જયકુમાર ર. શુક્લ
શિગ્રુ (જાતિ)
શિગ્રુ (જાતિ) : ઋગ્વેદના સમયની એક જાતિ. ઋગ્વેદમાં દશરાગ્ન અથવા તો દશ રાજાઓની લડાઈ વિશેની માહિતી આપવામાં આવી છે. આ લડાઈમાં જુદી જુદી જાતિના લોકોએ ભાગ લીધો હતો. સુદાસ ત્રિત્સુ કુળનો ભરત જાતિનો રાજા હતો. તેનું રાજ્ય બ્રહ્માવર્તમાં હતું. પરુષ્ણી (આધુનિક રાવિ) નદી પરના ખૂનખાર જંગમાં ભરતો જીત્યા. રાજા સુદાસ…
વધુ વાંચો >શિબિ
શિબિ : વેદોના સમયની એક જાતિ અને તે નામનું પ્રાચીન ગણરાજ્ય. ઘણુંખરું ઋગ્વેદના શિવ જાતિના લોકો, તે જ શિબિ હતા. તેમનું પાટનગર શિબિપુર પંજાબના ઝંગ (Jhang) જિલ્લામાં આધુનિક શોરકોટ હતું. શિબિઓ ઉશિનર લોકો સાથે ઘણો સંબંધ ધરાવતા હતા. ‘ઐતરેય બ્રાહ્મણ’માં શિબિઓના રાજા અમૃતતાપણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવપુરને શિબિપુર તરીકે…
વધુ વાંચો >શિવભાગપુર
શિવભાગપુર : મૈત્રક સમય દરમિયાનનો એક વહીવટી વિભાગ. મૈત્રકવંશના રાજા ધ્રુવસેન 3જાના ઈ. સ. 653ના દાનશાસનમાં તથા રાજા ખરગ્રહ 2જાના ઈ. સ. 656ના દાનશાસનમાં ‘શિવભાગપુર વિષય’નાં ગામોનાં દાન સૂચવાયાં છે. પહેલામાં દક્ષિણપટ્ટનો ઉલ્લેખ છે, એટલે એનો ઉત્તરપટ પણ હોવો જોઈએ. એ વિષય(પ્રાદેશિક વિભાગ)નું વડું મથક શિવભાગપુર હતું. આ નગર એ…
વધુ વાંચો >શિવભારત
શિવભારત : મરાઠા શાસન દરમિયાન છત્રપતિ શિવાજી વિશે કવિ પરમાણંદ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ કાવ્યગ્રંથ. તેમાં શિવાજી મહારાજની કારકિર્દી, તેમના વિજયો તથા તેમના રાજ્યાભિષેકની વિધિ વગેરે પ્રસંગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કાવ્યગ્રંથમાં 31 પ્રકરણો છે અને છત્રપતિ શિવાજીની સિદ્ધિઓ વિશેની માહિતી, કાન્હોજી જેધેએ લખેલ ‘જેધે શકાવલી’(1697)માંની આ પ્રકારની…
વધુ વાંચો >શિવાજી
શિવાજી (જ. 6 એપ્રિલ 1627, શિવનેરનો કિલ્લો, જુન્નર પાસે, મહારાષ્ટ્ર; અ. 4 એપ્રિલ 1680, રાયગઢ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક, મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા. શિવાજીના પિતા શાહજી ભોંસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા. શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોંડદેવ સાથે રહેતા હતા.…
વધુ વાંચો >શિશુનાગ
શિશુનાગ (ઈ.પૂ. 411 ઈ.પૂ. 393) : મગધનો રાજા અને શિશુનાગ વંશનો સ્થાપક. હર્યંક વંશના રાજાઓ ઉદયન, મુંડ અને નાગદર્શક પિતૃઘાતક હોવાથી લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેથી નાગદર્શકના પ્રધાન શિશુનાગને પ્રજાએ મગધની ગાદીએ બેસાડ્યો. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ શિશુનાગ પોતે શિશુનાગ વંશનો સ્થાપક હતો. તેના સમયમાં કેટલાંક શક્તિશાળી રાજ્યો મગધમાં…
વધુ વાંચો >શિશુનાગ વંશ
શિશુનાગ વંશ (ઈ.પૂ. 411થી ઈ.પૂ. 343) : મગધમાં નાગદર્શકના પ્રધાન શિશુનાગે સ્થાપેલો વંશ. શિશુનાગે અવંતિ, વત્સ, કોશલ જેવાં શક્તિશાળી રાજ્યો જીતીને મગધમાં જોડી દીધાં હતાં. તેની રાજધાની પ્રાચીન ગિરિવ્રજમાં હતી. તેના પછી તેના વંશના અગિયાર રાજાઓ થયા હોવાના ઉલ્લેખો મળે છે. શિશુનાગ પછી તેનો પુત્ર કાકવર્ણ (કાલાસોક) મગધની ગાદીએ બેઠો.…
વધુ વાંચો >શીઆ વંશ
શીઆ વંશ (ઈ. પૂ. 2205થી ઈ. પૂ. 1766) : ચીનનો પૌરાણિક વંશ. તેનો ઉલ્લેખ અનુશ્રુતિઓમાં છે, પરંતુ તેની ઐતિહાસિકતા અનિશ્ચિત છે. અનુશ્રુતિ પ્રમાણે તે વંશનો સ્થાપક યુ હતો. તેણે મહાન રેલનાં પાણીનો નહેરોમાં નિકાલ કર્યો હતો. પાછળથી આ રાજાને ફસલના દેવ તરીકે પૂજવામાં આવતો હતો. તેણે રાજાનું પદ તેના કુટુંબમાં…
વધુ વાંચો >શીખવિગ્રહો
શીખવિગ્રહો : પંજાબના મહારાજા રણજિતસિંહના અવસાન (1839) પછી અંગ્રેજોએ શીખો સામે કરેલા બે વિગ્રહો. રણજિતસિંહના અવસાન પછી છ વર્ષ સુધી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજિતસિંહ પછી તેનો પુત્ર ખડગસિંહ ગાદીએ બેઠો. રણજિતસિંહના બીજા પુત્ર શેરસિંહે ખડગસિંહનો વિરોધ કરી, ગાદી વાસ્તે પોતાનો દાવો રજૂ કર્યો. ખડગસિંહના પુત્ર નાઓ નિહાલસિંહે તેને ટેકો આપ્યો.…
વધુ વાંચો >શીલગુણસૂરિ
શીલગુણસૂરિ (ઈસુની 8મી સદી) : વનવૃક્ષ પર બાંધેલી ઝોળીમાં અદ્ભુત લક્ષણવાળા બાળકને જોઈને, તેને વનરાજ નામ આપી, જીવનનિર્વાહની વ્યવસ્થા કરનાર જૈન આચાર્ય. જૈન પ્રબંધો મુજબ વનરાજનું બાળપણ વઢિયાર પ્રદેશના પંચાસર ગામમાં વીત્યું હતું. ત્યાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિએ તે શિશુને જોયો. તેનામાં તેમને અદ્ભુત લક્ષણો જણાયાં. તેથી લાકડાં વીણતી તેની…
વધુ વાંચો >