંચો >

સેન સૂર્ય (‘માસ્ટરદા’)

સેન, સૂર્ય (‘માસ્ટરદા’) (જ. 22 માર્ચ 1894, નોઆપરા, જિ. ચિત્તાગોંગ, હાલ બાંગ્લાદેશ; અ. 12 જાન્યુઆરી 1934, ચિત્તાગોંગ જેલ) : બંગાળના આગેવાન ક્રાંતિકાર. સૂર્ય સેનનો જન્મ નીચલા મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજમણિ સેન હતું. ઇન્ટરમિજીએટ પરીક્ષા પાસ કર્યા પછી તેમનાં લગ્ન પુષ્પા કુંતલ સાથે થયાં. તે પછી…

વધુ વાંચો >

સેનાચેરિબ

સેનાચેરિબ (રાજ્યકાળ ઈ. પૂ. 704-681) : એસિરિયા(હાલના ઉત્તર ઇરાક)નો રાજા. સારગોન 2જાનો પુત્ર. ગાદીએ આવ્યા બાદ તેનું પ્રથમ કાર્ય તેના પ્રદેશો છીનવી લેનાર બૅબિલોનિયાના રાજા મેરોડાક-બાલાદન સામે લશ્કરી કાર્યવાહી કરવાનું હતું. સેનાચેરિબે તેને ઈ. પૂ. 703માં હરાવીને બૅબિલોનમાંથી કાઢી મૂક્યો. તેણે બૅબિલોનના રાજા તરીકે બેલ ઈબનીને નીમ્યો. તેને રાજા સારગોને…

વધુ વાંચો >