જયકુમાર ર. શુક્લ
શ્રીપ્રકાશ
શ્રીપ્રકાશ (જ. 3 ઑગસ્ટ 1890, વારાણસી; અ. 23 જૂન 1971, વારાણસી) : મુંબઈ રાજ્ય (પાછળથી મહારાષ્ટ્ર), તામિલનાડુ તથા આસામના ગવર્નર, પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર (1947-49) અને કેન્દ્ર સરકારમાં વાણિજ્યમંત્રી (1950-51) તથા કુદરતી સંસાધનો તથા વૈજ્ઞાનિક સંશોધનના મંત્રી (1951-52). તેમનો જન્મ વારાણસીના અગ્રવાલ (વૈશ્ય) કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ પરોપકાર, સમૃદ્ધિ…
વધુ વાંચો >શ્રીમાલ પુરાણ
શ્રીમાલ પુરાણ : શ્રીમાલભિલ્લમાલ વિશે રચાયેલું એક પુરાણ. તેનું નામ ‘શ્રીમાલ પુરાણ’ કે ‘શ્રીમાલ માહાત્મ્ય’ છે. ‘શ્રીમાલ’ નામ કેવી રીતે પડ્યું એની કથા આ પુરાણમાં આપેલી છે. શ્રીમાલ નામે જે નગરી જાણીતી થઈ તેનું પ્રારંભનું નામ ગૌતમાશ્રમ હતું. ભૃગુઋષિને ઘેર દીકરી તરીકે લક્ષ્મીજી જન્મ્યાં. તેમને વિષ્ણુ સાથે પરણાવવામાં આવ્યાં. આ…
વધુ વાંચો >શ્રીરંગમ્
શ્રીરંગમ્ : ભારતના તામિલનાડુ રાજ્યના ત્રિચિનાપલ્લી જિલ્લાનું એક નગર. તે કાવેરી નદીની શાખાઓ અને કોલ્લિટમની વચ્ચે એક ટાપુ પર આવેલું છે. ચેન્નાઈ અને ત્રિચિનાપલ્લી નગરને જોડતો માર્ગ અહીંથી પસાર થાય છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ છે. મુખ્યત્વે આ ધાર્મિક નગર છે. અહીંનું વિષ્ણુમંદિર તેની વિશાળતા, ભવ્યતા અને મૂર્તિકલાને માટે પ્રસિદ્ધ છે.…
વધુ વાંચો >શ્રીલંકા
શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ. તે દ્વીપકલ્પીય ભારતનું એક અંગ હોવાનું ભૂસ્તરવેત્તાઓ દ્વારા સમર્થન મળે છે. વિશાળ ભારતીય ઉપખંડને અડીને આવેલો આ દેશ એક વિશિષ્ટ ભૌગોલિક પ્રતિભા ધરાવે છે અને આજે દુનિયામાં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેણે…
વધુ વાંચો >શ્વભ્ર
શ્વભ્ર : ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠાના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપોના સમયમાં કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વભ્ર-(સાબરકાંઠા)નો પ્રદેશ પણ અલગ ગણાતો હતો. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદીમાં શ્વભ્રનો સમાવેશ કર્યો છે. પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના પરિશિષ્ટ રૂપે સ્વીકારવામાં આવેલા ‘ગણપાઠ’માં દેશવાચક નામોમાં…
વધુ વાંચો >સક્સેના, શિબ્બનલાલ
સક્સેના, શિબ્બનલાલ (જ. 1 જાન્યુઆરી 1907, આગ્રા; અ. ?) : સ્વાતંત્ર્યસૈનિક, સંસદસભ્ય, ખેડૂતો અને મજૂરોના નેતા. શિબ્બનલાલનો જન્મના મધ્યમ વર્ગના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમણે દેહરાદૂન, સહરાનપુર, કાનપુર અને અલ્લાહાબાદમાં શિક્ષણ લીધું. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં બી.એ. તથા એમ.એ.ની પરીક્ષાઓ અને આગ્રા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પાસ…
વધુ વાંચો >સત્યાશિયો દુકાળ
સત્યાશિયો દુકાળ : વિક્રમ સંવત 1687(ઈ. સ. 1630-32)માં ગુજરાતમાં પડેલો દુકાળ. તે વખતે ગુજરાતમાં મુઘલ શહેનશાહ શાહજહાંનું શાસન હતું. ઈ. સ. 1628નું વર્ષ અપૂરતા વરસાદને કારણે અછતનું વર્ષ હતું. 1630માં ગુજરાતમાં વરસાદ ન પડ્યો અને 1631માં અતિવૃદૃષ્ટિને લીધે પાક નિષ્ફળ ગયો. પૂરને કારણે સૂરત પાસેનાં બધાં ખેતરો પાણીમાં ડૂબી ગયાં.…
વધુ વાંચો >સદાનીરા
સદાનીરા : પ્રાચીન ગ્રંથો મુજબ ઉત્તર ભારતમાં વિદેહ અને કોશલની સરહદ પરની એક નદી. તેનું નામ નારાયણી અને શાલગ્રામી પણ મળે છે. તેનું પાણી સદા માટે પવિત્ર રહે છે, તેથી તેનું નામ સદાનીરા પડ્યું. સદા ભરપૂર પાણી રહેવાથી પણ આ નામ પ્રચલિત થયું. પટણાની પાસે ગંગી નદીને મળે છે તે…
વધુ વાંચો >સદાશિવ રામચંદ્ર
સદાશિવ રામચંદ્ર (શાસનકાળ : 1758-1760) : પેશવા બાલાજી બાજીરાવે 1758થી 1760 સુધી, ત્રણ વર્ષ માટે નીમેલો ગુજરાતનો સૂબો. તેણે હવાલો સંભાળ્યા પછી, કાજીના હોદ્દા પરથી ગુલામ હુસેનખાનને ખસેડી, તેના સ્થાને મુહમ્મદ રૂકન ઉલ્હક્ક ખાનને નીમ્યો. સદાશિવે મરાઠાઓના સિક્કા પુન: ચાલુ કર્યા. તેણે પ્રત્યેક હોદ્દા પર તથા મહેલોમાં અમલદારની નિમણૂક કરી.…
વધુ વાંચો >સન્યાલ, સચીન્દ્રનાથ
સન્યાલ, સચીન્દ્રનાથ (જ. 1895, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 1945, ગોરખપુર) : ભારતના મહાન ક્રાંતિકારોમાંના એક નીડર સ્વાતંત્ર્યસેનાની. તેમનો જન્મ હરિનાથ સન્યાલ નામના રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને પ્રખર રાષ્ટ્રવાદીને ત્યાં થયો હતો. હરિનાથે પોતાના પુત્રોને ક્રાંતિકારી ચળવળ અને ખાસ કરીને અનુશીલન સમિતિમાં જોડાવા અનુરોધ કર્યો હતો. હરિનાથ પણ અરવિંદ ઘોષના ભાઈ અને બંગાળના…
વધુ વાંચો >