જયકુમાર ર. શુક્લ
શેઠ, હીરાબહેન કેશવલાલ
શેઠ, હીરાબહેન કેશવલાલ (જ. 15 ડિસેમ્બર 1915, પાટણવાવ, જિ. રાજકોટ) : સ્ત્રીઓ અને બાળકો માટેનાં સમાજસેવિકા. સાધનસંપન્ન સેવાભાવી કુટુંબમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીનાં સ્નાતિકા. આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ. 1930-32ની સવિનય કાનૂનભંગની ચળવળ વખતે દારૂ તેમજ વિદેશી કાપડ વેચતી દુકાનો ઉપર પિકેટિંગમાં ભાગ લીધો હતો. રાજકોટ સત્યાગ્રહ વખતે…
વધુ વાંચો >શેન નંગ
શેન નંગ : ચીનનો બીજો પૌરાણિક રાજા. કહેવાય છે કે તે ઈ.પૂ. 28મી શતાબ્દીમાં થઈ ગયો. તેને માથું બળદનું અને શરીર માણસનું હતું. ગાડું અને હળની શોધ કરીને, બળદને કેળવીને તથા ઘોડા પર ધૂંસરી મૂકીને અને લોકોને અગ્નિ વડે જમીન સાફ કરતાં શીખવીને તેણે ચીનમાં સ્થાયી ખેતી કરતો સમાજ સ્થાપ્યો…
વધુ વાંચો >શેરશાહ
શેરશાહ (જ. 1486; અ. 22 મે 1545, કાલિંજર) : સહિષ્ણુ, નિષ્પક્ષ, લોકહિતેચ્છુ અફઘાન શાસક. ડૉ. આર. સી. મજુમદાર અને ડૉ. પી. શરણના મતાનુસાર તેનો જન્મ ઈ. સ. 1472માં થયો હતો. શેરશાહનું મૂળ નામ ફરીદખાન હતું. તેના પિતા હસનખાન સસારામ, હાજીપુર અને ટંડાના જાગીરદાર હતા. અપરમાતાને લીધે પિતા સાથે સંઘર્ષ થતો…
વધુ વાંચો >શેલૂકર, આબા
શેલૂકર, આબા : ગુજરાતના સૂબા ચિમણાજીનો નાયબ. રઘુનાથરાવ(રાઘોબા)નો પુત્ર બાજીરાવ ડિસેમ્બર 1796માં પેશવા બન્યો. તેણે તેના ભાઈ ચિમણાજીને ગુજરાતનો સૂબેદાર નીમ્યો. ચિમણાજી માત્ર દસ વર્ષનો હતો. તેથી મરાઠા રીત મુજબ તેના નાયબ તરીકે આબા શેલૂકરને મોકલવામાં આવ્યો. તેનું આખું નામ ભીમરાવ કૃષ્ણરાવ શેલૂકર હતું. તે 1798માં અમદાવાદ આવ્યો અને આબા…
વધુ વાંચો >શેંગ વંશ
શેંગ વંશ : પુરાતત્વવિદ્યાકીય તથા નોંધાયેલ બંને પુરાવા ધરાવતો ચીનનો પ્રથમ વંશ. તે યીન (Yin) વંશ તરીકે પણ ઓળખાય છે. તે વંશના શાસકો ઈ. પૂ. 1766થી 1122 સુધી શાસન કરતા હતા. તેનો પ્રદેશ ઉત્તર ચીનનાં મેદાનોમાં હતો અને ઉત્તરમાં શાંટુંગ પ્રાંત તથા પશ્ચિમે હોનાન પ્રાંત સુધી તેની સરહદો વિસ્તરેલી હતી.…
વધુ વાંચો >શૈલોદ્ભવ વંશ
શૈલોદ્ભવ વંશ : દક્ષિણ ઓરિસા અથવા કોંગોડા પર રાજ્ય કરતો વંશ. ઈ. સ. 619 સુધી આ વંશના રાજાઓએ શશાંકનું આધિપત્ય સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું હતું. ઈસુની છઠ્ઠી સદીની છેલ્લી પચીસીમાં ઓરિસાના દક્ષિણ ભાગમાં શૈલોદ્ભવકુળ રાજ્ય કરતું હતું. તેમનું રાજ્ય કોંગોડા ઉત્તરમાં ચિલકા સરોવરથી ગંજમ જિલ્લામાં મહેન્દ્રગિરિ પર્વત…
વધુ વાંચો >શ્રાવસ્તી
શ્રાવસ્તી : ઉત્તર ભારતનું એક પ્રાચીન નગર. મહાભારતમાં જણાવ્યા મુજબ ઇક્ષ્વાકુ વંશના યુવનાશ્વના પૌત્ર અને શ્રાવના પુત્ર રાજા શ્રાવસ્તકે આ નગર વસાવ્યું હતું. બૌદ્ધ સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે તે કોશલનું પાટનગર અને વેપારના માર્ગોનું કેન્દ્ર હતું. ત્યાંથી માર્ગો રાજગૃહ, અશ્મક અને વારાણસી જતા હતા. ફાહિયાન અને હ્યુ-એન-શ્વાંગે તેની મુલાકાત લીધી હતી.…
વધુ વાંચો >શ્રીકંઠ દેશ
શ્રીકંઠ દેશ : ઉત્તર ભારતમાં, હર્ષવર્ધનના (ઈ. સ. 7મી સદી) પાટનગર થાણેશ્વરની આસપાસનો પ્રદેશ. કવિ બાણે ‘હર્ષચરિત’માં જણાવ્યા પ્રમાણે શ્રીકંઠ દેશમાં થાણેશ્વર શહેર અને જિલ્લો આવેલાં હતાં. બાણના જણાવ્યા મુજબ તે પ્રદેશમાં ઘઉં, ચોખા અને શેરડીનો પાક થતો હતો. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >શ્રીકાકુલમ્
શ્રીકાકુલમ્ : આંધ્રપ્રદેશના ઈશાન છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 21´થી 19° 10´ ઉ.અ. અને 83° 30´ થી 84° 50´ પૂ.રે. વચ્ચેનો 5,837 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઓરિસા રાજ્યની સીમા, પૂર્વ અને દક્ષિણમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમ અને વાયવ્યમાં…
વધુ વાંચો >શ્રીપુર (શરભપુર)
શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં…
વધુ વાંચો >